ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gandhinagar : ધારાસભ્યોની ગ્રાન્ટ વધારવા મુદ્દે નાણામંત્રી કનુ દેસાઈનું મોટું નિવેદન

રાજ્યભરમાં ધારાસભ્યોને પોતાનાં વિસ્તારમાં અલગ-અલગ વિકાસકામો માટે હાલ પ્રતિ વર્ષ રૂ. 3 કરોડની ગ્રાન્ટ આપવામાં આવે છે.
08:24 PM Mar 26, 2025 IST | Vipul Sen
રાજ્યભરમાં ધારાસભ્યોને પોતાનાં વિસ્તારમાં અલગ-અલગ વિકાસકામો માટે હાલ પ્રતિ વર્ષ રૂ. 3 કરોડની ગ્રાન્ટ આપવામાં આવે છે.
Kanu Desai_gujarat_first
  1. ધારાસભ્યોની ગ્રાન્ટ વધારવા વિધાનસભા ગૃહમાં માંગણી (Gandhinagar)
  2. કોંગ્રેસનાં ધારાસભ્ય તુષાર ચૌધરીએ ગ્રાન્ટ વધારવા માગ કરી
  3. ગ્રાન્ટની માંગણી પર નાણામંત્રી કનુ દેસાઈએ આપ્યો જવાબ
  4. ધારાસભ્યોની ગ્રાન્ટ વધારવા મુદ્દે મુખ્યમંત્રીએ નિર્ણય લીધો છે : નાણામંત્રી

Gandhinagar : ગુજરાત વિધાનસભા ગૃહમાં નાણામંત્રી કનુભાઇ દેસાઇએ (Kanubhai Desai) આજે ધારાસભ્યોની ગ્રાન્ટ વધારવા મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ધારાસભ્યોની ગ્રાન્ટ વધારવા મુદ્દે મુખ્યમંત્રીએ નિર્ણય લીધો છે. જો કે, ગ્રાન્ટ કેટલી વધારવી તે અંગે પણ મુખ્યમંત્રી જ નિર્ણય કરશે. કોંગ્રેસનાં ધારાસભ્ય તુષાર ચૌધરીએ (Tushar Chaudhary) ગ્રાન્ટ વધારવાની માગ કરી હતી.

આ પણ વાંચો - BAPS : સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો અને ભક્તોની લાગણી દુભાય તેવી અનેક પોસ્ટ કરનારની ધરપકડ, રિમાન્ડ લેવાયા

કોંગ્રસ MLA ની માંગણી પર નાણામંત્રીએ આપ્યો જવાબ

ગુજરાત વિધાનસભા ગૃહમાં (Gandhinagar) કોંગ્રેસનાં (Congress) ધારાસભ્ય તુષાર ચૌધરીએ MLA ગ્રાન્ટ વધારવા માગ કરી હતી. કોંગ્રેસનાં ધારાસભ્યે હાલ મળતી 3 કરોડ રૂપિયાની ગ્રાન્ટ વધારીને 5 કરોડ રૂપિયા કરી આપવામાં માગણી કરી હતી. આ અંગે જવાબ આપતા નાણામંત્રી કનુભાઇ દેસાઇએ કહ્યું હતું કે, રાજ્યમાં ધારાસભ્યોની ગ્રાન્ટ વધારવા મુદ્દે મુખ્યમંત્રીએ નિર્ણય લીધો છે. જો કે, ગ્રાન્ટ કેટલી વધારવી તે અંગે પણ મુખ્યમંત્રી જ નિર્ણય કરશે.

આ પણ વાંચો - Rajkot : ITI નાં વિદ્યાર્થીએ આપઘાત પહેલા બનાવ્યો હતો વીડિયો, કેસમાં નવો વળાંક!

હાલ પ્રતિ વર્ષ રૂ. 3 કરોડની ગ્રાન્ટ આપવામાં આવે છે

જણાવી દઈએ કે, રાજ્યભરમાં ધારાસભ્યોને પોતાનાં વિસ્તારમાં અલગ-અલગ વિકાસકામો માટે હાલ પ્રતિ વર્ષ રૂ. 3 કરોડની ગ્રાન્ટ આપવામાં આવે છે. જો કે, હવે દિવસે દિવસે વધતી મોંઘવારી સહિત વિવિધ કારણોસર આ ગ્રાન્ટની રકમમાં વધારો કરવાની માગ ઊઠી છે. નોંધનીય છે કે આ પહેલા વિશ્વ મહિલા દિવસ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) મહિલા ધારાસભ્યોને લોકહિતનાં કામો માટે મળતી નિયમિત ગ્રાન્‍ટમાં રૂ. 2 કરોડ સુધીની વધારાની ગ્રાન્‍ટ ફાળવવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય બાદ રાજ્યના 14 મહિલા ધારાસભ્યોને વિવિધ વિકાસ કામો માટે વધારાની ગ્રાન્‍ટ ફાળવવામાં આવશે.

આ પણ વાંચો - Sabarkantha : ઈડર માર્કેટયાર્ડની ભરતીમાં કૌભાંડ! 15 લોકોની હંગામી ભરતી કર્યાનો આરોપ

Tags :
CM Bhupendra PatelCongress MLA Tushar ChaudharyFinance Minister Kanubhai DesaiGandhinagarGUJARAT FIRST NEWSGujarat Legislative AssemblyInternational Women's DayMLAs GrantTop Gujarati News
Next Article