Gandhinagar : GCMMF નાં નવા ચેરમેન, વાઇસ ચેરમેનની CM સાથે શુભેચ્છા મુલાકાત
- GCMMF નાં નવા ચેરમેન, વાઇસ ચેરમેન CM ને મળ્યા
- અશોક ચૌધરી, ગોરધન ધામેલિયાએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી
- દૂધ સંઘોમાં ચાલી રહેલા ભાવફેરનાં વિવાદ અંગે અશોક ચૌધરીનું નિવેદન
- જીસીએમએમએફ આવનાર દિવસોમાં ભાવફેર બાબતે ડેરી સાથે બેઠક કરશે
Gandhinagar : GCMMF નાં નવનિયુક્ત ચેરમેન અશોક ચૌધરી (Ashok Chaudhary) અને વાઇસ ચેરમેન ગોરધન ધામેલિયા એ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સાથે શુભેચ્છા મુલાકાત કરી છે. મુખ્યમંત્રીએ બંને નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી છે. ઉપરાંત, દૂધ સંઘોમાં ચાલી રહેલા ભાવફેરનાં વિવાદ અંગે GCMMF નાં ચેરમેન અશોક ચૌધરીનું નિવેદન પણ સામે આવ્યું છે.
આ પણ વાંચો - Gujarat News: GCMMFના નવા ચેરમેન બન્યા અશોક ચૌધરી, વાઈસ ચેરમેન પદે ગોરધન ધામેલિયાની નિયુક્તિ
મુખ્યમંત્રી સાથે GCMMF નાં નવા ચેરમેન, વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત
જણવા દઈએ કે, ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) નાં નવા ચેરમેન તરીકે અશોક ચૌધરી જ્યારે વાઈસ ચેરમેન પદે ગોરધન ધામેલિયાને જવાબદારી સોંપવામાં આવી છે. આ જાહેરાત બાદ અશોક ચૌધરી અને ગોરધન ધામેલિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સાથે શુભેચ્છા મુલાકાત કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બંનેને અભિનંદન પાઠવ્યા છે.
આ પણ વાંચો - Lakhpati Didi Yojana : ગ્રામીણ અર્થવ્યવસ્થામાં મહિલાઓનું ક્રાંતિકારી યોગદાન
દૂધ સંઘોમાં ચાલી રહેલા ભાવફેરનાં વિવાદ અંગે અશોક ચૌધરીનું નિવેદન
નોંધનીય છે કે, છેલ્લા ઘણા સમયથી દૂધ સંઘોમાં ભાવફેરનો વિરોધ ચાલી રહ્યો છે. ત્યારે GCMMF નાં નવા ચેરમેન અશોક ચૌધરીએ (Ashok Chaudhary) આ અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ભાવફેરનાં વિવાદ પર જે તે સંઘ સાથે બેઠક કરીશું. ભાવફેર ડેરીના નફા તથા નાણાંકીય સ્થિતિ સહિતની બાબતો ધ્યાને લેવાતી હોય છે. જીસીએમએમએફ આવનાર દિવસોમાં ભાવફેર બાબતે ડેરી સાથે બેઠક કરશે. જણાવી દઈએ કે, GCMMF નાં ચેરમેન પદ માટે અશોક ચૌધરીની પસંદગી થતાં તેમણે કહ્યું હતું કે, બિનહરિફ ચૂંટવા બદલ તમામનો આભાર. વધુ વિકાસ થાય તેવા પ્રયાસ રહેશે. નકલી દૂધ જેવુ ધ્યાનમાં આવશે તો પગલાં લેવાશે તથા ગ્રાહક અને પશુપાલકનો વિશ્વાસ જાળવી રાખવાની કામગીરી કરાશે.
આ પણ વાંચો - Vadodara : વાઘોડિયામાં રેલવે સ્ટેશનની ઓરડીમાં ઠંડી બિયર, ઓનલાઇન પેમેન્ટની વ્યવસ્થા! Video વાઇરલ