Gandhinagar : લીંબડીયામાં અરજણજી ઠાકોરની સફળતા, પ્રાકૃતિક ખેતીથી ઓછા ખર્ચે મબલખ પાક ઊભો કર્યો!
- Gandhinagar નાં લીંબડીયામાં અરજણજી ઠાકોરની સફળતા
- પ્રાકૃતિક ખેતીથી ઓછા ખર્ચે મબલખ પાક થયો
- ગાયનાં ગોબર-ગૌમૂત્રથી 30 એકર કરે છે ખેતી
- પ્રાકૃતિક ખેતીથી જમીન ફળદ્રૂપ પણ થાય છે
Gandhinagar : પ્રકૃતિનાં મૂળભૂત સિદ્ધાંતો (Natural Farming Method) આધારિત દેશી ગાયનાં ગોબર અને ગૌમૂત્ર થકી ઓછા ખર્ચે ખેતી, એ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ ગણાય છે. ગાંધીનગર જિલ્લાનાં લીંબડીયા ગામે (Lambadia village) રહેતા ખેડૂત અરજણજી ઠાકોર કે જેમને છેલ્લા 4 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી મબલખ પાકનું ઉત્પાદન કરી રહ્યા છે. પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનાં આધારે તેઓ સારો પાક મેળવી રહ્યા છે. ઘરે જ પ્રાકૃતિક જીવામૃત, ઘનજીવામૃત જેવી સામગ્રી પોતે બનાવે છે. તેઓ ઘઉં, જુવાર, શાકભાજી અને ફળોની ખેતી કરે છે અને દર વર્ષે સારો નફો મેળવે છે.
ગુજરાત સરકારનું પ્રાકૃતિક ખેતી મહાઅભિયાન
પાકની વૃદ્ધિ માટે જરુરી ઈનપુટ અને ખેત સામગ્રી બહારથી ન લેતાં પ્રાકૃતિક સામગ્રી ઘરે જાતે જ બનાવવામાં આવે છે અને ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી શા માટે કરવું જોઈએ ? અહીં છે તેનો જવાબ.... પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા ગુજરાત સરકાર મહાઅભિયાન ચલાવી રહી છે. આજનાં સમયમાં ઘણા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે, જેના લાભ તેઓને મળી રહ્યા છે. ત્યારે લાંબડિયા ગામનાં અરજણજી પ્રાકૃતિક ખેતી કરી કૃષિ શા માટે સર્વાંગી રીતે હિતકારી છે એ અંગે જાગૃતિ આવે તે માટે અન્ય ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે પ્રેરણાદાયી ખેતીમાં સફળતા મેળવી છે.
આ પણ વાંચો - Bhavnagar: પાલીતાણા તાલુકાના ખેડૂતે રાસણીક ખેતી છોડી પ્રાકૃતિક ખેતીથી કરી કમાણી
Gandhinagar : ખર્ચ ઝીરો, નફો લાખોમાં આને કહેવાય સ્માર્ટ ફાર્મિંગ! । Gujarat First
ગાંધીનગરના લીંબડીયામાં અર્જુનજી ઠાકોરની સફળતા
પ્રાકૃતિક ખેતીથી ઓછા ખર્ચે મબલખ પાક થયો
ગાયના ગોબર-ગોમૂત્રથી 30 એકર કરે છે ખેતી
છેલ્લા 4 વર્ષથી પ્રાકૃતિક ખેતીની અર્જુનજીને મળી સફળતા#gandhinagar… pic.twitter.com/G9Gy2lWViA— Gujarat First (@GujaratFirst) December 17, 2025
પ્રાકૃતિક ખેતીથી ઓછા ખર્ચે મબલખ પાક થયો
પ્રકૃતિનાં મૂળભૂત સિદ્ધાંતો આધારિત દેશી ગાયનાં ગોબર અને ગૌમૂત્ર થકી ઓછા ખર્ચે ખેતી, એ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ ગણાય છે અને પાકની વૃદ્ધિ માટે જરૂરી ઈનપુટ અને ખેત સામગ્રી બહારથી ન લેતાં પ્રાકૃતિક સામગ્રી ઘરે જાતે જ બનાવવામાં આવે છે અને આ સમગ્ર પ્રક્રિયા લાંબડિયા ગામનાં ખેડૂત પોતાનાં ખેતરમાં અરજણજી ઠાકોર જાતે જ આ કામગીરી કરી અને ખેતી કરે છે. તેઓ ઘઉં, જુવાર, શાકભાજી અને ફળ સહિતની ખેતીથી સારા પ્રમાણમાં મબલખ પાક સાથે દર વર્ષે નફો પણ મેળવે છે. લાંબડિયા ગામનાં અરજણજી ઠાકોરે જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતીથી ખેતરની જમીનને પણ ફાયદો થાય છે અને જમીન ફળદ્રુપ બને છે. જમીનમાં પાકની ગુણવત્તા સારી થાય છે અને જે ધાન અને શાકભાજીને આરોગવાથી સ્વસ્થવર્ધક હોય છે.
આ પણ વાંચો - Gandhinagar : મુખ્યમંત્રીએ શહેરી વિકાસ માટે ₹2800 કરોડના કર્યા ચેક વિતરણ, અમદાવાદને મળ્યા સૌથી વધારે પૈસા
ખેડૂતોએ શા માટે કરવી જોઈએ પ્રાકૃતિક ખેતી? અહીં છે તેનો જવાબ
પ્રાકૃતિક ખેતી કરવાથી ભૂમિની ભેજ સંગ્રહ ક્ષમતા, ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય છે. માત્ર એક દેશી ગાયનાં ગોબર અને ગૌમૂત્રથી 30 એકર જમીનમાં ખેતી થઈ શકે છે, જેમાં નહીંવત ઉત્પાદન ખર્ચ આવે છે અને બજારમાં વધારે ભાવ મળે છે. તેમ જ પાણીની બચત થાય છે. પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યનું રક્ષણ, પોષણ અને સંવર્ધન થાય છે. ત્યારે લાંબડિયા ગામનાં ખેડૂત અરજણજી સાચા અર્થમાં અન્ય ખેડૂત જે પ્રાકૃતિક ખેતી કરવા ઈચ્છે છે તેમને માટે પ્રેરણાદાયી છે.
આ પણ વાંચો - Historic Agricultural Relief : સંકટ સમયે અન્નદાતાની પડખે અડીખમ ગુજરાત સરકાર


