Gandhinagar : ST નિગમનાં કર્મચારીઓ માટે મહત્ત્વનાં સમાચાર, સરકારે લીધો આ મોટો નિર્ણય!
- રાજ્યનાં ST નિગમનાં કર્મચારીઓ માટે મહત્ત્વના સમાચાર
- કર્મીઓને હાલ ચૂકવતા મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો
- હવેથી કર્મચારીઓને 50 ટકા મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવા લેવાયો નિર્ણય
- વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને આપી જાણકારી
Gandhinagar : રાજ્યનાં ST નિગમનાં (GSRTC) કર્મચારીઓ માટે મહત્ત્વના સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારે ST નિગમનાં કર્મીઓને હાલ ચૂકવતા મોંઘવારી ભથ્થામાં (Dearness Allowance) 4 ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. હવેથી કર્મચારીઓને 50 ટકા મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે. મોંઘવારી ભથ્થાનાં એરિયર્સની પણ ચુકવણી કરવામાં આવશે. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) આ માહિતી આપી છે.
આ પણ વાંચો - Breaking : ST નિગમનાં કર્મચારીઓ માટે મહત્ત્વનાં સમાચાર, સરકારે લીધો આ મોટો નિર્ણય!
ST નિગમનાં કર્મચારીઓને ચૂકવતા મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમનાં (GSRTC) કર્મચારીઓ માટે ખુશીનાં સમાચાર આવ્યા છે. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) તેમનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ટ્વીટ કરીને મહત્ત્વની માહિતી આપી છે. આ માહિતી અનુસાર, સરકારે રાજ્યનાં ST નિગમનાં કર્મચારીઓને હાલ ચૂકવતા મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો છે. આથી, હવે કર્મચારીઓને 50 ટકા મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે. આ વધારાની સાથે મોંઘવારી ભથ્થાનાં (Dearness Allowance) એરિયર્સની પણ ચુકવણી કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો - Surat : ગોવિંદ ધોળકિયાનાં નિવેદન સામે લેબગ્રોન ડાયમંડ એસો. ની પ્રતિક્રિયા, જાણો શું કહ્યું ?
કર્મચારીઓને એક વર્ષનું એરિયર્સ આપવામાં આવશે
વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આ નિર્ણય થકી કુલ રૂ.125 કરોડથી વધુનો લાભ એસ.ટી નિગમનાં કર્મચારીઓને મળવા પામશે. કર્મચારીઓ માટે પહેલી જાન્યુઆરી, 2024 થી આ વધારો લાગુ કરાયો છે. આથી, કર્મચારીઓને એક વર્ષનું એરિયર્સ આપવામાં આવશે. હર્ષ સંઘવીએ લખ્યું કે, ટૂંક સમયમાં આ માટેની વિગતવાર માહિતી જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચો - Rajkot : ગોંડલ હાઇવે પર મુસાફરોથી ભરેલી બસ અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત, એકનું મોત