ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gandhinagar : ગુજરાત રાજ્ય ચોથા નાણાં પંચમાં 3 પૂર્ણકાલીન સભ્યોની નિમણૂક

પંચનાં અધ્યક્ષ તરીકે યમલભાઈ વ્યાસની નિમણૂક થયા પછી હવે રાજ્ય સરકારે પંચમાં વધુ 3 સભ્યોની નિમણૂક કરી છે.
03:31 PM Apr 04, 2025 IST | Vipul Sen
પંચનાં અધ્યક્ષ તરીકે યમલભાઈ વ્યાસની નિમણૂક થયા પછી હવે રાજ્ય સરકારે પંચમાં વધુ 3 સભ્યોની નિમણૂક કરી છે.
Gandhinagar_Gujarat_first 1
  1. ગુજરાત રાજ્ય ચોથા નાણાં પંચમાં ત્રણ પૂર્ણકાલીન સભ્યોની નિમણૂક (Gandhinagar)
  2. આ પંચનાં અધ્યક્ષની નિમણૂક બાદ વધુ 3 સભ્યોની નિમણૂક કરાઈ
  3. સાબરકાંઠા, વડોદરા અને ભાવનગરમાંથી સભ્યોની નિમણૂક કરવામાં આવી
  4. ફેબ્રુઆરી-2025 માં પંચનાં સભ્ય સચિવ તરીકે IAS B.P. ચૌહાણની નિમણૂક કરાઈ હતી

Gandhinagar : ગુજરાત રાજ્ય ચોથા નાણાં પંચમાં રાજ્ય સરકારે ત્રણ પૂર્ણકાલીન સભ્યોની નિમણૂક કરી છે. આ પંચનાં અધ્યક્ષ તરીકે યમલભાઈ વ્યાસની નિમણૂક થયા પછી હવે રાજ્ય સરકારે પંચમાં વધુ 3 સભ્યોની નિમણૂક કરી છે. ફેબ્રુઆરી-2025 માં આ રાજ્ય નાણાં પંચનાં (Gujarat State Fourth Finance Commission) પૂર્ણકાલીન સભ્ય IAS B.P. ચૌહાણની સભ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

આ પણ વાંચો - Ahmedabad : નાના બાળક સાથે પરિણીતાએ રડતા-રડતા વીડિયો બનાવ્યો, ન્યાયની કરી માગ

આ પંચનાં અધ્યક્ષની નિમણૂક બાદ વધુ 3 સભ્યોની નિમણૂક કરાઈ

પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત રાજ્ય ચોથા નાણાં પંચમાં (Gandhinagar) રાજ્ય સરકારે ત્રણ પૂર્ણકાલીન સભ્યોની નિમણૂક કરી છે. અગાઉ, આ પંચનાં અધ્યક્ષ તરીકે યમલભાઈ વ્યાસની (Yamalbhai Vyas) નિમણૂક કરાઈ હતી, ત્યાર બાદ હવે રાજ્ય સરકારે પંચમાં વધુ 3 સભ્યોની નિમણૂક કરી છે, જેમાં સાબરકાંઠાનાં (Sabarkantha) જયંતિલાલ દેવાભાઈ પટેલ, વડોદરાનાં (Vadodara) સુનીલ સોલંકી અને ભાવનગરનાં (Bhavnagar) અભયસિંહ ચૌહાણની પસંદગી કરવામાં આવી છે.

આ પણ વાંચો - Junagadh : વાહનચેકિંગ સમયે બાઇકચાલકે ટ્રાફિક SI ને જ મારી દીધી ટક્કર!

પૂર્ણકાલીન સભ્યની સભ્ય સચિવ તરીકે નિમણૂક થતા 5 સભ્યની નિમણૂક પૂર્ણ

જણાવી દઈએ કે, નાણાં પંચનાં અધ્યક્ષ સહિત પાંચથી વધે નહીં એ રીતે સભ્યોની નિમણૂક સાથે રાજ્ય નાણાં પંચની રચના કરી શકવાની જોગવાઈ છે. રાજ્ય સરકારે અગાઉ અધ્યક્ષની નિમણૂક કર્યા બાદ હવે વધુ 3 સભ્યની પૂર્ણકાલિન સભ્ય તરીકે નિમણૂક અને એક પૂર્ણકાલિન સભ્યની સભ્ય સચિવ તરીકે નિમણૂક કરતાં રાજ્ય નાણાં પંચમાં હવે 5 સભ્યોની નિયુક્તિ પૂર્ણ થઈ છે. આ રાજ્ય નાણાં પંચના સભ્ય સચિવ તરીકે IAS બી. પી. ચૌહાણની નિમણૂક ફેબ્રુઆરી-2025 માં કરવામાં આવી હતી.

આ પણ વાંચો - Ahmedabad : ACP-PI કક્ષાના અધિકારીને શહેર પો. કમિશનર જી.એસ. મલિકની કડક સૂચના!

Tags :
AS B.P. ChauhanBhavnagarGUJARAT FIRST NEWSGujarat GovernmentGujarat State Fourth Finance CommissionSabarkanthaTop Gujarati NewsVadodaraYamalbhai Vyas
Next Article