Gandhinagar: "PM મોદીની વિકાસની રાજનીતિનો વિજય થયો" CM Bhupendrabhai Patel એ ભાજપની જીતને વધાવી
- Gandhinagarકમલમમાં નેતા-કાર્યકરોનો ભારે જમાવડો
- CM Bhupendrabhai Patel ની હાજરીમાં કમલમમાં જશ્ન
- CM ભૂપેન્દ્રભાઈ પટેલે PM Modi ને આપ્યા અભિનંદન
- CM એ બંગાળ અને ઉમરેઠમાં જીત બદલ પાઠવ્યા અભિનંદન
Gandhinagar: ગાંધીનગર (Gandhinagar) સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલય 'કમલમ' ખાતે આજે ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણી અને ઉમરેઠ પેટાચૂંટણી (Umreth election) માં પક્ષના શાનદાર વિજયને વધાવવા માટે અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. ઢોલ-નગારાના ગુંજારવ અને આતશબાજી વચ્ચે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખની હાજરીમાં વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો.
Gandhinagar ના 'કમલમ' ખાતે CM ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં વિજયોત્સવ
પશ્ચિમ બંગાળ સહિત ત્રણ રાજ્યોના ચૂંટણી પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીના વિજયને પગલે ગુજરાત ભાજપમાં ભારે હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે. ગાંધીનગર કમલમ ખાતે આ જીતની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. ખાસ કરીને બંગાળના વિજયને લ્હાવો લેવા માટે નેતાઓ અને કાર્યકરોએ બંગાળી મીઠાઈ 'રસગુલ્લા' દ્વારા એકબીજાના મોં મીઠા કરાવ્યા હતા. આ ઉપરાંત, ચૂંટણી પ્રચાર દરમિયાન ચર્ચામાં રહેલી બંગાળી વાનગી 'ઝાલમુરી'ની પણ જયાફત માણવામાં આવી હતી. કમલમ પરિસરમાં ઝાલમુરીની લારીઓ લગાવીને કાર્યકરોએ ભવ્ય જીતનો આનંદ વ્યક્ત કર્યો હતો.
BJP Victory in West Bengal
West Bengal માં ભાજપની ઐતિહાસિક જીત પર CM Bhupendrabhai Patel નું નિવેદન | PM Modi નો માન્યો આભાર@CMOGuj @Bhupendrapbjp @iJagdishBJP @sanghaviharsh @BJP4Gujarat @BJP4India @PMOIndia @narendramodi @jitu_vaghani #BhupendraPatel #WestBengalElection… pic.twitter.com/zJIyVnfEez— Gujarat First (@GujaratFirst) May 4, 2026
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું નિવેદન
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ ઐતિહાસિક જીત બદલ આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપની જીત બદલ હું આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ વિજય ભાજપના લાખો કાર્યકર્તાઓની અથાક મહેનતનું પરિણામ છે. વધુમાં, ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણીમાં પણ જનતાએ ભાજપ પર વિશ્વાસ મૂકીને વિજયી બનાવ્યો છે, જે બદલ હું મતદારોનો આભાર માનું છું."
આ પણ વાંચો: Gandhinagar: બંગાળમાં 'કમળ' ખીલતા કમલમમાં જલસો, ઝાલમુરીની જયાફત સાથે વિજયોત્સવ


