ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gandhinagar : ગૌ વિશ્વ વિદ્યાપીઠમનો શુભારંભ, સર્વ વિશ્વવિદ્યાલય સાથે કરાયા MoU

ગુજરાતમાં સૌ પ્રથમ એવી ગૌ વિશ્વ વિદ્યાપીઠમ (Gau Vishwa Vidyapeetham) નો ગાંધીનગર ખાતે શુભારંભ કરાયો છે. આ વિદ્યાપીઠમનો સર્વ વિશ્વવિદ્યાલય સાથે MoU કરવામાં આવ્યો છે. વાંચો વિગતવાર.
07:42 PM May 18, 2025 IST | Hardik Prajapati
ગુજરાતમાં સૌ પ્રથમ એવી ગૌ વિશ્વ વિદ્યાપીઠમ (Gau Vishwa Vidyapeetham) નો ગાંધીનગર ખાતે શુભારંભ કરાયો છે. આ વિદ્યાપીઠમનો સર્વ વિશ્વવિદ્યાલય સાથે MoU કરવામાં આવ્યો છે. વાંચો વિગતવાર.
Gau Vishwa Vidyapeetham Gujarat First-

Gandhinagar : ગુજરાતમાં સૌ પ્રથમ એવી ગૌ વિશ્વ વિદ્યાપીઠમ (Gau Vishwa Vidyapeetham) નો ગાંધીનગર ખાતે શુભારંભ કરાયો છે. આ સંસ્થા અને સર્વ વિશ્વવિદ્યાલય સાથે MoU કરવામાં આવ્યો છે. ગૌ વિશ્વ વિદ્યાપીઠમના શુભારંભ પ્રસંગે જીસીસીઆઈના સ્થાપક ડો. વલ્લભભાઈ કથરિયા, સર્વ વિશ્વવિદ્યાલયના પ્રેસિડન્ટના ચેરમેન વલ્લભભાઈ એમ. પટેલ, પૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત રાજયના પ્રાંત કાર્યવાહક શૈલેષભાઈ પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ગૌ વિજ્ઞાન વિષયનો સમાવેશ

મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત સર્વ વિશ્વવિદ્યાલયના પ્રેસિડન્ટ વલ્લભભાઈ એમ. પટેલે જણાવ્યું હતું કે, સર્વ વિદ્યાલયની સ્થાપનાને 106 વર્ષ પૂર્ણ કર્યા છે. આ સાથે સંસ્થા દ્વારા સંચાલિત ગૌ શાળા પણ 96 વર્ષથી કાર્યરત છે. આ ગૌ શાળાનો વિકાસ ભૂતપૂર્વ વિદ્યાર્થી એસોસિયેશન દ્વારા કરવામાં આવ્યો છે. ગાય એ હરતું ફરતું ઔષધાલય છે. જે આપણાં ગ્રંથો અને ઘરગથ્થું ઉપચારોમાં સચવાયેલું છે. ગાય આપણી માતા છે. જે માન્યતાને સિદ્ધ કરવા આ Gau Vishwa Vidyapeetham ની સ્થાપના કરવામાં આવી છે. ગૌમાતાના આશીર્વાદથી શરૂ થનાર આ યુનિવર્સિટી દેશ-વિદેશમાં ગૌ વિજ્ઞાન, પરંપરાગત જ્ઞાન અને આત્મનિર્ભર ભારતના ઘડતર માટે એક નવા યુગની શરૂઆત સમાન છે. સર્વ વિશ્વ વિદ્યાલય ગૌ વિશ્વ વિદ્યાપીઠમ સાથે MoU કર્યા છે. નવી શિક્ષણ પદ્ધતિ અંતર્ગત ઈન્ડિયન નોલેજ તરીકે એક વિષય પસંદ કરવાનો હોય છે. જેમાં સર્વ વિશ્વવિદ્યાલય અભ્યાસક્રમોમાં ગૌ વિજ્ઞાન વિષયનો સમાવેશ કરવામાં આવશે.

એક અદ્વિતીય શૈક્ષણિક યાત્રાનો આરંભ

ગાયો પ્રત્યે અપાર સ્નેહ ધરાવતાં પૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા (Bhupendra Chudasama) એ પોતના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, મારા જીવનમાં પણ ગાયનું ખૂબ જ મહત્વ રહ્યું છે. ગાય અને તેમાં પણ ગીર ગાય સર્વ રોગ માટે એક અક્ષીર ઈલાજ છે. ગાયો માટે જે કંઈ કરવું પડે તે અમે કરીશું અને એક ક્ષત્રિય તરીકે હું છેલ્લાં શ્વાસ સુધી હું આ કાર્ય કરતો રહીશ. જીસીસીઆઈના સ્થાપક ડો. વલ્લભભાઈ કથરિયા એ જણાવ્યું હતું કે, આ વિદ્યાપીઠમ દ્વારા ગાયનો સર્વાંગી વિકાસ, કૃષિ આરોગ્ય, ગૌ રક્ષા, આરોગ્ય રક્ષા, વિગેરેની પદ્ધતિસરની માહિતી પહોચાડવાનું કાર્ય કરવામાં આવશે. આજના યુવાઓને આ અભ્યાસક્રમ દ્વારા ઉદ્યમી બનાવવામાં આવશે. તેમજ ભાંગી રહેલાં ગામડાંઓને પુનઃ સજીવન કરવામાં આવશે. સાથોસાથ સાહિત્ય અને સંસ્કૃતિનો સાચા અર્થમાં અભ્યાસ કરવામાં આવશે. નવી ટેકનોલોજીના ઉપયોગ કરી નવા સંશોધન સાથે સુંસંગત કરીને સમાજને દિશા બતાવવાનું કાર્ય કરશે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના અગ્રણી શૈલેષભાઈ પટેલે જણાવ્યું હતું કે, Gau Vishwa Vidyapeetham એક અદ્વિતીય શૈક્ષણિક યાત્રાનો આરંભ છે. જ્યાં ગૌ આધારિત વૈજ્ઞાનિક અભ્યાસ, સંશોધન, પરંપરા અને આધ્યાત્મના માધ્યમથી સમૃદ્ધ અને સાતત્યશીલ ભવિષ્યનું નિર્માણ કરવામાં આવશે. ગૌ વિશ્વ વિદ્યાપીઠમના કુલગુરુ ડો. હિતેશભાઈ જાનીએ વિદ્યાપીઠ દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓ વિશે વિસ્તારથી માહિતી આપી હતી.

આ પણ વાંચોઃ  Mahesana : ગોઝારિયામાં નર્સિંગ કોલેજના નવનિર્મિત ભવનનું કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કર્યુ ઉદ્ઘાટન

ઉપસ્થિત મહાનુભાવો

ગાંધીનગર ખાતે ગૌ વિશ્વ વિદ્યાપીઠમના શુભારંભ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંધના ગુજરાત રાજયના પ્રાંત કાર્યવાહ શૈલેષભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે અને વલ્લભભાઈ એમ પટેલ (પ્રમુખ કડી સર્વ વિશ્વવિધાલય, ચેરમેન સર્વ વિધાલય કેળવણી મંડળ કડી અને ગાંધીનગર) વિશિષ્ટ અતિથિ તરીકે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ કેન્દ્રીય મંત્રી, પૂર્વ ચેરમેન રાષ્ટ્રીય કામધેનુ આયોગ અને જીસીસીઆઈ સ્થાપક ના ડો. વલ્લભભાઈ કથીરિયા તથા પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ઈનોવેટિવ થોટ ફોરમના અધ્યક્ષ એસ. બી. ડાંગાયચ, મોનિકા અરોરા (એનિમલ વેલફર બોર્ડ) તેમજ ગૌવિજ્ઞાન અનુસંધાન સંસ્થાનના પ્રભારી સુનીલ માનસિંઘ, ગૌ વિશ્વ વિદ્યાપીઠમના સ્થાપક અધ્યક્ષ મિનેશ પટેલ અને સહ-સ્થાપક અને GCCI જનરલ સેક્રેટરી અમિતાભ ભટ્ટનાગર સિવાય શિક્ષણવિદો, ગૌ સેવકો, સામાજીક કાર્યકર્તાઓ તથા ગૌ પ્રેમીઓને ઉપસ્થિતિ રહ્યાં હતાં.

આ પણ વાંચોઃ  Ahmedabad: સાયન્સ ઓફ કો ઓપરેશન અને સાયન્સ ઈન કો ઓપરેશનના સૂત્ર સાથે આગળ વધવાનું છે - અમિત શાહ

Tags :
Cow ProtectionCow Research UniversityCow Science in CurriculumCow Science UniversityCow-based educationCow-based EntrepreneurshipGandhinagar Education NewsGau VidyaGau VigyanGau Vishwa VidyapeethamGir Cow BenefitsGujarat Cow UniversityGujarat FirstGUJARAT FIRST NEWSIndian Knowledge SystemIndian Traditional MedicineMoURashtriya Kamdhenu AayogSarva Vishwa VidyapeethamSustainable Agriculture EducationTraditional Knowledge
Next Article