ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gandhinagar : CM ભૂપેન્દ્ર પટેલનો શહેરી વિકાસ વર્ષ-2025 માં વધુ એક મહત્ત્વપૂર્ણ અભિગમ

CM ભૂપેન્દ્ર પટેલે નવરચિત મહાનગરપાલિકાઓ સહિત રાજ્યનાં નગરો-શહેરોમાં લોકહિતનાં કામોને પણ વેગવંતા બનાવ્યા છે.
04:28 PM Apr 20, 2025 IST | Vipul Sen
CM ભૂપેન્દ્ર પટેલે નવરચિત મહાનગરપાલિકાઓ સહિત રાજ્યનાં નગરો-શહેરોમાં લોકહિતનાં કામોને પણ વેગવંતા બનાવ્યા છે.
CM_Gujarat_first 2
  1. નવરચિત મહાનગરપાલિકાઓને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ-સિટી બ્યુટીફિકેશન જેવા કામો માટે 585.53 કરોડ (Gandhinagar)
  2. રાજ્યની ત્રણ MNP ને વિકાસ કામો માટે 105.03 કરોડ અને બે શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળોને 473.19 કરોડ
  3. નવરચિત MNP માં જાહેર પરિવહન બસ સેવા સંચાલન માટે CM શહેરી બસ પરિવહન યોજનામાંથી 39 કરોડ રૂપિયા અપાશે
  4. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે કામો હાથ ધરાશે

Gandhinagar : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) વિકસિત ગુજરાત @2047 ના વિઝનથી વિકસિત ભારત@2047 (Developed India @2047) માટે રાજ્યને અગ્રેસર રાખવાની નેમ સાથે શહેરો અને શહેરી વિસ્તારોનાં સુઆયોજિત વિકાસ માટે 1202.75 કરોડ રૂપિયાના વિકાસ કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. રાજ્ય સરકારે 2025 નાં વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઊજવવા સાથે શહેરોમાં સસ્ટેનેબલ અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જનસુખાકારી સુવિધાઓથી નાગરિકોનાં ‘અર્નિંગ વેલ-લિવિંગ વેલ’ ને સાકાર કરવાનો વ્યૂહ અપનાવ્યો છે.

મુખ્યમંત્રીએ આ રૂ. 1202.75 કરોડનાં વિકાસ કામોની સૈદ્ધાંતિક અનુમતિ આપી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) આ સંદર્ભમાં રાજ્યમાં નવી નવ મહાનગરપાલિકાઓની રચના કરી છે. એટલું જ નહિં, આ નવરચિત મહાનગરપાલિકાઓ સહિત રાજ્યનાં નગરો-શહેરોમાં લોકહિતનાં કામોને પણ વેગવંતા બનાવ્યા છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આવા કામો માટે નાણાં ફાળવણીનાં ઉદાત્ત અભિગમને આગળ ધપાવતાં મુખ્યમંત્રીએ આ રૂ. 1202.75 કરોડનાં વિકાસ કામોની સૈદ્ધાંતિક અનુમતિ આપી છે. મુખ્યમંત્રીએ આ હેતુસર રાજ્યની નવરચિત 8 મહાનગરપાલિકાઓમાં રોડ રસ્તા, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઇટ, સેનિટેશન જેવા ભૌતિક આંતરમાળખાકીય સુવિધાનાં કામો ઉપરાંત આંગણવાડી, શાળાનાં મકાનો, લાઇબ્રેરી, અર્બન હેલ્થ સેન્ટર વગેરે સામાજિક આંતરમાળખાકીય સુવિધાનાં કામો માટે નાણાં ફાળવ્યા છે.

CNG બસોનાં સંચાલન માટે ત્રણ વર્ષ સુધી દર વર્ષે રૂ. 39 કરોડ આપવાનો નિર્ણય

આ ઉપરાંત, અર્બન મોબિલિટી, સિટી બ્યુટીફિકેશન, આગવી ઓળખનાં કામો, પાણી પુરવઠાનાં અને વરસાદી પાણીનાં નિકાલના કામો વગેરે કામો માટે રૂપિયા 585.83 કરોડનાં ખર્ચની સૈદ્ધાંતિક અનુમતિ આપી છે. તદઅનુસાર, નવસારી (Navsari) મહાનગરપાલિકાને 81 કરોડ, નડિયાદને 75 કરોડ, આણંદને 78.07 કરોડ, સુરેન્દ્રનગરને 81.04 કરોડ, ગાંધીધામને (GandhiDham) 104.07 કરોડ તથા વાપીને 78.63 કરોડ તેમ જ પોરબંદરને 80.30 કરોડ અને મહેસાણાને 7.42 કરોડ રૂપિયાનાં વિકાસ કામો માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ આ નવરચિત મહાનગરપાલિકાઓમાં પબ્લિક ટ્રાન્સપોર્ટની માંગને પહોંચી વળવા માટે મુખ્યમંત્રી શહેરી બસ સેવાઓની CNG બસોનાં સંચાલન માટે વર્ષ 2025 થી 2027 નાં ત્રણ વર્ષ સુધી દર વર્ષે 39 કરોડ રૂપિયા આપવાનો પણ મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો - Navsari : કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે કહ્યું- એક સમયે નવસારી ઘસાતું હતું પરંતુ, મનપા બન્યા બાદ..!

વડોદરા અને સુરત અર્બન ડેવલપમેન્ટ એથોરિટીને ફાળવણી

આ નવરચિત મહાનગરપાલિકાઓ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) બે શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળો વડોદરા (Vadodara) અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીને અદ્યતન ખેલકૂદ સંકુલ માટે 72.52 કરોડ રૂપિયા તથા 60 એમ.એલ.ડી.નાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમ જ ચાર ટીપી વિસ્તારોમાં અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ નેટવર્કનાં કામો માટે કુલ 302.86 કરોડ મળીને કુલ રૂ. 375.38 કરોડ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ફાળવ્યા છે. ઉપરાંત, સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીને રોડ રિસરફેસિંગ અને નવા રસ્તા બનાવવા તથા LED સ્ટ્રીટ લાઈટનાં કામો માટે 97.81 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

આ પણ વાંચો - Ahmedabad : ગુજરાત રાજ્ય ફાર્માસિસ્ટ મંડળનાં પ્રમુખ તરીકે ચિરાગ સોલંકી બિનહરીફ

રસ્તા, પાણીની લાઈન, ગટર વ્યવસ્થા માટે કુલ 105.03 કરોડના કામોને મંજૂરી

રાજ્યની સુરત (Surat), વડોદરા અને ગાંધીનગર (Gandhinagar) મહાનગરપાલિકાઓને ખાનગી સોસાયટી જનભાગીદારી અંતર્ગતનાં કામો, આંતર માળખાકીય સુવિધાનાં કામો તેમજ રસ્તા, પાણીની લાઈન, ગટર વ્યવસ્થાના કામો માટે કુલ 105.03 કરોડ રૂપિયાના કામો મુખ્યમંત્રીએ મંજૂર કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ માટેનાં ગુજરાતનાં વિકાસ વિઝનમાં નાગરિકોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત જીવન, વધુ સારો અનુભવ અને શહેરોને સક્રિય, સ્માર્ટ અને ટકાઉ તેમજ ગતિશીલ શહેરી કેન્દ્રોમાં પરિવર્તિત કરવાની બાબતોને કેન્દ્ર સ્થાને રાખતાં આ 1202.75 કરોડ રૂપિયાની માતબર રકમ ફાળવી છે.

આ પણ વાંચો - Aravalli : CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે 282 કરોડનાં વિકાસ કાર્યોનું લોકાર્પણ, નાગરિકોને મળશે આ સુવિધા

Tags :
‘Earning Well-Living WellCM Bhupendra PatelCNG BusesDeveloped Gujarat @2047Developed India-2047GUJARAT FIRST NEWSMunicipal CorporationsNavsari Municipal CorporationPorbandarSuratSwarnim Jayanti Mukhyamantri Urban Development SchemeTop Gujarati NewUrban Development AuthorityVododara
Next Article