Gandhinagar : ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ, જાણો સંપૂર્ણ શિડ્યુલ
- Gandhinagar ડિપ્લોમા ઇજનેરી કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ
- 8 મે થી 19 જૂન સુધી રજિસ્ટ્રેશન ચાલશે
- વિદ્યાર્થીઓ આગામી 19 જૂન સુધી ફોર્મ ભરી શકશે
- 29 જૂને ડિપ્લોમા પ્રવેશનું પ્રોવિઝનલ મેરિટ જાહેર થશે
- 7 જુલાઈએ શિક્ષણ વિભાગ દ્વારા ફાઈનલ મેરીટ લિસ્ટ
Gandhinagar : એડમિશન (admission) કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીસ (ocpdc) દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે ધોરણ 10 પછીના ડિપ્લોમા પ્રથમ વર્ષમાં પ્રવેશ માટેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આગામી તા. 8 મેથી ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થશે, જે 19 જૂન 2026 સુધી ચાલશે. સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન માધ્યમથી કરવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓએ રૂબરૂ જવાની તકલીફ લેવી પડશે નહીં.
ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ માટેનો કાર્યક્રમ જાહેર
70 હજાર જેટલી જેટલી બેઠકમાં પ્રવેશ માટે જુલાઈમાં મોક રાઉન્ડ અને પ્રથમ રાઉન્ડના પ્રવેશ ફાળવાશે. ધોરણ 10ની બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર થયુ છે. બીજી તરફ ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ માટેનો આજે કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. કમિટીએ જારી કરેલા કાર્યક્રમ એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીસ (એસીપીડીસી) દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે ધોરણ-૧૦ પછીના ડિપ્લોમા પ્રથમ વર્ષમાં પ્રવેશ માટેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આગામી તા. 8 મેથી ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થશે.
Gandhinagar : સમગ્ર એડમિશન પ્રક્રિયા કેવી રીતે યોજાશે
ACPDC દ્વારા સમગ્ર પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન યોજાશે. ડિપ્લોમા એન્જીનીયરીંગનું 23 મેના રોજ પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર કરાશે. ત્યારબાદ મોક રાઉન્ડ માટે ચોઇસ ફીલિંગ 23 મેથી 27 મે સુધી હાથ ધરાશે. મોક રાઉન્ડનું પરિણામ 30 મે જાહેર થશે. જ્યારે ફાઇનલ મેરીટ લિસ્ટ 30 મે જાહેર કરાશે. પ્રથમ રાઉન્ડ માટે ઉમેદવારો દ્વારા પસંદગી ભરવી તેમજ ફેરફાર 31 મેથી 3 જૂન દરમિયાન કરી શકાશે. રાઉન્ડ 1નું એલોટમેન્ટ લિસ્ટ 6 જૂનએ જાહેર થશે. વિદ્યાર્થીઓએ ફી ભરીને પ્રવેશ 6 થી 10 જૂન સુધીમાં નિશ્ચિત કરવાનો રહેશે. ત્યારબાદ ખાલી રહેતી બેઠકો અંગે જાહેરાત કરી, બીજો રાઉન્ડ હાથ ધરાશે. રજીસ્ટ્રેશન ફી પેટે રૂા. 250 ઓનલાઈન પેમેન્ટ ચૂકવવાનું રહેશે.
આ પણ વાંચો : Studio on Wheels : Mehsanaમાં S.R.I કેમ્પસમાં GENZ વિધાર્થી સાથે વાત આયુર્વેદની ચર્ચા


