Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar : નિમણૂક પત્ર એનાયત સમારોહમાં CM ભૂપેન્દ્રભાઈ પટેલે રમૂજી અંદાજમાં કરી હળવી ટકોર!

ગાંધીનગર ખાતે નિમણૂક પત્ર એનાયત સમારોહનું આજે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં CM ભૂપેન્દ્રભાઈ પટેલનો રમૂજી અંદાજ ફરી એકવાર સૌને જોવા મળ્યો હતો. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે હળવી ટકોર કરી કહ્યું હતું કે, બધા લોકો એક જેવા નથી હોતા. આપણે વસુદેવ કુટુમ્બકમમાં માનવાવાળા. તમારા પરિવારમાંથી જ એક ઉમેદવાર આવ્યા. નિયુક્તિ પત્ર લેવા આવ્યા હતા તે તમે સૌએ જોયું.
gandhinagar   નિમણૂક પત્ર એનાયત સમારોહમાં cm ભૂપેન્દ્રભાઈ પટેલે રમૂજી અંદાજમાં કરી હળવી ટકોર
Advertisement
  1. CM Bhupendrabhai Patel ફરી હળવા મૂડમાં દેખાયા (Gandhinagar)
  2. ગાંધીનગરમાં નિમણૂક પત્ર એનાયતનો કાર્યક્રમ યોજાયો
  3. રમૂજી અંદાજમાં ભૂપેન્દ્રભાઈએ કરી હળવી ટકોર
  4. બધા લોકો એક જેવા નથી હોતાઃ CM ભૂપેન્દ્રભાઈ પટેલ
  5. આપણે વસુધૈવ કુટુમ્બકમમાં માનવાવાળાઃ CM

Gandhinagar : ગાંધીનગર ખાતે નિમણૂક પત્ર એનાયત સમારોહનું આજે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં CM ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendra Patel), DyCM હર્ષભાઈ સંઘવી, મંત્રી જીતુભાઈ વાઘાણી (Jitu Vaghani) સહિત ધારાસભ્યો, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સરકારના વિવિધ વિભાગમાં પસંદગી પામેલા ઉમેદવારો તેમના પરિવારજનો સાથે ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન, CM ભૂપેન્દ્રભાઈ પટેલનો રમૂજી અંદાજ ફરી એકવાર સૌને જોવા મળ્યો હતો. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે હળવી ટકોર કરી કહ્યું હતું કે, બધા લોકો એક જેવા નથી હોતા. આપણે વસુધૈવ કુટુમ્બકમમાં માનવાવાળા.

Gandhinagar નિમણૂક પત્ર એનાયત કાર્યક્રમમાં CM ની હળવી ટકોર!

ગાંધીનગર (Gandhinagar) ખાતે આજે યોજાયેલ નિમણૂક પત્ર એનાયત સમારોહમાં CM ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendra Patel) નાં હસ્તે સરકારના વિવિધ વિભાગમાં પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ સમારોહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (DyCM Harshbhai Sanghvi) પણ ઉપસ્થિત રહ્યા હતા. ગૌણ સેવા પસંદગી મંડળની (SSSB) વિવિધ ભરતીના ઉમેદવારોની નિમણૂક કરવામાં આવી છે. ભરતીમાં પસંદગી પામેલ 4473 જેટલા ઉમેદવારોને નિમણૂક પત્ર અપાયા છે. ત્યારે આ સમારોહ દરમિયાન CM ભૂપેન્દ્રભાઈ પટેલ હળવા મૂડમાં દેખાયા હતા. તેમણે હળવી ટકોર કરી કહ્યું હતું કે, બધા લોકો એક જેવા નથી હોતા. આપણે વસુધૈવ કુટુમ્બકમમાં માનવાવાળા.

Advertisement

આ પણ વાંચો - DyCM Harsh Sanghvi : અનેક લોકો કચેરીએ આવી તમારા પટ્ટા ઉતારી લેવાની વાત કરશે : DyCM હર્ષભાઈ સંઘવી

Advertisement

નિયુક્તિ પત્ર લેવા આવ્યા હતા તે તમે સૌએ જોયું : CM ભૂપેન્દ્રભાઈ પટેલ

CM ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાનાં સંબોધન દરમિયાન રમૂજી અંદાજમાં હળવી ટકોર કરતા કહ્યું કે, તમારા પરિવારમાંથી જ એક ઉમેદવાર આવ્યા. નિયુક્તિ પત્ર (Appointment Letter) લેવા આવ્યા હતા તે તમે સૌએ જોયું. 7 કરોડ લોકોના કામ તમારે કરવાના છે. તમારે ખૂબ ધીરજ અને ધૈર્ય રાખવું પડશે. જણાવી દઈએ કે, ખરેખર કાર્યક્રમ દરમિયાન બન્યું એવું કે જીગર ભરાડીયા નામના ઉમેદવાર નિમણૂક પત્ર લેવા માટે સ્ટેજ પર આવ્યા હતા. જો કે, CM સામે જોયા વિના જ ઉમેદવાર જતા રહ્યા હતા.

આ પણ વાંચો - Chhotaudepur : આઉટસોર્સ આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ સામે રૂ. 1.41 કરોડની ઉચાપતનો આરોપ!

'વડાપ્રધાનની પ્રેરણાથી ભરતી પ્રક્રિયામાં વધારો થયો છે'

CM ભૂપેન્દ્રભાઈ પટેલે આગળ કહ્યું કે, સૌને વિશ્વાસ છે આપ રાષ્ટ્ર વિકાસના ભાવને પ્રાધાન્ય આપશો. PM નરેન્દ્રભાઈ મોદીએ (PM Narendrabhai Modi) ગુડ ગવર્નન્સ માટે ખૂબ પ્રયાસો કર્યા છે. વડાપ્રધાનની પ્રેરણાથી ભરતી પ્રક્રિયામાં વધારો થયો છે. જુનિયર ક્લાર્ક વર્ગ 3 ના કુલ 2828 ઉમેદવારને નિમણૂક પત્ર એનાયત કરાયા છે. અમૃતકાળમાં આપને જનસેવાની તક મળી છે. ગુજરાત સરકારના પરિવારમાં આપ સૌનું સ્વાગત છે.

આ પણ વાંચો - Rajkumar Jat Case : ગણેશ ગોંડલ સમર્થકો સાથે સુરેન્દ્રનગર જિ. પો. વડાની કચેરી પહોંચ્યા, જાણો કારણ!

Tags :
Advertisement

.

×