ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gandhinagar : ગુજરાત વાહન વ્યવહાર વિભાગ "E-Detection” પ્રોજેકટનું અમલીકરણ કરશે

રાજ્યમાં આગામી સમયમાં નેશનલ અને સ્ટેટ હાઇવે તેમ જ માર્ગ અને મકાન વિભાગ હસ્તકનાં તમામ ટોલ પ્લાઝા પર લાગૂ કરવામાં આવશે.
09:59 PM Mar 15, 2025 IST | Vipul Sen
રાજ્યમાં આગામી સમયમાં નેશનલ અને સ્ટેટ હાઇવે તેમ જ માર્ગ અને મકાન વિભાગ હસ્તકનાં તમામ ટોલ પ્લાઝા પર લાગૂ કરવામાં આવશે.
Gandhinagar_Gujarat_first
  1. ગુજરાત વાહન વ્યવહાર વિભાગ દ્વારા "E-Detection” પ્રોજેકટનું અમલીકરણ થશે (Gandhinagar)
  2. મોટર વાહન કાયદાને ટેક્નોલોજીનાં માધ્યમથી એન્ફોર્સમેન્ટની કામગીરીને વધુ સશક્ત કરાશે
  3. PUC, વીમો, ફિટનેસ અને પરમિટ જેવા ડોક્યુમેન્ટ્સ Parivahan પોર્ટલ પર અદ્યતન ન હોય તો ઇ-ચલણ ઇસ્યૂ થશે
  4. ટોલ પ્લાઝા પરથી પસાર થતા ટ્રાન્સપોર્ટ વાહનોના દસ્તાવેજ પોર્ટલ પર અદ્યતન ન હોય તો ઇ-ચલણ ઇસ્યૂ કરાશે

Gandhinagar : આગામી સમયમાં ગુજરાત વાહન વ્યવહાર વિભાગ દ્વારા મોટર વાહન કાયદાને ટેકનોલોજીનાં માધ્યમથી એન્ફોર્સમેન્ટની કામગીરીને વધું સશક્ત કરવા તેમ જ માર્ગ સલામતી અને સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે "E-Detection” પ્રોજેકટનું અમલીકરણ કરવામાં આવશે, જે અંતર્ગત રાજ્યમાં આવેલા NHAI તેમ જ માર્ગ અને મકાન વિભાગ હસ્તકનાં (Roads and Buildings Department) તમામ ટોલ પ્લાઝા પરથી પસાર થતાં ટ્રાન્સપોર્ટ વાહનોનાં પીયુસી, વીમો, ફિટનેસ અને પરમિટ જેવા કોઈપણ ડોક્યુમેન્ટ્સ Parivahan પોર્ટલ પર અદ્યતન ન હોય તો તેમને ઇ-ચલણ ઇસ્યૂં કરવામાં આવશે.

આ પણ વાંચો - Kutch : ભચાઉ તાલુકામાં કેનાલમાં નહાવા પડેલા 5 માસૂમ ડૂબ્યા, 3 બાળકોનાં મૃતદેહ મળ્યા

એનઆઈસી. દ્વારા "E-Detection” પોર્ટલ બનાવવામાં આવ્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં (CM Bhupendra Patel) નેતૃત્વમાં અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીનાં (Harsh Sanghavi) માર્ગદર્શનમાં રાજય સરકારની “Ease of doing Business" તથા "Ease of living” ની પરિકલ્પનાને સાકાર કરવા એન.આઈ.સી. દ્વારા "E-Detection” પોર્ટલ બનાવવામાં આવ્યું છે, જે રાજ્યમાં આગામી સમયમાં નેશનલ અને સ્ટેટ હાઇવે તેમ જ માર્ગ અને મકાન વિભાગ હસ્તકનાં તમામ ટોલ પ્લાઝા પર લાગૂ કરવામાં આવશે.

આ પણ વાંચો - RTE હેઠળ બાળકનાં શાળા પ્રવેશ માટે પરિવારની આવક મર્યાદામાં કરાયો વધારો! વાંચો વિગત

Parivahan પોર્ટલ પર ડોક્યૂમેન્ટ્સ અદ્યતન રાખવા સૂચના

ગુજરાત રાજ્ય તથા રાજ્ય બહારનાં ટ્રાન્સપોર્ટરો તેમ જ વાહન ચાલકો-માલિકોને મોટર વાહન કાયદા અનુસાર વાહનનાં PSU, વીમો, ફિટનેસ અને પરમિટ જેવા ડોક્યૂમેન્ટ્સ Parivahan પોર્ટલ પર અદ્યતન રાખવા અને જો ના હોય તો દિન-7 (સાત) માં અદ્યતન કરાવી લેવા તથા ટ્રાફિકનાં નિયમોનું પાલન કરવા વાહન વ્યવહાર કમિશનરની કચેરી, ગાંધીનગર (Gandhinagar) દ્વારા જાહેર કરેલી યાદીમાં જણાવ્યું છે.

આ પણ વાંચો - Ahmedabad : વસ્ત્રાલને માથે લેનારા લુખ્ખાઓની જાહેરમાં સરભરા, ઉઠક-બેઠક, હવે 'ડિમોલિશન'!

Tags :
CM Bhupendra PatelE-DetectionEase of doing businessEase of livingfitness and permit of transport vehiclesGandhinagarGUJARAT FIRST NEWSGujarat Transport DepartmentHarsh SanghaviInsuranceNHAINICParivahan PortalPUCTop Gujarati News
Next Article