Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar : CM Bhupendra Patel ની બીજી ટર્મને આજે 2 વર્ષ પૂર્ણ, મુખ્યમંત્રીએ કહી આ વાત!

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી નાગરિકોના સહયોગ બદલ આભાર માન્યો છે.
gandhinagar   cm bhupendra patel ની બીજી ટર્મને આજે 2 વર્ષ પૂર્ણ  મુખ્યમંત્રીએ કહી આ વાત
Advertisement
  1. CM Bhupendra Patel ની સરકારનાં બીજા ટર્મને આજે 2 વર્ષ પૂર્ણ
  2. મુખ્યમંત્રીએ ટ્વીટ કરી સહયોગ બદલ નાગરિકોનો આભાર માન્યો
  3. Gandhinagar માં કાર્યક્રમમાં સરકારમાં નિમણૂક ઉમેદવારોને નિમણૂક પત્ર અપાયાં

રાજ્યનાં CM Bhupendra Patel ની બીજી ટર્મની સરકારને આજે બે વર્ષ પૂર્ણ થયા છે. આ નિમિત્તે ગાંધીનગરમાં (Gandhinagar) મહાત્મા મંદિર ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી નાગરિકોના સહયોગ બદલ આભાર માન્યો છે. ગાંધીનગરનાં કાર્યક્રમ દરમિયાન સરકારમાં નિમણૂક પામેલા ઉમેદવારોને CM નાં હસ્તે નિમણૂક પત્ર પણ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો - Gopal Namkeen fire : શંકાસ્પદ આગની ઘટના બાદ માલિકની પ્રતિક્રિયા, જાણો શું કહ્યું ?

Advertisement

Advertisement

વિકાસ અને વિરાસત સાથે રાખી ગુજરાત અગ્રેસર રહેવા પ્રતિબદ્ધ છે : CM ભૂપેન્દ્ર પટેલ

ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારની બીજી ટર્મ ચાલી રહ્યી છે, CM ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વમાં સફળ સુશાસનને આજે બે વર્ષ પૂર્ણ થયા છે. આ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી રાજ્યનાં તમામ નાગરિકોનાં સહયોગ બદલ આભાર માન્યો છે. તેમણે લખ્યું કે, આપણે PM નરેન્દ્ર મોદીનાં (PM Narendra Modi) માર્ગદર્શન હેઠળ વિકાસપથ પર આગળ વધી રહ્યા છે. વિકાસ અને વિરાસત સાથે રાખી ગુજરાત અગ્રેસર રહેવા પ્રતિબદ્ધ છે. આવનારા વર્ષમાં પણ ‘ટીમ ગુજરાત’ પ્રજાની સેવા માટે કાર્યરત રહેશે.

આ પણ વાંચો - ગુજરાત સહિત 5 રાજ્યોમાં NIA ના દરોડા, જૈશ-એ-મોહમ્મદ સામે કડક કાર્યવાહી...

સરકારમાં નિમણૂક 600 લોકોને નિમણૂક પત્ર અપાયાં

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની બીજી ટર્મનાં આજે બે વર્ષ પૂર્ણ થતાં ગાંધીનગરનાં મહાત્મા મંદિર (Mahatma Mandir) ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન સરકારમાં નિમણૂક પામેલા 600 જેટલા લોકોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં હસ્ત સરકારી કર્મચારીઓને આ નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો - CGST ની નોટિસ, મીડિયાની પ્રવેશબંધી અને માલિકોનો ઢાંકપિછોડો! Gopal Namkeen fire સવાલોનાં ઘેરામાં

Tags :
Advertisement

.

×