ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gandhinagar : મુખ્યમંત્રી કાર્યાલય- CMO ને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, યુદ્ધના ધોરણે તપાસ શરુ

દિલ્હી, બેંગલુરની સ્કૂલો, અમૃતસરના સુવર્ણ મંદિર બાદ હવે ગાંધીનગર સ્થિતિ મુખ્યમંત્રી કાર્યાલય (CMO) ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ચકચાર મચી ગઈ છે. વાંચો વિગતવાર.
09:12 AM Jul 19, 2025 IST | Hardik Prajapati
દિલ્હી, બેંગલુરની સ્કૂલો, અમૃતસરના સુવર્ણ મંદિર બાદ હવે ગાંધીનગર સ્થિતિ મુખ્યમંત્રી કાર્યાલય (CMO) ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ચકચાર મચી ગઈ છે. વાંચો વિગતવાર.
CMO Gujarat First-19-07-2025

Gandhinagar : હજૂ તો દિલ્હી અને બેંગલુરુની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યાના સમાચારની સ્યાહી સુકાઈ નથી ત્યાં જ ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રી કાર્યાલય (CMO) ને આ પ્રકારની ધમકી મળી છે. જેમાં ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રી કાર્યાલાય (CMO) સહિત રાજ્યના મહત્વની કચેરીઓને પણ બોમ્બથી ઉડાવી દેવાનો ઉલ્લેખ કરાયો છે. આ ધમકી એક ઈમેલ દ્વારા આપવામાં આવી છે. આ ધમકી મળ્યા બાદ પોલીસ વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે તપાસ શરુ કરી દેવામાં આવી છે.

ધમકીભર્યો ઈમેલ મળ્યો

આજે ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રી કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. આ ઈમેલમાં મુખ્યમંત્રી કાર્યાલય ઉપરાંત કલેક્ટર કચેરી જેવી મહત્વની કચેરીઓને પણ બોમ્બથી ઉડાવી દેવામાં આવશે તેવો ઉલ્લેખ કરાતા હડકંપ મચી ગયો છે. ઈમેલમાં તમિલનાડુના પત્રકારો, રાજકીય અગ્રણીઓ વગેરેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઈમેલમાં પંજાબના અમૃતસર ખાતે આવેલા સુવર્ણ મંદિર (Golden Temple) નો પણ ઉલ્લેખ કરાયો છે. જે સંદર્ભે લખવામાં આવ્યું છે કે, પંજાબના અમૃતસરમાં આવેલા સુવર્ણ મંદિર બાદ ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયમાં વિસ્ફોટ થશે. આ સમગ્ર મામલે ગાંધીનગરના સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધીને યુદ્ધના ધોરણે તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ  Ahmedabad : અમદાવાદમાં ફેમિલી કોર્ટના જજ સાથે 94 હજારની ઓનલાઈન છેતરપિંડી થતા હડકંપ મચ્યો

એક સાથે 80થી વધુ સ્કૂલોને ધમકી

ગતરોજ દિલ્હીની 40 અને બેંગલુરુની 45 જેટલી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. દેશની રાજધાનીમાં આટલી સ્કૂલોને એકસાથે બોમ્બ થ્રેટ મળતા ચકચાર મચી ગઈ હતી. દિલ્હીમાં મળેલ ધમકી બાદ રાજકારણ પણ ગરમાયું હતું. આમ આદમી પાર્ટીએ ભાજપના શાસન પર સવાલ ઉઠાવ્યા હતા. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશીએ બાળકો, શિક્ષકોની સુરક્ષા વિશે આકરા વાકપ્રહાર કર્યા હતા. જ્યારે બેંગલુરુમાં એક સાથે 45 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ વાલીઓ, પોલીસ વિભાગ, બોમ્બ સ્ક્વોડ, ફાયર ડિપાર્ટમેન્ટ વિવિધ સ્કૂલો પર ધસી આવ્યા હતા.

આ પણ વાંચોઃ Gujarati Top News : આજે 19 જુલાઈ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં ?

Tags :
Bomb ThreatBomb Threat EmailCMOCollector's OfficeGandhinagarGolden-TempleGujarat FirstGUJARAT FIRST NEWSTamil Nadu leaders
Next Article