Gandhinagar: દહેગામના હાલીસા ગામે કરુણ ઘટના, જીવતો વીજ વાયર મહિલા પર પડતાં ઘટનાસ્થળે જ મોત
દહેગામના હાલીસા ગામમાં ભારે પવનને કારણે વૃક્ષ પડવાથી વીજ થાંભલો તૂટી પડ્યો હતો, જેના જીવતા વીજવાયરની અડફેટે આવતા ૨૩ વર્ષીય પરિણીતાનું મોત નીપજ્યું છે. ગ્રામજનોએ યુજીવીસીએલની બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કરી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. જોખમી વૃક્ષો સમયસર કાપવામાં ન આવતા આ કરુણ અકસ્માત સર્જાયો હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
Advertisement
Gandhinagar: ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હાલીસા (Halisa) ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ભારે પવન અને વરસાદને પગલે વીજ થાંભલો (Electric Pole) તૂટી પડતા તેની અડફેટમાં આવી ગયેલી ૨૩ વર્ષીય પરિણીતાનું કરંટ લાગવાથી ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માતને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

