Gandhinagar : રાજ્ય સરકારનો મહેસુલી ક્ષેત્રે મહત્વપૂર્ણ નિર્ણય, જાણો કોને મળશે લાભ?
- મહેસુલી ક્ષેત્રે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય (Gandhinagar)
- ઇનામી જમીનોનાં અનધિકૃત કબજા હક્ક નિયમબદ્ધ કરવા નિર્ણય
- રિગ્રાન્ટ કરેલી અથવા કરવાને પાત્ર હોય પણ ન થયેલી હોય તેવી જમીન સરળતાથી નિયમબદ્ધ થશે
- જમીન પ્રવર્તમાન જંત્રીનાં 20 ટકા કબજા હક્કની રકમ ભરી નિયમબદ્ધ કરી શકાશે
Gandhinagar : રાજ્ય સરકારનાં મહેસૂલ વિભાગથી (Revenue Department) મોટા સમાચાર આવ્યા છે. મહેસૂલ વિભાગ દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ઇનામી જમીનોનાં અનધિકૃત કબજાહક્ક નિયમબદ્ધ કરવા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો. હવે, રિગ્રાન્ટ કરેલ અથવા કરવાને પાત્ર હોય પણ ન થયેલ હોય તેવી જમીન સરળતાથી નિયમબદ્ધ કરી શકાશે. જમીન પ્રવર્તમાન જંત્રીનાં 20 ટકા કબજાહક્કની રકમ ભરી નિયમબદ્ધ કરી શકાશે.
આ પણ વાંચો - CM Bhupendrabhai Patel ને અર્પણ કરાઈ 'બેસ્ટ ટેબ્લો' ની ટ્રોફી, ગાંધીનગરમાં ગૌરવવંતી ક્ષણ
Gandhinagar, ઇનામી જમીનોનાં અનધિકૃત કબજા હક્ક નિયમબદ્ધ કરવા નિર્ણય
રાજ્ય સરકારનાં (Gujarat Government) મહેસૂલ વિભાગ દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ઈનામી જમીનનાં અનઅધિકૃત કબજા હક્ક નિયમબદ્ધ કરવાને લઈને મહેસુલ વિભાગ (Revenue Department) દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ, હવે રિગ્રાન્ટ કરેલ અથવા કરવાને પાત્ર હોય પણ ન થયેલ હોય તેવી જમીન સરળતાથી નિયમબદ્ધ કરી શકાશે. જમીન પ્રવર્તમાન જંત્રીના ૨૦ ટકા કબજાહક્કની રકમ ભરી નિયમબદ્ધ કરી શકાશે.
મહેસુલી ક્ષેત્રે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
ઇનામી જમીનોના અનધિકૃત કબજા હક્ક નિયમબદ્ધ કરવા નિર્ણય
રીગ્રાન્ટ કરેલી અથવા કરવાને પાત્ર હોય પણ ન થયેલી હોય તેવી જમીન સરળતાથી નિયમબદ્ધ કરી શકાશે#GujaratGovernment #RevenueDepartment #LandReforms #InamiLand #Farmers #GujaratFirst pic.twitter.com/L32DQfGMRj— Gujarat First (@GujaratFirst) February 2, 2026
કોને-કોને લાભ મળશે ?
- રિગ્રાન્ટ કરેલી પરંતુ કબજા કિંમત ભરપાઈ કરેલી ન હોય તેવી જમીનનાં કબજેદાર
- રિગ્રાન્ટ કરવાને પાત્ર હોય પરંતુ કોઈ કારણસર રિગ્રાન્ટ થઈ ન હોય
- વારસદારો જો આવી જમીનનાં અનઅધિકૃત ધારણ કરનાર હોય
- આવી જમીનોની તબદીલીઓ થઈ ગઈ હોય અને હાલ આવી જમીનો અન્ય કોઈના કબજામાં હોય તેવા કબ્જેદાર
આ પણ વાંચો - Union Budget 2026: બજેટ અંગે ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ શું કહ્યું? જુઓ


