Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Gandhinagar: દૂષિત પાણીથી રોગચાળો વકર્યો, અઠવાડિયામાં ટાઇફોઇડના 67 કેસ, શું છે સ્થિતિ?

Gandhinagar માં ટાઇફોઇડનો રોગચાળો વકરતા એક અઠવાડિયામાં 67 કેસ નોંધાયા છે. સેક્ટર 24, 26, 28 અને GIDC વિસ્તાર મુખ્ય હોટસ્પોટ બન્યા છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા મનપાના આરોગ્ય વિભાગે 40 ટીમો બનાવી સર્વેલન્સ અને ક્લોરીનેશનની કામગીરી હાથ ધરી છે. તંત્રએ નાગરિકોને સાવચેતી રાખવા અને શુદ્ધ પાણી પીવા અનુરોધ કર્યો છે.
gandhinagar  દૂષિત પાણીથી રોગચાળો વકર્યો  અઠવાડિયામાં ટાઇફોઇડના 67 કેસ  શું છે સ્થિતિ
Advertisement
  • Gandhinagar માં ટાઇફોઇડનો રોગચાળો વધ્યો
  • છેલા કેટલાક દિવસોમાં ટાઇફોઇડ ના કેસોમાં અચાનક આવ્યો ઉછાળો
  • દૂષિત પાણીથી ટાઇફોઇડ થયો, ઉચ્ચ કક્ષાની બેઠક બોલાવાઈ

Gandhinagar: રાજ્યના પાટનગર ગાંધીનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી રોગચાળાએ માથું ઊંચક્યું છે. ખાસ કરીને પાણીજન્ય રોગ ટાઇફોઇડ (Typhoid) ના કેસોમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. મળતી માહિતી મુજબ છેલ્લા માત્ર એક અઠવાડિયામાં જ ગાંધીનગર (Gandhinagar) શહેરમાં ટાઇફોઇડના 67 જેટલા પોઝિટિવ કેસો નોંધાયા છે, જેને પગલે વહીવટી તંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો છે.

Gandhinagar: સેક્ટર 24, 26 અને 28માં સ્થિતિ ગંભીર

ગાંધીનગરના રહેણાંક વિસ્તારોમાં ટાઇફોઇડના કેસોનું પ્રમાણ સતત વધી રહ્યું છે. સૌથી વધુ અસર સેક્ટર 24, 26 અને 28 માં જોવા મળી રહી છે. આ વિસ્તારોમાં ઘરે-ઘરે તાવના દર્દીઓ જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત, શહેરના GIDC વિસ્તારમાં પણ શંકાસ્પદ ટાઇફોઇડના અનેક કેસો સામે આવતા મજૂર વર્ગ અને સ્થાનિકોમાં ચિંતા પ્રસરી છે. આરોગ્ય નિષ્ણાંતોના મતે, દૂષિત પાણી અથવા ખોરાકના કારણે આ રોગચાળો ફેલાયો હોવાની પ્રબળ શક્યતા છે.

Advertisement

Advertisement

Gandhinagar આરોગ્ય વિભાગની 40 ટીમો દ્વારા સઘન સર્વેલન્સ

રોગચાળાની ગંભીરતાને જોતા ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) ના આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે 40 અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. આ ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં જઈને ડોર-ટુ-ડોર સર્વેલન્સ કરી રહી છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શંકાસ્પદ દર્દીઓના બ્લડ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે અને તેઓને જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સર્વે દરમિયાન જે ઘરોમાં તાવના કેસો મળી આવે છે, ત્યાં ક્લોરીન ટેબ્લેટનું વિતરણ અને પાણીના સ્ત્રોતોની તપાસ પણ કરવામાં આવી રહી છે.

તંત્રની અપીલ અને સાવચેતી

આરોગ્ય તંત્ર દ્વારા લોકોને ઉકાળેલું પાણી પીવા અને બહારનો ખુલ્લો ખોરાક ન ખાવા માટે અપીલ કરવામાં આવી છે. GIDC અને તેની આસપાસના વિસ્તારોમાં પાણીની પાઈપલાઈનમાં લીકેજ છે કે કેમ તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલમાં સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોમાં પણ ટાઇફોઇડના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે તંત્રએ તમામ મેડિકલ સ્ટાફને એલર્ટ રહેવા આદેશ આપ્યો છે.

રોગચાળો વધતાં નાયબ મુખ્યમંત્રી આવ્યા એક્શનમાં

શહેરમાં સતત વધી રહેલા ટાઈફોડના કેસોને ગંભીરતાથી લેતા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (DyCM Harsh Sanghvi) એ તાકીદની બેઠક બોલાવી છે. ટાઈફોડના વધતા સંક્રમણને અટકાવવા અને નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે તંત્રને એક્શન મોડમાં લાવવા આ મહત્વની બેઠક યોજી છે. આ બેઠકમાં ગાંધીનગર કલેક્ટર અને મનપા કમિશનર અન્ય સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ  Kheda: "અમે અઠવાડિયાથી ઊંઘતા નથી!", નડિયાદ કન્યા છાત્રાલયની વિદ્યાર્થિનીઓ કેમ ભયભીત?

Tags :
Advertisement

.

×