Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Gandhinagar: ગુજરાત વિધાનસભામાં પૂરક માંગણીઓ પર ચર્ચા અને હોબાળો, સહાય અને રાજ્યના દેવા મુદ્દે વિપક્ષના આકરા પ્રહાર

Gandhinagar: ગુજરાત વિધાનસભા (Gujarat Legislative Assembly) માં આજે લોકશાહીની પ્રક્રિયા વેગવંતી જોવા મળી હતી. આજે ગૃહમાં બે બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ બેઠકમાં પાયાના વિભાગોની માંગણીઓ પર ચર્ચા થઈ હતી, જ્યારે બપોરે 2:30 કલાકે મળેલી બીજી બેઠકમાં પ્રશ્નોત્તરી કાળ (Question Hour) અને પૂરક માંગણીઓ પર મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
gandhinagar  ગુજરાત વિધાનસભામાં પૂરક માંગણીઓ પર ચર્ચા અને હોબાળો  સહાય અને રાજ્યના દેવા મુદ્દે વિપક્ષના આકરા પ્રહાર
Advertisement
  • Gandhinagar:  ગુજરાત વિધાનસભા (Gujarat Legislative Assembly) માં પૂરક માંગણીઓ પર ચર્ચા અને હોબાળો
  • સહાય અને રાજ્યના દેવા મુદ્દે વિપક્ષના આકરા પ્રહાર
  • આરોગ્ય, નર્મદા, ખેડૂતો મુદ્દે મહેશ કસવાલા (Mahesh Kaswala) નો જવાબ
  • વિધાનસભામાં ધારાસભ્ય કાંતિ ખરાડી (Kanti Kharadi) એ કસ્યો તંજ
  • વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ (Finance Minister Kanubhai Desai) નું નિવેદન

Gandhinagar: ગુજરાત વિધાનસભા (Gujarat Legislative Assembly) માં આજે લોકશાહીની પ્રક્રિયા વેગવંતી જોવા મળી હતી. આજે ગૃહમાં બે બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ બેઠકમાં પાયાના વિભાગોની માંગણીઓ પર ચર્ચા થઈ હતી, જ્યારે બપોરે 2:30 કલાકે મળેલી બીજી બેઠકમાં પ્રશ્નોત્તરી કાળ (Question Hour) અને પૂરક માંગણીઓ પર મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

Gandhinagar: ગુજરાત વિધાનસભા (Gujarat Legislative Assembly) માં પૂરક માંગણીઓ પર ચર્ચા અને હોબાળો

બીજી બેઠકની શરૂઆતમાં મુખ્યમંત્રી હસ્તકના વિભાગો જેવા કે માર્ગ અને મકાન (Roads & Buildings), મહેસૂલ (Revenue), નર્મદા, કલ્પસર અને ખાણ-ખનીજ વિભાગ પર પ્રશ્નોત્તરી થઈ હતી. આ ઉપરાંત, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને મહિલા અને બાળ વિકાસ વિભાગની પૂરક માંગણીઓ (Supplementary Demands) પર પણ વિસ્તૃત ચર્ચા અને મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

Advertisement

Advertisement

ધારાસભ્ય કાંતિ ખરાડી (Kanti Kharadi) નો મંત્રી પર કટાક્ષ

ગૃહમાં દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી (MLA Kanti Kharadi) એ રસ્તાના કામો મુદ્દે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કટાક્ષ કરતા મંત્રીને 'અભિનંદન' પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે, "4 વર્ષથી રસ્તા બનતા નથી, 4-4 વાર ખાતમુહુર્ત (Inauguration) કરવા છતાં કામ શરૂ થયા નથી. મેટલ, ડસ્ટ અને સિમેન્ટ કોણ ખાઈ ગયું તે ખબર નથી."

વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ (Finance Minister Kanubhai Desai) નું નિવેદન

નાણામંત્રી કનુભાઈ દેસાઈ (Finance Minister Kanubhai Desai) એ રાજ્યની આર્થિક સ્થિતિ મજબૂત હોવાનો દાવો કર્યો હતો. તેમણે જણાવ્યું કે:

2006થી અત્યાર સુધી રાજ્યએ એકપણ વાર ઓવરડ્રાફ્ટ (Overdraft) લીધો નથી.

કૃષિ રાહત પેકેજ-2024 માટે રુ. 521 કરોડનો વધારાનો ખર્ચ કરાયો છે.

ખેડૂતોને વરસાદી નુકસાન માટે રુ.10,000 કરોડની સહાય ફાળવવામાં આવી છે.

આરોગ્ય, નર્મદા, ખેડૂતો મુદ્દે મહેશ કસવાલા (Mahesh Kaswala) નો જવાબ

ધારાસભ્ય મહેશ કસવાલાએ પણ આરોગ્ય અને નર્મદા મુદ્દે સરકારનો બચાવ કરતા કહ્યું કે, ગુજરાતના 25 હજાર ગામડાઓમાં 'ટેન્કર રાજ' ખતમ થયું છે અને છેવાડાના ગામ સુધી નર્મદાના નીર પહોંચ્યા છે.

વિપક્ષના નેતા શૈલેષ પરમાર (Shailesh Parmar) ના આક્ષેપો

કોંગ્રેસ નેતા શૈલેષ પરમારે (Shailesh Parmar) આંકડાકીય વિગતો સાથે સરકારને ઘેરી હતી તેમણે જણાવ્યું કે, NDRF હેઠળ રુ. 1,553 કરોડની માંગ સામે કેન્દ્ર તરફથી પૂરતી સહાય મળી નથી. વર્ષ 2023-24માં કેન્દ્રએ રુ, 25,557 કરોડ ફાળવ્યા હતા, જે વર્ષ 2024-25માં ઘટીને રુ. 14,127 કરોડ થઈ ગયા છે. આમ, રુ. 11,460 કરોડ ઓછા ફાળવીને ગુજરાતને અન્યાય કરાયો છે.

દેવું અને બજેટ:તેમણે કટાક્ષ કર્યો કે રાજ્યના બજેટ અને દેવા (Debt) વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે. વિકાસ દરમાં પણ 1% નો ઘટાડો (9.2% થી ઘટીને 8.3%) થયો હોવાનો દાવો તેમણે કર્યો હતો.

વિપક્ષની 'વરસાદી દેડકા' સાથે સરખામણી

ખેડૂતોના મુદ્દે ચર્ચા દરમિયાન પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહે (MLA Chaitanya Singh) વિપક્ષની સરખામણી 'વરસાદી દેડકા' સાથે કરી હતી. તેમણે કહ્યું કે સરકાર ખેડૂતોની પડખે છે, પરંતુ સહાય બાદ પણ આ 'દેડકાઓ' ફરી બહાર આવ્યા છે. આ નિવેદન સામે વિપક્ષે વાંધો ઉઠાવ્યો હતો, પરંતુ તેમનો પોઈન્ટ ઓફ ઓર્ડર (Point of Order) ગ્રાહ્ય રાખવામાં આવ્યો ન હતો.

ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીની કડક સૂચના

વિધાનસભા ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી (Purnesh Modi) એ ધારાસભ્યોને ગૃહની મર્યાદા જાળવવા તાકીદ કરી હતી. તેમણે ટીવી સ્ક્રીન પરથી મોબાઈલ દ્વારા વીડિયો રેકોર્ડિંગ કરી સોશિયલ મીડિયા (Social Media) પર મૂકવા સામે પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ટીવીની સુવિધા માત્ર કાર્યવાહી નિહાળવા માટે છે, રેકોર્ડિંગ માટે નહીં.

આ પણ વાંચો :  Studio on Wheels : ઊંઝાના 4 મિત્રોનો કમાલ, સ્વીટ-નમકીનના વેપારની કમાણીથી ચલાવે છે 60 લાખનો સેવા યજ્ઞ!

Tags :
Advertisement

.

×