Gandhinagar : વિદ્યાસહાયકની ભરતીનાં ઉમેદવારો માટે મહત્ત્વનાં સમાચાર, કોલ-લેટર ડાઉનલોડ કરી શકાશે
- સ્થગિત થયેલી વિદ્યાસહાયકની ભરતી ફરી શરૂ થઈ (Gandhinagar)
- ઉમેદવારો આજથી સત્તાવાર વેબસાઇટ પરથી કોલ-લેટર ડાઉનલોડ કરી શકશે
- ધો. 1 થી 5 માટે ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાવ્યામાં આવશે
- 5 જૂનથી 28 જૂન દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવશે
Gandhinagar : રાજ્યમાં સ્થગિત થયેલી વિદ્યાસહાયકની ભરતીને લઈ મોટા સમાચાર આવ્યા છે. વિદ્યાસહાયકની ભરતીનાં (Vidya Sahayak JOB) ઉમેદવારો આજથી કોલ-લેટર ડાઉનલોડ કરી શકશે. ધો. 1 થી 5 માટે ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાવ્યા હોવાની માહિતી છે. 5 થી 28 જૂન જિલ્લા પસંદગી માટે બોલાવવાશે.
આ પણ વાંચો - Ahmedabad : સોલા-ભાગવત ખાતે RSS એ યોજાયો 'ભાગવતગનર સોસાયટી સંવાદિતા કાર્યક્રમ'
ઉમેદવારો આજથી સત્તાવાર વેબસાઇટ પરથી કોલ-લેટર ડાઉનલોડ કરી શકશે
રાજ્યમાં શિક્ષણ વિભાગે થોડા દિવસ પહેલા ધો. 1 થી 5 માટે વિદ્યાસહાયકની ભરતી (Vidya Sahayak JOB) પસંદગી પ્રક્રિયા રદ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે, હવે વિદ્યાસહાયકની ભરતીનાં ઉમેદવારો માટે મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. આ ભરતીની રાહ જોતા ઉમેદવારો આજથી કોલ-લેટર ડાઉનલોડ કરી શકશે. વિભાગનાં જાણવા મુજબ, અગાઉ 17 મે, 2025 નાં રોજ મુકવામાં આવેલ મેરીટ મુજબનાં ઉમેદવારો 2 જૂન, 2025 ના રોજ 18:00 (સાંજે 6 વાગ્યાથી) થી સત્તાવાર વેબસાઇટ પરથી પોતાનાં કોલ-લેટર ઓનલાઇન ડાઉનલોડ કરી શકશે.
આ પણ વાંચો - Gandhinagar Metro : લ્યો બોલો...અમદાવાદ બાદ હવે ગાંધીનગરમાં મેટ્રો રૂટમાં કેબલની ચોરી!
5 જૂનથી 28 જૂન દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવશે
વિદ્યાસહાયક ભરતી-2024 (ધો. 1 થી 5 ગુજરાતી માધ્યમ) માં આ ઉમેદવારોને 5 થી 28 જૂન જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવ્યા છે. આ અંગેની તારીખ, સમય અને સ્થળની માહિતી ઉમેદવારનાં કોલ-લેટરમાં દર્શાવવામાં આવી છે. જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ પરથી ઓનલાઇન કોલ-લેટર મેળવી લેવાનાં રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ લેટર મોકલવામાં આવશે નહીં.
આ પણ વાંચો - Ahemdabad : બકરામંડી પાસે 3-4 વાહન, લોકોને અડફેટે લેનારા ફરાર કોન્સ્ટેબલની ફરી ધરપકડ