Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Gandhinagar: "અમે કોઈ રાજનેતાને આગેવાન નહીં બનાવીએ" શંકરભાઈ ચૌધરીનું નિવેદન

Gandhinagar: આંજણા ચૌધરી સમાજના સર્વાંગી વિકાસ અને યુવા શક્તિના ઉત્થાન માટે એક ઐતિહાસિક ક્ષણ રહી છે. જમિયતપુરા (Jamiatpura) ખાતે અંદાજિત 300 કરોડ રૂપિયાના ખર્ચે વૈશ્વિક કક્ષાના વિશ્વ આંજણાધામનું (Vishwa Anjanadham) ભૂમિપૂજન સમારોહ યોજાયો હતો. આ ભવ્ય પ્રોજેક્ટના ભૂમિપૂજનમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તેમજ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી (Shankarbhai Chaudhary) વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
gandhinagar   અમે કોઈ રાજનેતાને આગેવાન નહીં બનાવીએ  શંકરભાઈ ચૌધરીનું નિવેદન
Advertisement
  • વિશ્વ આંજણાધામનો (Vishwa Anjanadham) ભૂમિપૂજન સમારોહ
  • વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની (Shankarbhai Chaudhary) ઉપસ્થિતિ
  • જમિયતપુરા શેરથા ટોલ ટેક્સ, અડાલજ પાસે યોજાયો સમારોહ
  • જમિયતપુરા -ગાંધીનગર ખાતે અંદાજે 300 કરોડથી વધુના ખર્ચે 'વિશ્વ આંજણાધામ'નું નિર્માણ

Gandhinagar: આંજણા ચૌધરી સમાજના સર્વાંગી વિકાસ અને યુવા શક્તિના ઉત્થાન માટે એક ઐતિહાસિક ક્ષણ રહી છે. જમિયતપુરા ખાતે અંદાજિત 300 કરોડ રૂપિયાના ખર્ચે વૈશ્વિક કક્ષાના વિશ્વ આંજણાધામનું ભૂમિપૂજન સમારોહ યોજાયો હતો.આ ભવ્ય પ્રોજેક્ટના ભૂમિપૂજનમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તેમજ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહ આંજણા ચૌધરી સમાજના શિક્ષણ, સંસ્કાર અને સંગઠનને મજબૂત બનાવવાની દિશામાં મહત્વનું પગલું ગણાય છે.

વિશ્વ આંજણાધામનો ભૂમિપૂજન સમારોહ

વિશ્વ આંજણાધામ અમદાવાદ-મહેસાણા હાઇવે પર કલોલ નજીક જમિયતપુરા ખાતે આવેલું છે અને સમાજના દાતાઓના સહયોગથી આકાર લઈ રહ્યું છે.આંજણા ચૌધરી સમાજના આગેવાનો અને સમાજસેવકો દ્વારા આ ધામને સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટેનું મહત્વનું પગલું ગણવામાં આવી રહ્યું છે. શંકરભાઈ ચૌધરીની હાજરીએ આ કાર્યક્રમને વધુ ગરિમા અને મહત્વ આપ્યું હતું.

Advertisement

Advertisement

શંકરભાઈ ચૌધરીનું નિવેદન

શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે, સમાજની સ્થિતિ સૌથી વધુ ખેતી અને પશુપાલન કરતો વર્ગ છે. સમાજના આગેવાનો આગળ આવે પરંતુ કોઈ રાજનેતાનું નામ આવે એટલે ડર લાગે. જેથી અમે કોઈ રાજનેતાને આગેવાન નહીં બનાવીએ સમાજના વ્યકતિ તરિકે જ રાખીશું તેવું નક્કી કરાયું છે. પૈસાની પાછળ રહી આપના સંસ્કાર ન ભૂલઈએ તે યાદ રાખજો, આધ્યાત્મિક શક્તિને સાથે ડેવલોપ કરીએ ,યુવા આવનારી પેઢી માટે પણ મદદરૂપ થાય તે રીતે કામ કરીએ.

વધુમાં તેમણે કહ્યું કે, કોમનવેલ્થ આવે ત્યારે દીકરા દીકરીઓને સ્પોટસ ક્ષેત્રે,કોઈ કંપનીના CEO તરીકે જાય તે દિશામાં કામ કરાવું જોઈએ  માત્ર AIS  IPS માટે જ નહીં અન્ય ક્ષેત્રે સમાજના યુવા આગળ આવે તે મુજબ વ્યવસ્થા કરીએ,આંજણો એટલે દારૂ ડ્રગ્સ સહિતના વ્યસન ન કરતા હોવો જોઈએ ,આંજણાની ઓળખ,વ્યખ્યા વ્યસન મુક્ત હોવી જોઈએ.

નવીન આંજણાધામની વિશેષતા

અંદાજે 6.50 લાખ ચોરસ ફૂટની વિશાળ જગ્યામાં થશે 'આંજણાધામ'નું નિર્માણ

2500 થી વધુ વિદ્યાર્થીઓને મળશે એક જ જગ્યાએ તમામ શૈક્ષણિક સુવિધાઓ

વિદ્યાર્થીઓને રહેવા માટે સુવિધાથી સજ્જ કુલ -572 કક્ષ ધરાવતી આધુનિક હોસ્ટેલ તૈયાર કરાશે

200 વિદ્યાર્થીઓ બેસી શકે તેવા પ્રોજેક્ટરથી સજ્જ બે વિશાળ વર્ગ ખંડો, અન્ય છ ખંડો

250 થી વધુ કોમ્પ્યુટર સાથેની AI આધારિત સજ્જ અત્યાધુનિક કમ્પ્યુટર લેબ તૈયાર

વૈશ્વિક રમતોમાં યુવાનોને તૈયાર કરવા

285 મીટર રનિંગ ટ્રેક, ફૂટબોલ, બેડમિન્ટન કોર્ટ, વોલિબોલ, બાસ્કેટ બોલ કોર્ટ ઉપરાંત ઇન્ડોર ગેમ્સ માટેની સુવિધાઓ

ભવનના 12 અને 13 મા માળે ઇન્ડોર રમત માટે સુવિધાઓ

આ પણ વાંચો:  PM Modi Gujarat Visit: પૂર્વજોના બલિદાનની વાત કરતા PM Modi એ શું કહ્યું?

Tags :
Advertisement

.

×