ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gandhinagar : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે GIFT-IFI, GIFT-IFIH નું ઉદઘાટન

તેમણે જણાવ્યું કે, ગુજરાતનું GIFT સિટી, ભારતને ગ્લોબલ ફિન્ટેક હબ બનાવવાના વડાપ્રધાનના વિઝનનું ઉત્તમ ઉદાહરણ છે.
04:56 PM Jan 17, 2025 IST | Vipul Sen
તેમણે જણાવ્યું કે, ગુજરાતનું GIFT સિટી, ભારતને ગ્લોબલ ફિન્ટેક હબ બનાવવાના વડાપ્રધાનના વિઝનનું ઉત્તમ ઉદાહરણ છે.
GiFT_Gujarat_first
  1. ગિફ્ટ સિટી ગાંધીનગરમાં GIFT-IFI, GIFT-IFIH નું ઉદઘાટન
  2. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે ઉદઘાટન કરાયું
  3. ગિફ્ટનાં ચેરમેન ડૉ. અઢિયા સહિત એકેડેમી પાર્ટનર્સની પ્રેરક ઉપસ્થિતિ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) GIFT સિટીમાં સ્ટાર્ટઅપ માટેનાં એક નવતર અભિગમ રૂપે ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિન્ટેક ઇન્સ્ટિટ્યૂટ (ગિફ્ટ-આઈ.એફ.આઈ.) અને ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિન્ટેક ઇન્સ્ટિટ્યૂટ ઇનોવેશન હબનું (ગિફ્ટ-આઈ.એફ.આઈ.એચ.) ઉદઘાટન કર્યું હતું. ગુજરાતમાં સ્પેસિફિક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ઊભી કરવાની નેમ સાથે આ ઈનીસ્યેટીવઝ શરૂ થઈ રહ્યા છે તેમ આ તકે મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, પાછલા એક દશકમાં દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ફિન્ટેક ક્રાંતિનો અનુભવ સૌ કોઈએ કર્યો છે. આ ક્રાંતિને પરિણામે દેશમાં ફાઇનાન્સિયલ એક્ટિવિટીઝ મોટાભાગે ડિજિટલાઈઝડ થઈ ગઈ છે. એટલું જ નહીં, અફોર્ડેબલ ડેટા, રોબસ્ટ બેન્કિંગ સર્વિસિસ અને યુનિક ઇનોવેશનથી ભારત ફિન્ટેક સેક્ટરમાં ગ્લોબલ લીડર તરીકે ઉભરી રહ્યું છે એમ પણ ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું.

તેમણે જણાવ્યું કે, ગુજરાતનું GIFT સિટી, ભારતને ગ્લોબલ ફિન્ટેક હબ બનાવવાના વડાપ્રધાનના (PM Narendra Modi) વિઝનનું ઉત્તમ ઉદાહરણ છે. દેશનું એકમાત્ર ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર અને બુલિયન એક્સચેન્જ અહીં કાર્યરત છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં શરૂ થઈ રહેલું ફિનટેક ઇનોવેશન હબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના IT એટલે કે ઇન્ડિયા ટુમોરોના વિઝનને સાકાર કરશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, આ વિઝનને સાકાર કરવા સાથે જ આ ફિન્ટેક ઇનોવેશન હબ હજારો યુવા ઉદ્યમીઓને નવી તકો અને યંગ પ્રોફેશનલ્સને નવા રોજગાર અવસર પૂરા પાડશે. આ યંગ પ્રોફેશનલ્સની સ્કિલ અને ઇનોવેશનથી ગુજરાત 2029 સુધીમાં ગ્લોબલ ફિન્ટેક રિવોલ્યુશનમાં અગ્રણી રાજ્ય બનશે એવી આશા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.

ગિફ્ટ સિટીનાં ચેરમેન ડૉ. હસમુખ અઢિયાએ (Dr. Hasmukh Adhia) આ પ્રસંગે પોતાનાં વક્તવ્યમાં કહ્યું કે, ફિન્ટેક સેક્ટરમાં ટૂંકાગાળાની તાલીમ અને ઉદ્યમીઓને યોગ્ય સહયોગ મળી રહે તે માટે આ પ્રકારના ઇનોવેશન હબની ગુજરાતમાં આવશ્યકતા હતી. ગિફ્ટ સિટીએ ફિન્ટેક સેક્ટરમાં યુવાનોને પોતાનું કૌશલ્ય બતાવવાની તક આપવા આ ઇનોવેશન હબ કાર્યરત કર્યું છે. એટલું જ નહીં, ગિફ્ટ સિટીનાં ટાવર-ટુમાં 1800 સ્ક્વેર ફીટ “રેડી ટુ યુઝ” જગ્યા પણ ફાળવી આપી છે. સ્ટાર્ટઅપ્સને મેન્ટરિંગ ફેસિલિટીઝ પણ અપાશે, તેમ તેમણે જણાવ્યું હતું.

GIFT સિટીએ ખૂબ ટૂંકા સમયમાં જ આ ફિનટેક ઈન્સ્ટિટ્યૂટ અને ઈનોવેશન હબ રાજ્ય સરકારનાં સહયોગથી કાર્યરત કર્યા છે, તે માટે ડો. અઢિયાએ ગિફ્ટ સિટીનાં સૌને બિરદાવ્યા હતા.ગિફ્ટ સિટીનાં એમડી અને સી.ઈ.ઓ. તપન રે એ સ્વાગત પ્રવચનમાં ઇનોવેશન હબનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કર્યો હતો. રાજ્યનાં સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગનાં અગ્ર સચિવ મોના ખંધારે પણ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. આ ઈનિશિયેટિવ્ઝનાં પાર્ટનર પ્લેટફોર્મ ‘પ્લગ એન્ડ પ્લે’ના સહ-સ્થાપક જોજો ફ્લોરેસ, એકેડેમિક પાર્ટનર્સ અમદાવાદ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પંકજ ચંદ્રા, આઈ.આઈ.ટી.-ગાંધીનગરનાં (Gandhinagar) ડિરેક્ટર રજત મુના અને યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાનાં સ્કૂલ ઓફ કમ્પ્યુટિંગ, ઈન્ફોર્મેશન એન્ડ ડેટા સાયન્સનાં ઈન્ટ્રીમ ડીન રાજેશ ગુપ્તા, એ.ડી.બી.નાં ડેપ્યુટી કન્ટ્રી ડાયરેક્ટર આરતી મેહરા વગેરેએ પણ સંબોધન કર્યા હતા. આ ઉદઘાટન સત્રમાં ફિન્ટેક સેક્ટરનાં અગ્રણીઓ, યુવા ઉદ્યમીઓ અને છાત્રો તથા આમંત્રિતો સહભાગી થયા હતા.

Tags :
Breaking News In GujaratiCM Bhupendra PatelGift CityGIFT City Chairman Dr. Hasmukh AdhiaGIFT International Fintech InstituteGIFT International Fintech Institute Innovation HubGIFT-IFIGIFT-IFIHGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsLatest News In GujaratiNews In GujaratiPrime Minister Narendra Modi
Next Article