ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gandhinagar : કેદારનાથ જઈ રહેલા મિત્રોને નડ્યો ગમખ્વાર અકસ્માત, 1 વ્યક્તિ ગંભીર

ઉત્તર પ્રદેશનાં મુઝફ્ફરનગર નજીક આવેલા એક ફ્લાયઓવર પર ઇનોવા કાર સ્પીડમાં હોવાથી ડ્રાઇવરે સંતુલન ગુમાવ્યું હતું
11:46 PM Jun 30, 2025 IST | Vipul Sen
ઉત્તર પ્રદેશનાં મુઝફ્ફરનગર નજીક આવેલા એક ફ્લાયઓવર પર ઇનોવા કાર સ્પીડમાં હોવાથી ડ્રાઇવરે સંતુલન ગુમાવ્યું હતું
Gandhinagar_Gujarat_first
  1. કેદારનાથ જઈ રહેલા મિત્રોના માર્ગ અકસ્માતમાં મૃત્યુ (Gandhinagar)
  2. ગાંધીનગરથી કેદારનાથ જઈ રહ્યા હતા 4 મિત્રો
  3. મુઝફ્ફરનગરમાં કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત
  4. કાર 20 ફૂટ ઊંચા ફ્લાયઓવર પરથી નીચે ખાબકી હતી
  5. અકસ્માતમાં ચારેય મિત્રોના ઘટનાસ્થળે જ મોત થયા

Gandhinagar : ગાંધીનગરથી કેદારનાથ ધામ (Kedarnath) જઈ રહેલા મિત્રોને કાળ ભરખી ગયો છે. ઉત્તપ્રદેશનાં (Uttar Pradesh) મુઝફ્ફરનગરમાં કારચાલકે કાબૂ ગુમાવતા 20 ફૂટ ઊંચા ફ્લાયઓવરથી કાર નીચે ખેતરમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં કારમાં સવાર ચારેય મિત્રોનાં ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા છે. જ્યારે 1 શખ્સ ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલ ખસેડાયો છે. આ મામલે સ્થાનિક પોલીસે મૃતદેહોને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 આ પણ વાંચો - Anand : ST બસ હોટેલ પર ઊભી રહે તો નાસ્તો-ભોજન કરતા પહેલા ચેતજો! ડ્રાઇવર સાથે જ બની જોખમી ઘટના!

કારની સ્પીડ વધતા સંતુલન ગુમાવ્યું અને કાર ફ્લાયઓવરથી નીચે ખાબકી!

પ્રાથમિક માહિતી અનુસાર, ગાંધીનગરથી (Gandhinagar) 4 મિત્ર કાર લઈને કેદારનાથ જઈ રહ્યા હતા. દરમિયાન, ઉત્તર પ્રદેશનાં મુઝફ્ફરનગર (Muzaffarnagar) નજીક આવેલા એક ફ્લાયઓવર પર ઇનોવા કાર સ્પીડમાં હોવાથી ડ્રાઇવરે સંતુલન ગુમાવ્યું હતું. કાર બેકાબૂ થતાં 20 ફૂટ ઊંચા ફ્લાયઓવરથી નીચે ખાબકી હતી અને રોડ નજીકનાં ખેતરમાં પડી હતી. આ ગોઝારા અક્સમાતમાં કારમાં સવાર 4 મિત્રોનાં ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા છે.

 આ પણ વાંચો - Sabarkantha : ખેડબ્રહ્માના રતનપુરમાં માટીની દીવાલ ઘસી પડતા બે બાળકોનાં મોત

કારમાં સવાર 4 મિત્રનાં મોત, 1 ની હાલત ગંભીર

માહિતી અનુસાર, કારમાં સવાર અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. ઘટનાને પગલે સ્થળ પર લોકોની ભીડ ભેગી થઈ હતી. 20 ફૂટ ઊંચા ફ્લાયઓવરથી ખાબકતા કારનાં ફુરચેફુરચા ઊડ્યા હતા. અકસ્માતને પગલે સ્થાનિક પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી અને મૃતદેહોને પીએમ અર્થે મોકલી મૃતકોનાં પરિવારજનોનો સંપર્ક કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

 આ પણ વાંચો - Kutch : ભુજના નાડાપા ગામે મકાનની દીવાલ બે માસૂમ બાળકો પર પડી, એકનું મોત

Tags :
Car AccidentGandhinagarGUJARAT FIRST NEWSKedarnathMuzaffarnagarroad accidentTop Gujarati NewsUttar Pradesh
Next Article