Dehgam Sandal Wood Theft : 'પુષ્પા' સ્ટાઈલથી ચંદનના ઝાડનું નિકંદન
- Dehgam Sandal Wood Theft દહેગામમાં ચંદન ચોર ટોળકીનો તરખાટ
- દહેગામના નરેશભાઈ અમીનના ખેતરમાં ચોરીને આપ્યો અંજામ
- મોડી રાત્રે ખેતરમાંથી 'પુષ્પા' સ્ટાઈલમાં 10 ઝાડનું નિકંદન
- લાખોની કિંમતના ચંદનના ઝાડ પર કુહાડી ફેરવી દીધી
- 15 વર્ષની મહેનત બાદ ઉછરેલા કિંમતી ઝાડની ચોરી
- તસ્કરોએ ખેડૂતને મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું
Dehgam Sandal Wood Theft : ગાંધીનગર જિલ્લાના દહેગામમાં ચંદન ચોર ટોળકીનો તરખાટ સામે આવ્યો છે, દહેગામના નરેશભાઇ અમીનના ખેતરમાં ચંદનચોરીની ઘટના સામે આવી છે. મોડી રાત્રે પુષ્પા ફિલ્મ સ્ટાઇલ ચંદનની ચોરીને અંજામ આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે, 15 વર્ષની મહેનત બાદ ઉગાડવામાં આવેલા કિંમતી લાકડાની ચોરી થતા સ્થાનિકોમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે, આ ઘટનાને પગલે દહેગાનના વન વિભાગ અને પોલીસની ઉંઘ હરામ થઇ ગઇ છે. આ ઘટનાને પગલે વિવિધ પાસાઓને ધ્યાને રાખીને વિવિધ ટીમો દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
View this post on Instagram
આ પણ વાંચો --------- Banaskantha: તું ચોર છે કહી રિક્ષાચાલકને ટોળાએ બેરહેમીથી માર માર્યો, દાંતાના ભેમાળ ગામ નજીકની ઘટના
Dehgam Sandal Wood Theft, મોટા કરતા 15 વર્ષ લાગ્યા
ચંદનની ખેતી લાંબા ગાળે સારૂ વળતર આપે તેવી હોય છે, ચંદનની ખેતી કરવામાં ખેડૂતને લાંબા સમય સુધી તેની માવજત કરવી પડે છે, જેમ ઝાડ મોટું થાય તેમ લોકોની નજરે ચઢે છે, અને નાની અમથી તક પણ નુકશાન લઇને આવે છે, આવી જ એક ઘટના ગાંધીનગરના દહેગામમાં સામે આવી છે, દહેગામમાં નરેશભાઇ અમીને તેમના ખેતરમાં ચંદનના વૃક્ષોની ખેતી કરી હતી. 15 વર્ષની માનજત બાદ વૃક્ષોને ઉછેરીને મોટા કરવામાં આવ્યા હતા.
મોટું નુકશાન પહોંચાડ્યું
જો કે, તાજેતરમાં એક મોડી રાત્રે ચંદનના ઝાડ પર પુષ્પા સ્ટાઇલ તસ્કરો ત્રાટક્યા હતા, અને ચંદનના 10 જેટલા ઝાડ પર કુહાડી ફેરવીને તેનું નિકંદન કાઢી નાંખ્યું હતું, સાથે જ ખેડૂતને મોટું નુકશાન પહોંચાડ્યું હતું. સુત્રોના જણાવ્યા પ્રમાણે, અંદાજીત 300 કિલોથી વધુનું ચંદનનું લાકડું ચોરી કરીને તસ્કરો પલાયન થયા છે, ઘટનાની જાણ થતા જ દહેગામનું વન વિભાગ અને સ્થાનિક પોલીસ દોડતી થઇ ગઇ છે, અને કિંમતી લાકડાની ચોરીનો ભેદ ઉકેલવા માટે તમામ દિશાઓમાં પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. ખેડૂતે વર્ષોની મહેતન બાદ ઉગાડેલા વૃક્ષોની ચોરી થઇ જતા પંથકમાં રોષની લાગણી વ્યાપી હોવાનું જાણવા મળી રહ્યું છે. હવે કેટલા સમયમાં વન વિભાગ અથવા તો સ્થાનિક પોલીસ તસ્કરો સુધી પહોંચે છે, તે જોવું રહ્યું.
આ પણ વાંચો -------- Mehsana: ભાજપના નેતા ધૂણ્યા તો થયો રુપિયા અને ફૂલોનો વરસાદ! વીડિયો થયો વાયરલ


