Gandhinagar Independence Day: "દેશની આઝાદી માટે ઘણાના લોહી રેડાયા" પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ દેશના વીરોને કર્યા યાદ
Gandhinagar Independence Day: ગાંધીનગર ખાતે આવેલા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય 'કમલમ' પર 80 મા સ્વતંત્રતા પર્વની ઉજવણી ખૂબ જ ઉત્સાહ અને નવા રંગરૂપ સાથે કરવામાં આવી હતી. ભાજપ સંગઠનમાં આવેલા બદલાવની સાથે જ આ વખતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની પદ્ધતિમાં પણ નોંધપાત્ર ફેરફારો જોવા મળ્યા હતા.
Advertisement
Gandhinagar Independence Day: ગાંધીનગર ખાતે આવેલા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય 'કમલમ' પર 80 મા સ્વતંત્રતા પર્વની ઉજવણી ખૂબ જ ઉત્સાહ અને નવા રંગરૂપ સાથે કરવામાં આવી હતી. ભાજપ સંગઠનમાં આવેલા બદલાવની સાથે જ આ વખતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની પદ્ધતિમાં પણ નોંધપાત્ર ફેરફારો જોવા મળ્યા હતા. કમલમ કાર્યાલયને આઝાદીના પર્વ નિમિત્તે સુંદર ત્રિરંગાની રોશની અને રંગોથી ભવ્યતાથી સજાવવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય મહોત્સવમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માના વરદ્ હસ્તે રાષ્ટ્રધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.

