Gandhinagar : ટાઈફોઈડ રોગચાળાથી સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા માટે CM ભૂપેન્દ્રભાઈ પટેલે ઉચ્ચસ્તરીય બેઠક યોજી
- નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી વીડિયો કોન્ફરન્સથી સહભાગી થયા (Gandhinagar)
- મુખ્યમંત્રીએ દર્દીઓની સારવાર, રોગ નિયંત્રણ અને નિવારણ માટેના પગલાંઓ વધુ સઘન બનાવવાના દિશાનિર્દેશો આપ્યાં
- ગાંધીનગર સહિત રાજ્યના શહેરી ક્ષેત્રોમાં પીવાના પાણીના સેમ્પલ દરરોજ લઈ તેની યોગ્યતા અને ક્લોરિનેશનના રિપોર્ટ્સ મેળવ્યા પછી જ પાણી વિતરણ વ્યવસ્થા થાયઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
- કેસોની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો હોવાની વિગતો ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી
Gandhinagar : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે (CM Bhupendrabhai Patel) ગાંધીનગર શહેરમાં ટાઈફોઈડનાં રોગચાળાના (Typhoid) કારણે સર્જાયેલી સ્થિતિમાં મહાનગરપાલિકા અને રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સંયુક્તપણે લેવાઈ રહેલા દર્દીઓની સારવાર, રોગ નિયંત્રણ અને નિવારણ માટેના પગલાંઓ વધુ સઘન બનાવવા માટેના સૂચનો ઉચ્ચ સ્તરીય સર્વગ્રાહી સમીક્ષા બેઠકમાં કર્યા હતા.
85 સરવે ટીમ બનાવીને 1 લાખ 58 હજારથી વધુ લોકોનું સર્વેલન્સ કરાયું
ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનરે (Gandhinagar Municipal Corporation) આ રોગચાળાના નિયંત્રણ માટે મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય વિભાગના સંકલનમાં રહીને થઈ રહેલી કામગીરીની વિગતો મુખ્યમંત્રીને આ બેઠકમાં આપતા કહ્યું કે, હવે કેસોમાં ઉત્તરોત્તર ઘટાડો જોવા મળી રહ્યો છે. મહાનગરપાલિકા દ્વારા 85 સરવે ટીમ બનાવીને 1 લાખ 58 હજારથી વધુ લોકોનું સર્વેલન્સ કરવામાં આવ્યું છે. ક્લોરિન ટેબલેટ્સ અને ઓ.આર.એસ. પેકેટ પણ પૂરતા પ્રમાણમાં વિતરણ કરવામાં આવ્યાં છે. લીકેજીસનાં રિપેરિંગ કામ અગ્રતાનાં ધોરણે હાથ ધરાયા છે. તેમ જ તમામ પાણીના સ્ત્રોતોમાં સુપર ક્લોરિનેશન પણ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો - Banaskantha: ડિગ્રી છોડી ખેતી પકડી! 16 હજાર સ્ટોબેરીના પ્લાન્ટનું વાવેતર
CM ભૂપેન્દ્રભાઈ પટેલે ઉચ્ચ સ્તરીય સર્વગ્રાહી સમીક્ષા બેઠકમાં મહત્ત્વનાં સૂચનો આપ્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે (CM Bhupendrabhai Patel) પાણીજન્ય રાગચાળો ફેલાતો અટકાવવાના સઘન ઉપાયરૂપે ગાંધીનગર સહિત રાજ્યના શહેરી ક્ષેત્રોમાં પીવાનાં પાણીના સેમ્પલ દરરોજ લઈ તેની યોગ્યતા અને ક્લોરિનેશનનાં રિપોર્ટ્સ મેળવ્યા પછી જ પાણી વિતરણ વ્યવસ્થા થાય તે માટેના સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા હતા. મુખ્યમંત્રીએ હાલ પાઈપલાઈન અંગેના જે કામો પ્રગતિમાં છે, તેની ફિલ્ડ વિઝિટ કરીને ગુણવત્તા અને ચોકસાઈ સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી. તેમણે વોટર ટેસ્ટીંગનો વ્યાપ વધારવા અને લીકેજિસ તાત્કાલિક ધોરણે અટકાવવાના પગલાઓ લેવા તાકીદ કરી હતી.
ગાંધીનગર શહેરમાં ટાઈફોઈડના રોગચાળાના નિયંત્રણ અને નિવારણ માટે મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવેલા પગલાઓની સમીક્ષા કરીને આ કામગીરીને વધુ સઘન બનાવવા તંત્રને જરૂરી સૂચનાઓ આપી.
પાણીજન્ય રાગચાળો ફેલાતો અટકે તે માટે ગાંધીનગર સહિત રાજ્યના શહેરી ક્ષેત્રોમાં પીવાના પાણીના સેમ્પલ દરરોજ… pic.twitter.com/HQZngax3yP
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 6, 2026
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી વીડિયો કોન્ફરન્સ થકી જોડાયા
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (DyCM Harshbhai Sanghvi) વીડિયો કોન્ફરન્સ મારફતે તથા આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનો, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, પાણી પુરવઠા અને શહેરી વિકાસના અગ્ર સચિવઓ, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, શહેરી ક્ષેત્રના આરોગ્ય કમિશનર ડૉ. રતનકંવર ગઢવીચારણ અને ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી તેમ જ આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ અને તબીબો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો - Anand : ABVPના રાજ્ય અધિવેશનમાં નાયબ CM હર્ષભાઈ સંઘવીનો ડ્રગ્સ વિરુદ્ધ હુંકાર


