Gandhinagar: ગાંધીનગરમાં યોજાયું ઐતિહાસિક વિશાળ હિન્દુ સંમેલન, સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
- Gandhinagar: યોજાયું ઐતિહાસિક હિન્દુ સંમેલન
- પંચેશ્વર મંદિર પરિસરમાં કાર્યક્રમ યોજાયો
- કાર્યક્રમમાં સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
- બાળકોની સાંસ્કૃતિક પ્રસ્તુતિએ આકર્ષણ જમાવ્યું
Gandhinagar: ગાંધીનગરના રાયસણ (Raisan) માં ઐતિહાસિક હિન્દુ સંમેલન (Hindu Conference) નું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસિદ્ધ પંચેશ્વર મંદિર (Pancheshwar Temple) ના વિશાળ પટાંગણમાં મહાશિવરાત્રી (Mahashivaratri) નિમિત્તે આ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાયસણ વિસ્તારની સનાતન ધર્મપ્રેમી જનતાએ ઉત્સાહભેર ઉપસ્થિતિ નોંધાવી હતી. કાર્યક્રમની શરૂઆત જૈનમુનિ પૂજ્ય સંજય મુનિ, સમાજ શ્રેષ્ઠી જિજ્ઞેશ કાનાબાર (Jigneshbhai Kanabar) તેમજ ગાંધીનગર જિલ્લા કાર્યવાહ પંકજભાઈ ચુડાસમાના હસ્તે દીપ પ્રગટાવી કરવામાં આવી હતી.
Gandhinagar: કાર્યક્રમમાં દેશભાવના જોવા મળી
સોસાયટીઓમાંથી ધર્મધ્વજ સાથે મોટી સંખ્યામાં રહેવાસીઓ સંમેલન સ્થળે પહોંચ્યા હતા. “વંદે માતરમ” અને “ભારત માતા કી જય”ના ગર્જતા નાદ સાથે સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભક્તિ (Patriotism) થી ગુંજી ઉઠ્યું હતું. સંમેલનમાં વિસ્તારના બાળકોએ હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ આધારિત એકાંકી નાટક, પરંપરાગત વેશભૂષા (Traditional costumes) પ્રદર્શન, નૃત્ય અને વક્તૃત્વ જેવા આકર્ષક કાર્યક્રમો રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ખાસ કરીને કેપીટલ ક્રાઉન સોસાયટીના 27 બાળકો દ્વારા રજૂ કરાયેલ દેશભક્તિપૂર્ણ સાંસ્કૃતિક કાર્યક્રમ (Cultural program) નું મુખ્ય આકર્ષણ રહ્યો હતો.
આ પણ વાંચો---junagadh માં કીર્તિ પટેલનો નવો વિવાદ, સાધ્વીના વેશમાં મૃગી કુંડમાં લગાવી ડૂબકી!
Gandhinagar: કાર્યક્રમમાં સામજિક સમરસતાનું ઉદાહરણ
આ પ્રસંગે સામાજિક સમરસતા (Social harmony) નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા વિસ્તારમાં સફાઈ સેવા આપતા સફાઈકર્મચારી (Cleaning staff) ભાઈ-બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું. સફાઈકર્મીઓને તિલક કરી, પુષ્પવર્ષા કરીને અને શાલ ઓઢાડી વિશેષ આદર આપવામાં આવ્યો હતો. આ ક્ષણે ઉપસ્થિત જનમેદનીના ચહેરા પર કૃતજ્ઞતા અને ગૌરવનો ભાવ સ્પષ્ટ જોવા મળ્યો હતો.
Gandhinagar: સામાજિક પરિબળો પર પ્રકાશ
સંમેલનમાં ઉપસ્થિત વક્તાઓએ હિન્દુ સંસ્કૃતિના વિવિધ પાસાંઓ પર પ્રકાશ પાડતા પર્યાવરણ સંરક્ષણ, કુટુંબ પ્રબોધન, નાગરિક કર્તવ્ય, સ્વબોધ અને સામાજિક સમરસતા જેવા વિષયો પર માર્ગદર્શન આપ્યું હતું. સમાજમાં સંસ્કાર અને એકતાનું મહત્વ સમજાવતા તેમણે સર્વાંગી વિકાસ (All-round development) માટે સકારાત્મક વિચારધારાનું આહ્વાન કર્યું હતું.
સંમેલન પૂર્ણ થયા બાદ Art of Living ગાંધીનગર, શ્રી રામ સખા મંડળ તથા વિવિધ ભજન મંડળીઓના સાનિધ્યમાં ભક્તોએ શિવ ભજન (Shiva Bhajan) સાથે પંચેશ્વર મહાદેવની મહા આરતી કરી હતી. ભક્તિમય વાતાવરણમાં યોજાયેલી આ આરતી સાથે સમગ્ર કાર્યક્રમ ભાવભીની પૂર્ણાહુતિ તરફ વધ્યો હતો.
ઉલ્લેખનીય છે કે પંચેશ્વર મંદિર ગાંધીનગર શહેર તથા જિલ્લામાં એકમાત્ર એવું તીર્થધામ (Pilgrimage) છે, જ્યાં પંચેશ્વર મહાદેવ સાથે અંબાજી માતા, રાધાકૃષ્ણ ભગવાન, બાલકૃષ્ણ, રામજી મંદિર, શ્રી મનેકામનાપૂર્ણ હનુમાનજી, શ્રી ગણપતિ મંદિર, શનિદેવ, બળિયાદેવ અને શીતળા માતાના મંદિરો આવેલાં છે. દરરોજ હજારો ભક્તો અહીં દર્શનનો લાભ લે છે. વિશેષ કરીને મંગળવાર અને શનિવારે મનેકામનાપૂર્ણ હનુમાનજીના દર્શન માટે ભક્તોની લાંબી લાઈનો જોવા મળે છે. માન્યતા (Recognition છે કે અહીં બાધા રાખનાર ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે, જેના કારણે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ (Believers) બાધા છોડવા પણ અહીં આવતા હોય છે.
આ રીતે રાયસણમાં યોજાયેલું આ હિન્દુ સંમેલન ધાર્મિક ભાવના, રાષ્ટ્રપ્રેમ અને સામાજિક સમરસતાનો અનોખો સંદેશ આપતું યાદગાર બની રહ્યું છે.
આ પણ વાંચો--- Bomb threats : રાજ્યમાં આ શું થઇ રહ્યું છે? અમદાવાદ અને વડોદરાની શાળાઓને બોમ્બની ધમકી


