ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gandhinagar: કડી સર્વ વિશ્વવિદ્યાલયમાં Horizon-2025 નું આયોજન, 4300 થી પણ વધુ વિદ્યાર્થીઓ રહ્યાં હાજર

Kadi Sarva vishwavidyalaya, Gandhinagar: વિવિધ શાળાઓના ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ માટે તારીખ 09 અને 10 જાન્યુઆરી 2025 દરમિયાન Horizon-2025 નું આયોજન કરવામાં આવ્યું હતું.
05:35 PM Jan 09, 2025 IST | VIMAL PRAJAPATI
Kadi Sarva vishwavidyalaya, Gandhinagar: વિવિધ શાળાઓના ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ માટે તારીખ 09 અને 10 જાન્યુઆરી 2025 દરમિયાન Horizon-2025 નું આયોજન કરવામાં આવ્યું હતું.
Kadi Sarva University, Gandhinagar
  1. 09 અને 10 જાન્યુઆરી 2025 દરમિયાન Horizon-2025 નું આયોજન
  2. વિદ્યાર્થીઓને તેમના ભવિષ્ય અંગે માહિતગાર કરવા કાર્યક્રમનું આયોજન
  3. આ કાર્યક્રમમાં કુલ 4300 થી પણ વધારે વિદ્યાર્થીઓ હાજર રહ્યાં

Kadi Sarva vishwavidyalaya, Gandhinagar: ‘કર ભલા હોગા ભલા’ અને ‘શિક્ષણ એ જ સાચી સેવા’ ના કર્મ મંત્રને સાર્થક કરતી છેલ્લા 105 વર્ષથી સતત કાર્યરત સમાજ સેવાને રંગે રંગાયેલી સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, કડીની યુનિવર્સીટી-કડી સર્વ વિશ્વ વિદ્યાલય, ગાંધીનગર દ્વારા વિવિધ શાળાઓના ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ માટે તારીખ 09 અને 10 જાન્યુઆરી 2025 દરમિયાન Horizon-2025 નું આયોજન કરવામાં આવ્યું હતું.

લાઇવ પ્રોજેક્ટ અને મોડેલ દ્વારા પ્રદર્શનનું આયોજન

આજના અને આવનારા સમયમાં ટેકનોલોજી, મેનેજમેન્ટ અને કોમર્સ ક્ષેત્રે થયેલી પ્રગતિની કોલેજ અભ્યાસક્રમ પર કેવી અસર થઇ રહી છે અને વિદ્યાર્થીઓની કારકિર્દી કઈ દિશામાં આગળ વધારી શકાય તે અંગે માહિતગાર કરવા લાઇવ પ્રોજેક્ટ અને મોડેલ દ્વારા પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલુ હતું. આ પ્રદર્શનમાં મેનેજમેન્ટ, કોમ્પ્યુટર અને કોમર્સને લગતા જુદા જુદા 24 સ્ટોલ્સમાં સર્વ વિદ્યાલયની 105 વર્ષની શિક્ષણ ક્ષેત્રની સફળતા અને સેવાની ગાથા, INDI START-UP STREET: NAYI SOCH NAYI DISHA, AGRIEDGE – LEADING THE FUTURE OF AGRICULTURE, THE WORLD OF AI, SATTVAM- A FRESH FUSION, ZANKHI OF INCREDIBLE INDIA-ONE PLACE FOR PROUD, JOURNEY OF MONEY, THE JOURNEY OF INDIAN STOCK MARKET, CONTRIBUTION OF WOMEN ENTREPRENEURS IN INDIA, “HASSLE – FREE” CHARDHAM YATRA, BLOCK-CHAIN TECHNOLOGY, SMART CITY: ENERGY EFFICIENT, QUANTUM COMPUTER: THE FUTURE, રજુ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Gandhinagar: ધોરણ 1થી 5માં વિદ્યાસહાયકની ભરતી મામલે માહોલ ગરમાયો

નાસ્તા અને વાનગીયોનું વેચાણ કરી વિદ્યાર્થીઓ ધંધાકીય વિષયક જ્ઞાન

આ ઉપરાંત 08 ફૂડ સ્ટોલમાં વિવિધ નાસ્તા અને વાનગીયોનું વેચાણ કરી વિદ્યાર્થીઓ ધંધાકીય વિષયક જ્ઞાન મેળવ્યુ હતું. મુલાકાતી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા સદર પ્રોજેક્ટ અને મોડેલ્સ કોલેજના હાલના વિદ્યાર્થીઓ દ્વારા જ તૈયાર કરવામાં આવેલા આથી મુલાકાતી વિદ્યાર્થીમાં ‘તેઓ પણ કંઇક કરી શકે છે’ તેઓ આત્મ વિશ્વાસ જાગૃત થાય. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી અને ગાંધીનગરના આદરણીય ચેરમન વલ્લભભાઈ એમ પટેલ સાહેબ તેમજ મહેસાણા જીલ્લા કલેક્ટરશ્રી એમ. નાગરાજન સાહેબ દ્વારા સંસ્થાના અન્ય વરિષ્ટ મંત્રીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યુ હતું.

લગભગ 4300 થી પણ વધુ વિદ્યાર્થીઓ મુકાલાત લીધી

આ પ્રસંગે રત્નમણી મેટલ્સ એન્ડ ટયુબ્સ લી કંપનીના વાઈસ પ્રેસિડેન્ટ-ગ્રુપ એચ.આર જયેશ સલુજા ઉપસ્થિત રહી વિધ્યાર્થીયોને પ્રોત્સાહિત કર્યાં હતા. આ પ્રસંગે કડી, મહેસાણા, ગાંધીનગર, સુરેન્દ્રનગર અને અમદાવાદની શાળાઓમાંથી લગભગ 4300 થી પણ વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમજ 100થી વધુ શિક્ષકો અને 18 થી પણ વધુ પ્રિન્સીપાલોએ મુલાકાત લઇ અને દરેક સ્ટોલની ઝીણવટભરી માહિતી મેળવી હતી. આ પ્રસંગે સર્વ વિદ્યાલયની વિવિધ કોલેજો અને શાળાઓના પ્રિન્સીપાલો, શિક્ષકો તેમજ અધ્યાપકોએ પણ ભાગ લીધો હતો.

આ પણ વાંચો: CM Bhupendra Patel નો વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય, હવે નહીં થાય પાણીની અછત!

અનેક મહાનુભવો આ કાર્યક્રમમાં હાજર રહ્યાં

આદરણીય ચેરમન વલ્લભભાઈ એમ પટેલ સાહેબે આ સુંદર કાર્યક્રમના આયોજન માટેની પ્રસંશા કરી વિવિધ કોલેજોના પ્રિન્સીપાલ, અધ્યાપકઓ તેમજ મેનેજમેન્ટ વિદ્યાશાખાના ડીન તેમજ એસ વી ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટના ડાયરેક્ટર ડો. ભાવિન પંડયા, કોમ્પુટર વિદ્યાશાખાના ડીન ડો. રૂપેશ વ્યાસ, કોમર્સ વિદ્યાશાખાના ડીન ડો. વિજ્ઞા ઓઝા, નરસિંહભાઈ પટેલ કોલેજ ઓફ કોમ્પ્યુટર સ્ટડીના ડાયરેક્ટર ડો. સંજયભાઈ શાહ તેમજ એમ પી પટેલ કોલેજ ઓફ કોમર્સના પ્રિન્સીપાલ ડો. કપિલ ત્રિવેદીને અભિનંદન આપ્યા હતા. અત્રે ઉલેખનીય છે કે, આ બે દિવસના કાર્યક્રમને સફળ બનાવવા માટે મેનેજમેન્ટ, કોમ્પ્યુટર અને કોમર્સ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ ખુબ જ જહેમત ઉઠાવી હતી.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Educational NewsEducational ProgramEducational Program NewsEducational Program PhotoGnadhinagarGnadhinagar NewsGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsHorizon-2025Kadi Sarva UniversityKadi Sarva University GandhinagarLatest Gujarati NewsNAYI SOCH NAYI DISHATop Gujarati News
Next Article