Gandhinagar: બિલ્ડર પુત્ર આત્મહત્યા કેસમાં ફરાર કલ્પેશ તલાટી પોલીસ સમક્ષ હાજર, જાણો મામલો
ગાંધીનગરના સુઘડમાં રહેતા બિલ્ડર પુત્ર ઋષભ પટેલે લગ્નના 13 જ દિવસમાં ત્રણ શખ્સોના ત્રાસથી કેનાલમાં કૂદી આત્મહત્યા કરી હતી. આ કેસમાં ફરાર આરોપી કલ્પેશ તલાટી પોલીસ સમક્ષ હાજર થતા તપાસ તેજ બની છે. પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન (Reconstruction) કર્યું છે, જ્યારે અન્ય એક આરોપી હજુ ફરાર છે.
Advertisement
- Gandhinagar માં બિલ્ડર પુત્રના આત્મહત્યાનો મામલો
- ઋષભ પટેલ આત્મહત્યા કેસ મામલે મહત્વના સમાચાર
- ફરાર આરોપીમાંથી એક આરોપી થયો પોલીસ સમક્ષ હાજર
Gandhinagar Builder Son Suicide Case: ગાંધીનગરમાં ચકચારી બનેલા ઋષભ પટેલ (Rishabh Patel) આત્મહત્યા કેસમાં તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. આ કેસમાં લાંબા સમયથી ફરાર મુખ્ય આરોપીઓ પૈકીના એક કલ્પેશ તલાટી (Kalpesh Talati) એ આખરે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી તેને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન (Reconstruction) કરાયું હતુ.

