Gandhinagar : CM ભૂપેન્દ્રભાઈ પટેલ, DyCM હર્ષભાઈ સંઘવીની મહાત્મા મંદિર-જૂના સચિવાલય સુધી મેટ્રોમાં મુસાફરી
- વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ Gandhinagar ને આપી મેટ્રો ટ્રેનની ભેટ
- CM ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રીએ કરી મેટ્રોની મુસાફરી
- મહાત્મા મંદિરથી જૂના સચિવાલય સુધી મેટ્રોમાં કરી મુસાફરી
- મેટ્રોમાં મુસાફરી કરી રહેલા નાગરિકો સાથે કર્યો ખાસ સંવાદ
Gandhinagar : આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ (PM Narendrabhai Modi) ગાંધીનગરવાસીઓને વધુ એક મેટ્રો ટ્રેનની (Metro Train) સુવિધાની ભેટ આપી છે. આ મેટ્રો ટ્રેન થકી લોકો હવે મહાત્મા મંદિરથી જૂના સચિવાલય સુધીની મુસાફરી કરી શકશે. ત્યારે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendrabhai Patel) અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ (DyCM Harshbhai Sanghvi) જાહેર જનતા સાથે મેટ્રો ટ્રેનની મુસાફરી કરી હતી અને મુસાફરી કરી રહેલા નાગરિકો સાથે સંવાદ કર્યો હતો.
સામાન્ય નાગરિકની જેમ સીએમ અને ડેપ્યુટી સીએમની મેટ્રોમાં સવારી! | Gujarat First
ગાંધીનગર:મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કરી મેટ્રોની સવારી@PMOIndia @narendramodi @CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh #GandhinagarMetro #CMBhupendraPatel… pic.twitter.com/Bi1zj4PRhG
— Gujarat First (@GujaratFirst) January 11, 2026
આ પણ વાંચો - Rajkot: PM એ કર્યું વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન!, ગુજરાતમાં સૌથી મોટું AI ડેટા સેન્ટર બનશે!
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ Gandhinagar ને આપી મેટ્રો ટ્રેનની ભેટ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન આજે ગાંધીનગરને મોટી ભેટ આપી છે. પીએમ મોદીના હસ્તે મહાત્મા મંદિરથી (Mahatma Mandir) જૂના સચિવાલય સુધીની મેટ્રો ટ્રેન સેવાની શરૂઆત થઈ છે. ત્યારે, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendrabhai Patel) અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ મેટ્રો ટ્રેનની મુસાફરી કરી હતી, જેની કેટલીક તસવીરો સામે આવી છે.
આ પણ વાંચો - Regional Vibrant Gujarat Summit : રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશભાઇ અંબાણીનું નિવેદન, આપ્યા આ 5 વચન!
CM, DyCM મેટ્રોમાં મુસાફરી કરી રહેલા નાગરિકો સાથે કર્યો સંવાદ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ (DyCM Harshbhai Sanghvi) મહાત્મા મંદિરથી જૂના સચિવાલય સુધી મેટ્રોમાં મુસાફરી કરી હતી. ગુજરાતની જનતાને આધુનિક અને ઝડપી પરિવહન સુવિધા પૂરી પાડવાના સંકલ્પ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આજે ગાંધીનગર ખાતે મેટ્રો ટ્રેનના બીજા તબક્કાના રૂટ પર મેટ્રો ટ્રેનની મુસાફરી કરી હતી. મેટ્રોમાં મુસાફરી કરી રહેલા નાગરિકો અને વિદ્યાર્થીઓ સાથે પણ મુખ્યમંત્રીએ સહજ સંવાદ સાધ્યો હતો અને મેટ્રો સેવા અંગેના તેમના પ્રતિભાવો જાણ્યા હતા.
આ પણ વાંચો - SanskarSat-1 : સંસ્કારધામનાં ધો. 7 થી 12 નાં 15 વિદ્યાર્થીઓએ બનાવ્યો અનોખો ઉપગ્રહ, આ તારીખે ISRO કરશે લોન્ચ


