Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar : કાંકરિયાના વિકાસ વખતે કોંગ્રેસ છેક કોર્ટમાં પહોંચી હતી- વડાપ્રધાન મોદી

ગાંધીનગરમાં ભવ્ય રોડ શો બાદ મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાન (Prime Minister Modi) એ રુ. 5,536 કરોડના વિકાસના કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યુ છે. વડાપ્રધાને આ પ્રસંગે કરેલા સંબોધનમાં કોંગ્રેસને આડેહાથ લીધી છે. વાંચો વિગતવાર.
gandhinagar   કાંકરિયાના વિકાસ વખતે કોંગ્રેસ છેક કોર્ટમાં પહોંચી હતી  વડાપ્રધાન મોદી
Advertisement
  • ગાંધીનગરમાં વડાપ્રધાને 5,536 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમૂહુર્ત કર્યુ
  • વડાપ્રધાને પોતાના સંબોધનમાં કોંગ્રેસ પર આકરા વાકપ્રહાર કર્યા
  • કાંકરિયાના વિકાસ વખતે Congress છેક કોર્ટમાં પહોંચી હતી- Prime Minister Modi

Gandhinagar : આજે ગાંધીનગરમાં વડાપ્રધાન મોદી (Prime Minister Modi)એ ભવ્ય રોડ-શોમાં ભાગ લીધો હતો. તેમણે મહાત્મા મંદિર ખાતેથી 5,536 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમૂહુર્ત કર્યુ છે. તેમણે આ પ્રસંગે કરેલા સંબોધનમાં ઓપરેશન સિંદૂર (Operation Sindoor) અને સમગ્ર દેશમાં ફેલાય દેશભક્તિના જૂવાળ વિશે વાત કરી છે. તેમણે કહ્યું કે, હું ગઇકાલે વડોદરા, દાહોદ અને ભુજ ગયો પછી અહીં આવ્યો. જ્યાં જ્યાં ગયો ત્યાં દેશ ભક્તિની જ્વાળાઓ જોવા મળી. જ્યાં ગયો ત્યાં સિંદૂરિયા સાગરની ગર્જના અને લહેરાતા તિરંગા દેખાયા.

વિકાસની વાત 'આ' લોકો નથી સમજતા

કાંકરિયા (Kankariya)ના વિકાસ વખતે કોંગ્રેસ કોર્ટમાં પહોંચી હતી કાંકરિયા તળવાના વિકાસ વખતે તો Congress છેક કોર્ટમાં પહોંચી હતી. આજે કાંકરિયા ફરવા માટે આખુ ગુજરાત આવે છે. વિકાસ ક્યારેય સમાજ વિરોધી નથી હોતો એ આ લોકો નથી સમજતા. અટલ બ્રિજ (Atal Bridge) વખતે પણ આવી જ ઘટના ઘટી હતી. વડાપ્રધાને કોંગ્રેસ પર વાકપ્રહાર કરતા કહ્યું કે, વિકાસની વાતો આ લોકો નથી સમજતા.

Advertisement

ગિફ્ટ સિટી વખતે લોકો હસતા હતા

વડાપ્રધાને ગાંધીનગરમાં કરેલા સંબોધન વખતે કોંગ્રેસ પર આકરા વાકપ્રહાર કરતા કહ્યું કે, જ્યારે ગિફ્ટ સિટી (Gift City)નો મેપ તૈયાર કર્યો ત્યારે લોકો હસતા હતા કે, આવડી મોટી બિલ્ડિંગો થોડી બને પણ આપણે કરીને બતાવ્યું. હવે દેશનું દરેક રાજ્યની ઈચ્છા છે કે અમારે ત્યાં પણ એક ગિફ્ટ સિટી હોય. એટલે કે આપણે નિર્ધાર કરીને જીત મેળવાની છે.

Advertisement

આ પણ વાંચોઃ Gandhinagar : 22 મિનિટમાં આતંકવાદીઓના 9 અડ્ડાઓનો નાશ કર્યો - વડાપ્રધાન મોદી

જૂનો પ્રસંગ વાગોળ્યો

વડાપ્રધાન મોદીએ પોતે રાજકારણમાં નવા સવા હતા ત્યારનો એક પ્રસંગ વાગોળ્યો હતો. તેમણે કહ્યું કે, હું નવો નવો રાજકારણમાં આવ્યો ત્યારે ચિમનભાઈ પટેલ (Chimanbhai Patel)ની સરકાર હતી. અમે નક્કી કર્યુ કે, અમદાવાદમાં ફરતી આ લાલ બસ અમદાવાદથી બહાર પણ જવી જોઈએ. આ માટે અમે ચિમનભાઈને મળવા ગયા હતા. લાંભા, નરોડા, સોલા સુધી પહોંચવાની વાત કરી હતી. અમે ખૂબ પ્રયત્નો કર્યા જેથી સરકારે લાલ બસને લંબાવવી પડી.

આ પણ વાંચોઃ Gujarat Rain : આજે ભારે પવન સાથે માવઠાની આગાહી, જાણો ક્યા પડ્યો ધોધમાર વરસાદ

Tags :
Advertisement

.

×