Gandhinagar : મહાત્મા મંદિર ખાતે CM ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ‘Gujarat Semiconductor Conference 2026’નું આયોજન
- Gujarat Semiconductor Conference 2026 : મહાત્મા મંદિર ખાતે બે દિવસીય ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ
- મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ 2026
- DyCM હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ રહ્યા હાજર
- ગુજરાત ઈન્વેસ્ટરોની પ્રથમ પસંદગી બનશે: CM
- 1100 કરોડનું નવા 8 MOU કરવામાં આવ્યા: CM
- નવા આઇડિયા લઈને આવો ગુજરાત તમારી સાથે: DyCM
Gandhinagar : ગુજરાતને ટેક્નોલોજી અને નવીનતામાં વૈશ્વિક સ્તરે અગ્રેસર બનાવવાના સંકલ્પ સાથે ગાંધીનગરના મહાત્મા મંદિર (Mahatma Mandir) ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendra Patel) ની ઉપસ્થિતિમાં ‘ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ’‘Gujarat Semiconductor Conference 2026’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ (Union Minister Ashwini Vaishnaw) અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (DyCM Harsh Sanghavi) એ પણ હાજરી આપી હતી. આ કોન્ફરન્સમાં રાજ્ય સરકારે આગામી પાંચ વર્ષ માટેની વિજ્ઞાન, ટેક્નોલોજી અને નવીનતા (STI) નીતિ 2026-2031નું અનાવરણ કર્યું છે.
Gujarat Semiconductor Conference 2026 : મહાત્મા મંદિર ખાતે બે દિવસીય ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ
રાજ્યને નવીનતા આધારિત અર્થતંત્ર બનાવવા માટે મુખ્યમંત્રીએ કેટલીક મહત્વકાંક્ષી જાહેરાતો કરી હતી
સ્વદેશી અનુસંધાન ફંડ:સંશોધન અને વિકાસ (R&D) ને પ્રોત્સાહન આપવા માટે રૂ. 2000 કરોડનું વિશેષ ફંડ જાહેર કરવામાં આવ્યું છે. આ ફંડ દ્વારા દર વર્ષે 100 થી વધુ સંશોધન પ્રોજેક્ટ્સને સીધી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે.
હાઈ-ટેક ક્ષેત્રો પર ધ્યાન: આ નીતિ અંતર્ગત AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ), સેમિકન્ડક્ટર, ક્વાન્ટમ કમ્પ્યુટિંગ અને બાયોટેક્નોલોજી જેવા ભવિષ્યના ક્ષેત્રોમાં સંશોધનને વેગ અપાશે.
માનવ સંસાધન વિકાસ: વર્ષ 2030 સુધીમાં રાજ્યમાં 1 લાખ કુશળ સંશોધકો તૈયાર કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ માટે દર વર્ષે 250 જેટલી JRF (જુનિયર રિસર્ચ ફેલોશિપ), SRF અને PDF ફેલોશિપ એનાયત કરવામાં આવશે.
ઇનોવેશન ક્લસ્ટર: રાજ્યમાં સંશોધન પ્રવૃત્તિઓને એકસૂત્ર કરવા માટે GRRIC (Gujarat Research and Innovation Cluster) ની સ્થાપના કરવામાં આવશે.
બૌદ્ધિક સંપત્તિ (IP):રાજ્યમાં 200 થી વધુ IP સેન્ટર્સ સ્થાપવા અને 500 થી વધુ પેટન્ટ નોંધાવવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે.
સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાતની હરણફાળ
સમિટ દરમિયાન કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સાણંદમાં પ્રથમ સેમિકન્ડક્ટર ચિપ પ્લાન્ટના લોકાર્પણ સાથે જે ક્રાંતિ શરૂ થઈ હતી, તે હવે બીજા ચરણમાં પ્રવેશી છે. ગુજરાત હવે દેશની ‘સેમિકન્ડક્ટર વેલી’ બનવા તરફ અગ્રેસર છે.
GSDP અને વિઝન 2047
રાજ્ય સરકારે 2030 સુધીમાં STI પાછળનો ખર્ચ વધારીને રાજ્યના કુલ જીડીપી (GSDP) ના 1%* સુધી લઈ જવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ પગલું “વિક્સિત ગુજરાતથી વિકસિત ભારત @2047” ના વિઝનને સાકાર કરવા માટે પાયાનો પથ્થર સાબિત થશે.
આ સમિટમાં દેશ-વિદેશના ટેક્નોક્રેટ્સ, ઉદ્યોગ સાહસિકો અને શિક્ષણવિદોએ ભાગ લીધો હતો, જે ગુજરાતની ટેક્નોલોજીકલ ક્ષમતાને વૈશ્વિક ફલક પર પ્રદર્શિત કરે છે.
Gujarat Semiconductor Conference 2026 : મહાત્મા મંદિર ખાતે બે દિવસીય ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ
મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ 2026
DyCM હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ રહ્યા હાજર
ગુજરાત ઈન્વેસ્ટરોની પ્રથમ પસંદગી બનશે: CM
1100 કરોડનું નવા… pic.twitter.com/dwyzwIw35G— Gujarat First (@GujaratFirst) March 1, 2026
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendra Patel)
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendra Patel) એ જણાવ્યું કે વડાપ્રધાનની પ્રેરણાથી 'સેમીકન્ડક્ટર 2026'નું સફળ આયોજન થયું છે અને સાણંદમાં માઈક્રોન પ્લાન્ટનું ઉદ્ઘાટન એ વૈશ્વિક સ્તરે ભારતની મજબૂત દાવેદારી છે. ધોલેરા SIR માત્ર કાગળ પરની બ્લુપ્રિન્ટ નથી, પરંતુ ભવિષ્યનું એક જીવંત લોજિસ્ટિક હબ છે. રાજ્ય સરકાર સ્કીલ ડેવલપમેન્ટ અને રિન્યુએબલ એનર્જી પર ભાર મૂકી રહી છે, જેના ભાગરૂપે IIT ગાંધીનગરમાં નેનો ફેબ્રિકેશન લેબ અને નવા 8 MOU દ્વારા 1100 કરોડનું રોકાણ સાકાર કરવામાં આવશે.
Gujarat Semicon 2026 conference: "ગુજરાત ઈન્વેસ્ટરોની પ્રથમ પસંદગી બન્યું છે"
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સેમિકોન 2026નું આયોજન
મહાત્મા મંદિર ખાતે સેમિકન્ડક્ટર કોન્ફરન્સનું આયોજન
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સેમિકોન 2026નું આયોજન
DyCM હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્રી અશ્વિની… pic.twitter.com/tAy8yR4Wkx— Gujarat First (@GujaratFirst) March 1, 2026
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ (Union Minister Ashwini Vaishnaw)
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ (Union Minister Ashwini Vaishnaw) એ જણાવ્યું કે, દેશના પ્રથમ સેમીકન્ડક્ટર પ્લાન્ટના લોકાર્પણને તેમણે ઐતિહાસિક ગણાવ્યું અને ઉમેર્યું કે આ વર્ષના અંત સુધીમાં વધુ ત્રણ પ્લાન્ટ કાર્યરત થઈ જશે. રેલવે ક્ષેત્રે પણ ગુજરાતે હરણફાળ ભરી છે, જેમાં 1.28 લાખ કરોડનું રોકાણ અને 87 રેલવે સ્ટેશનોનું નવનિર્માણ સામેલ છે. ખાસ કરીને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઝડપથી આગળ વધી રહ્યો છે, જેનાથી આવતા વર્ષ સુધીમાં મુંબઈ અને અમદાવાદ વચ્ચેનું અંતર માત્ર 2 કલાકમાં કપાઈ જશે.
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (DyCM Harsh Sanghavi)
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવના વિઝનની પ્રશંસા કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (DyCM Harsh Sanghavi) એ જણાવ્યું કે, દેશના જીડીપીમાં 8% અને એક્સપોર્ટમાં 30% ફાળો આપીને ગુજરાત દેશનું આર્થિક એન્જિન બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાણંદને દેશની નવી 'સિલિકોન વેલી' બનાવીને લાખો ભારતીયોનું સપનું સાકાર કર્યું છે. ઉદ્યોગપતિઓને પ્રોત્સાહિત કરતા તેમણે ખાતરી આપી કે ગુજરાત સરકાર આગામી 10 વર્ષ સુધી સુરક્ષા અને સહયોગની ગેરંટી આપે છે, જેથી તેમણે અન્ય ક્યાંય જવાની જરૂર નથી.
અર્જુનભાઈ મોઢવાડિયા (Arjun Modhwadia)
મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા (Arjun Modhwadia) એ જણાવ્યું કે, ગઈકાલનો દિવસ ગુજરાત માટે ઐતિહાસિક હતો, કારણ કે સાણંદમાં સેમીકન્ડક્ટર ચિપના નિર્માણ સાથે એક નવા યુગનો પ્રારંભ થયો છે. દેશ હવે આ ટેકનોલોજીમાં આત્મનિર્ભર બની રહ્યો છે, જોકે આ ક્ષેત્રમાં હજુ ઘણું કામ કરવાનું બાકી છે. તેમણે ફિલ્મ જગત અને એકેડમી સાથે જોડાયેલા લોકોને પણ આ બદલાતા સમય સાથે તાલ મિલાવીને નવા પરિવર્તનો લાવવા માટે અપીલ કરી હતી.
આ પણ વાંચો : Navsari : ચાલુ બસે ડ્રાઈવર ફોન પર વાત કરતો હતો અને સર્જાયો અકસ્માત, 11 ઘાયલ


