IPS અધિકારીઓ માટે અભદ્ર ભાષા બોલનારા MLA Gopal Italia ની મુશ્કેલીઓ વધી! જાણો સમગ્ર મામલો
- MLA Gopal Italia સામે ચૂંટણી આયોગને લેખિત ફરિયાદ
- ગોપાલ ઇટાલિયા વિરૂધ્ધ IPS એસોસિએશને આપી ફરિયાદ
- ગોપાલ ઇટાલિયાની ખરાબ ભાષાને IPS એસોસિએશને વખોડી
Complaint Against MLA Gopal Italia: ગુજરાતમાં રાજકીય નિવેદનબાજીએ હવે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સાથે સંઘર્ષની સ્થિતિ પેદા કરી છે. આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય ગોપાલભાઈ ઈટાલિયા ((MLA Gopal Italia) દ્વારા સિનિયર પોલીસ અધિકારીઓ અને વહીવટી તંત્રને 'દલાલ' કહીને સંબોધવામાં આવતા વિવાદ વકર્યો છે. આ અશોભનીય ભાષા સામે ગુજરાત IPS એસોસિએશને (Association) સખત વાંધો ઉઠાવ્યો છે. એસોસિએશનના મતે, જાહેર મંચ પરથી આ પ્રકારે ઉચ્ચ અધિકારીઓનું અપમાન (Insult) કરવું એ માત્ર વ્યક્તિગત હુમલો નથી, પરંતુ સમગ્ર પોલીસ ફોર્સના નૈતિક મનોબળને (Moral) તોડવાનો પ્રયાસ છે. આ મામલે હવે ચૂંટણી આયોગને (Election Commission) લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
MLA ની ખરાબ ભાષાને IPS એસોસિએશને વખોડી
આ વિવાદની ગંભીરતાને ધ્યાને લઈને IPS એસોસિએશનના અધ્યક્ષ અને અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા રજૂઆત કરવામાં આવી છે. તેમની સાથે નાયબ અધ્યક્ષ પિયુષ પટેલ અને એસોસિએશનના સચિવ નિપુણા તોરવણેએ પણ આ મામલે ગૃહ વિભાગ (Home Department) અને રાજ્યના પોલીસવડાને (DGP) પત્ર લખીને MLA ગોપાલભાઈ ઇટાલિયાના નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું છે. એસોસિએશનનું કહેવું છે કે જવાબદાર પદ પર બેઠેલા લોકપ્રતિનિધિ દ્વારા સિનિયર અધિકારીઓ માટે આવા અપશબ્દોનો પ્રયોગ કરવો એ લોકશાહીની ગરિમાની વિરુદ્ધ છે.
MLA ગોપાલ ઇટાલિયા સામે ચૂંટણી આયોગને લેખિત ફરિયાદ
ગોપાલ ઇટાલિયાની ખરાબ ભાષાને IPS એસોસિએશને વખોડી
ગોપાલ ઈટાલિયાએ સિનિયર પોલીસ અધિકારીઓને કહ્યાં દલાલ
ગોપાલ ઈટાલિયાએ વહીવટી તંત્રને પણ કહ્યાં હતા દલાલ
ગોપાલ ઇટાલિયા વારંવાર પોલીસવિભાગનું કરે છે મોરલ ડાઉન#GopalItalia #IPSAssociation… pic.twitter.com/EeLbCNT6rH— Gujarat First (@GujaratFirst) April 27, 2026
'પોલીસ વિભાગનું કરે છે મોરલ ડાઉન'
પોલીસ વિભાગનું માનવું છે કે ગોપાલભાઈ ઇટાલિયા વારંવાર પોલીસ તંત્ર વિરુદ્ધ ટિપ્પણીઓ કરીને પોલીસ ફોર્સનું મોરલ ડાઉન (Demoralize) કરવાનું કામ કરી રહ્યા છે. આ અગાઉ પણ તેમના નિવેદનો ચર્ચામાં રહ્યા છે, પરંતુ આ વખતે સિનિયર અધિકારીઓને નિશાન બનાવતા મામલો ચૂંટણી આયોગ સુધી પહોંચ્યો છે. લેખિત ફરિયાદમાં (Written Complaint) સ્પષ્ટપણે જણાવાયું છે કે વહીવટી માળખું તટસ્થ રીતે કામ કરતું હોય છે અને તેના પર આક્ષેપો કરવા તે ગેરવ્યાજબી છે. આગામી સમયમાં ચૂંટણી આયોગ આ ફરિયાદ પર કેવા પગલાં ભરે છે અને ગૃહ વિભાગ આ વિષયને કેટલી ગંભીરતાથી લે છે તેના પર સૌની નજર ટકેલી છે.
આ પણ વાંચોઃ Bhavnagar: 'બહુ કમાયા છો, કયાં છુપાયું છે અમને ખબર છે', પરસોત્તમભાઈએ પોતાના જ MLA ને કેમ ઝાટક્યા?


