Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gandhinagar માં CCE પરીક્ષા પદ્ધતિ સામે ઉમેદવારોનો હલ્લાબોલ, ઓફલાઇન પરીક્ષાની ઉગ્ર માગ

ગાંધીનગરમાં CCE પરીક્ષાના હજારો ઉમેદવારોએ 7300 જગ્યાઓની ભરતી માટે અમલી CBRT પદ્ધતિ અને નોર્મલાઇઝેશન પ્રક્રિયાનો સખત વિરોધ કર્યો છે. ઉમેદવારોનો આક્ષેપ છે કે ઓનલાઇન પદ્ધતિમાં ગુણાંકની ગણતરીથી અન્યાય થાય છે, તેથી પારદર્શિતા જાળવવા માટે પરીક્ષા ઓફલાઇન લેવી જોઈએ. યોગ્ય નિર્ણય ન લેવાય તો ઉમેદવારોએ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.
gandhinagar માં cce પરીક્ષા પદ્ધતિ સામે ઉમેદવારોનો હલ્લાબોલ  ઓફલાઇન પરીક્ષાની ઉગ્ર માગ
Advertisement

Gandhinagar ગૌણ સેવા પસંદગી મંડળ ખાતે ઉમેદવારો પહોંચ્યા
CCE પરીક્ષામાં CBRT પદ્ધતિનો ઉમેદવારો દ્વારા વિરોધ
પરીક્ષા ઓનલાઇન નહીં પણ ઓફલાઇન લેવા રજૂઆત

Gandhinagar: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા આયોજિત સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (CCE) ને લઈને રાજ્યભરના ઉમેદવારોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓ ગાંધીનગર ખાતે મંડળની કચેરીએ બેનરો સાથે એકત્રિત થયા હતા અને પરીક્ષા પદ્ધતિ સામે પોતાનો વિરોધ (Opposition) નોંધાવ્યો હતો.

Advertisement

કોમ્પ્યુટર બેઝ્ડ રિક્રુટમેન્ટ ટેસ્ટ પદ્ધતિ દૂર કરવા માંગ

ઉમેદવારોની મુખ્ય માંગણી એ છે કે હાલમાં જે કોમ્પ્યુટર બેઝ્ડ રિક્રુટમેન્ટ ટેસ્ટ (CBRT) પદ્ધતિ અમલમાં છે, તેને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે. આ પદ્ધતિને બદલે પરંપરાગત રીતે લેવાતી ઓફલાઇન (Offline) ઓએમઆર પદ્ધતિનો ઉપયોગ કરીને પરીક્ષા લેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. ઉમેદવારોનું માનવું છે કે ઓનલાઇન પરીક્ષામાં પારદર્શિતાનો અભાવ અને ટેકનિકલ ખામીઓની સંભાવના વધુ રહેલી છે.

Advertisement

નોર્મલાઇઝેશનના કારણે ગુણમાં તફાવત?

આ વિરોધનું સૌથી મોટું કારણ 'નોર્મલાઇઝેશન' (Normalization) પ્રક્રિયા છે. ઉમેદવારોનો આક્ષેપ (Allegation) છે કે જ્યારે પરીક્ષા અલગ-અલગ દિવસો અને શિફ્ટમાં લેવામાં આવે છે, ત્યારે નોર્મલાઇઝેશન પદ્ધતિના કારણે ગુણમાં મોટો તફાવત (Discrepancy) સર્જાય છે. ઘણા કિસ્સાઓમાં મહેનતુ ઉમેદવારોના ગુણ ઘટી જાય છે, જ્યારે અમુકના ગુણ અપ્રમાણસર વધી જાય છે. આ અન્યાયી પ્રક્રિયા સામે ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ આ પ્રક્રિયાને રદ કરવાની માંગ કરી રહ્યા છે.

7300 જગ્યાઓ માટે યોજાઈ રહી છે પરીક્ષા

નોંધનીય છે કે રાજ્ય સરકાર દ્વારા આશરે 7300 જેટલી મહત્વની જગ્યાઓ (Vacancies) માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આટલી વિશાળ સંખ્યામાં સરકારી નોકરીની તકો હોવા છતાં, પરીક્ષા પદ્ધતિની જટિલતા ઉમેદવારો માટે ચિંતાનો વિષય બની છે. હાલ ઉમેદવારોએ પોતાની સમસ્યાઓની ગૌણ સેવા પસંદગીને રજૂઆત કરી છે. હવે જોવું રહ્યું કે તેમની સમસ્યાનો ઉકેલ આવે છે કે નહીં.

આ પણ વાંચોઃ Surat માં લિફ્ટ ખોટકાતાં માંડ માંડ લોકોને બહાર કઢાયા, કાળજું કંપાવી દે તેવી ઘટના

Tags :
Advertisement

.

×