Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Gandhinagar: વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ

Gandhinagar: ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે (જેઠાભાઈ આહીર) પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને પોતાનું રાજીનામું સોંપ્યું હતું, જેને અધ્યક્ષે તાત્કાલિક સ્વીકાર કરી લીધો છે.
gandhinagar  વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે આપ્યું રાજીનામું  જણાવ્યું આ કારણ
Advertisement
  • Gandhinagar: વિધાનસભાના ઉપાધ્યક્ષનું રાજીનામુ
  • વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી જેઠાભાઈ ભરવાડે આપ્યું રાજીનામુ
  • ઘણી સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા છે જેઠાભાઈ ભરવાડ
  • જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને સોંપ્યુ પોતાનું રાજીનામુ

Gandhinagar: ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે (જેઠાભાઈ આહીર) પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને પોતાનું રાજીનામું સોંપ્યું હતું, જેને અધ્યક્ષે તાત્કાલિક સ્વીકાર કરી લીધો છે. આ રાજીનામું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને સંગઠન મંત્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં વિધાનસભા અધ્યક્ષના નિવાસસ્થાને સોંપવામાં આવ્યું હતું.

Advertisement

જેઠાભાઈ ભરવાડે રાજીનામાનું આ કારણ જણાવ્યું

જેઠાભાઈ ભરવાડે રાજીનામાનું કારણ અન્ય હોદ્દાઓ અને કાર્યોની વ્યસ્તતા ગણાવ્યું છે. તેઓ ઘણી સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને પંચમહાલ ડેરીના ચેરમેન તરીકે પણ જવાબદારી નિભાવે છે. આ ઉપરાંત, તેઓ શહેરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે અને ભાજપના વરિષ્ઠ નેતા તરીકે પાર્ટીના કાર્યોમાં પણ સક્રિય છે.

Advertisement

જેઠાભાઈ ભરવાડ કોણ છે ?

જેઠાભાઈ ભરવાડ ભાજપના વરિષ્ઠ નેતા છે અને શહેરા બેઠક પરથી અનેક વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તેઓ 2022માં ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત થયા હતા. તેમની સહકારી ક્ષેત્રમાં મજબૂત પકડ છે અને તેઓ અનેક સંસ્થાઓમાં મહત્વની ભૂમિકા ભજવે છે.જેઠાભાઈ ભરવાડના રાજીનામાએ રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે.

આ પણ વાંચો: Studio on Wheels: પોલીસ, AMC અને સિવિલ હોસ્પિટલના વડા એક જ મંચ પર, સુરક્ષા-સ્વાસ્થ્યના રોડમેપ પર ચર્ચા

Tags :
Advertisement

.

×