Cable-Stayed Bridge: શું તમે જોયો? ગુજરાતનો નવો આકર્ષક કેબલ સ્ટેડ બ્રિજ, આજે જ ખુલ્લો મુકાશે
Cable-Stayed Bridge: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે ગાંધીનગર-કોબા રોડ પર સ્થિત ભાટ સર્કલ કેબલ સ્ટેડ બ્રિજ (Bhat Circle Cable Stayed Bridge) નું ભવ્ય લોકાર્પણ કરવામાં આવશે. આ સાથે જ કોબા એરોડ્રોમ રોડ પર આવેલા નર્મદા કેનાલ બ્રિજ (Narmada Canal Bridge) ને 6 માંથી 12 માર્ગીય બનાવવાની મહત્વપૂર્ણ કામગીરીનું ખાતમુહૂર્ત પણ વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ સીએમ દ્વારા કરવામાં આવશે.
Advertisement
Cable-Stayed Bridge: ગુજરાતના પાટનગર ગાંધીનગર (Gandhinagar) અને અમદાવાદ (Ahmedabad) ને જોડતા મુખ્ય માર્ગ પર વાહનચાલકો માટે રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગર-કોબા રોડ પર આવેલા વ્યસ્ત એવા ભાટ સર્કલ (Bhat Circle) ખાતે નવનિર્મિત કેબલ સ્ટેડ બ્રિજ (Cable-Stayed Bridge) નું સત્તાવાર લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ (CM Bhupendra Patel) ના વરદ હસ્તે કરવામાં આવશે. આ આધુનિક બ્રિજ કાર્યરત થવાથી અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત અને ઝડપી બનશે.

