Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

BJP Sense Process: ભાજપની સેન્સ પ્રક્રિયાનો આજે છેલ્લો દિવસ! કોના નસીબ ખુલશે?

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ભાજપની ત્રિદિવસીય સેન્સ પ્રક્રિયાનો આજે અંતિમ દિવસ છે. જામનગર, જૂનાગઢ અને વલસાડ સહિતના જિલ્લાઓમાં મેયર અને ચેરમેન જેવા પદો માટે નિરીક્ષકોએ દાવેદારોને સાંભળ્યા હતા. તૈયાર કરાયેલી પેનલ હવે પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડને સોંપવામાં આવશે, જ્યાં હોદ્દેદારોના નામ પર આખરી મહોર મારવામાં આવશે.
bjp sense process  ભાજપની સેન્સ પ્રક્રિયાનો આજે છેલ્લો દિવસ  કોના નસીબ ખુલશે
Advertisement
  • BJP Sense Process: ચૂંટણી બાદ BJP ની Sense પ્રક્રિયા
  • ત્રિદિવસીય ભાજપની સેન્સ પ્રક્રિયાનો આજે અંતિમ દિવસ
  • મેયર, ડે.મેયર અને સ્ટેડિંગ કમીટી ચેરમેનના પદે માટે સેન્સ લેવાઈ

BJP Sense Process: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ હવે પાલિકા અને પંચાયતોમાં શાસન ધુરા સંભાળનારા હોદ્દેદારોની નિમણૂક માટે ભાજપ દ્વારા કવાયત તેજ કરવામાં આવી છે. રાજ્યભરમાં ચાલી રહેલી ત્રિદિવસીય સેન્સ પ્રક્રિયા (Sense Process) નો આજે અંતિમ દિવસ છે. આ પ્રક્રિયા દરમિયાન મેયર (Mayor), ડેપ્યુટી મેયર (Deputy Mayor) અને સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન (Standing Committee Chairman) જેવા મહત્વના હોદ્દાઓ માટે દાવેદારોના મંતવ્યો લેવામાં આવી રહ્યા છે. પક્ષના પાયાના કાર્યકરોથી લઈને વરિષ્ઠ આગેવાનો સુધીના તમામ સભ્યોની રજૂઆતો સાંભળવા માટે નિરીક્ષકોની ટીમો સક્રિય બની છે.

સંગઠનની મજબૂતીને ધ્યાને રાખી વિચારણા

આજે પ્રક્રિયાના અંતિમ દિવસે કચ્છ, જામનગર, નવસારી, જૂનાગઢ, સાબરકાંઠા, છોટાઉદેપુર, પાટણ, વલસાડ અને નડિયાદ સહિતના અનેક જિલ્લાઓમાં ભાજપની સેન્સ પ્રક્રિયા યોજાઈ છે. નિરીક્ષકો દ્વારા દરેક બેઠક પરના સંભવિત ઉમેદવારોની લાયકાત, પક્ષ પ્રત્યેની વફાદારી અને લોકપ્રિયતાના આધારે વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે. ખાસ કરીને મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં જ્ઞાતિગત સમીકરણો અને સંગઠનની મજબૂતીને ધ્યાનમાં રાખીને નામોની વિચારણા કરવામાં આવી રહી છે.

Advertisement

શીર્ષ નેતૃત્વ દ્વારા લેવાશે આખરી નિર્ણય

સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ નિરીક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલી હોદ્દેદારોની પેનલને પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડ (State Parliamentary Board) સમક્ષ રજૂ કરવામાં આવશે. આખરી નિર્ણય પક્ષના શીર્ષ નેતૃત્વ દ્વારા લેવામાં આવશે, જે બાદ સત્તાવાર રીતે નામોની જાહેરાત કરવામાં આવશે. પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા પસંદ કરાયેલા નામો જ આગામી સમયમાં સ્થાનિક પ્રશાસનનું સુકાન સંભાળશે, જેના પર હાલ સમગ્ર રાજ્યના રાજકીય ફલકની નજર ટકેલી છે.

Advertisement

આ પણ વાંચોઃ Rajkot માં AAP ને મોટો ફટકો, વિજેતા ઉમેદવાર ચંદુભાઈ જાદવે કેસરિયો ધારણ કર્યો

Tags :
Advertisement

.

×