ગાંધીનગરમાં મોટી દુર્ઘટના: કુડાસણમાં મહાકાય ક્રેન તૂટી પડી, 10-15 શ્રમિકો દટાયાની આશંકા, હર્ષભાઈ સંઘવી ઘટનાસ્થળે
Gandhinagar Construction Site Accident: ગાંધીનગરના કુડાસણ ખાતે રિલાયન્સ ચોકડી પાસે આવેલી 'બોક્સી ધ એમ્પાયર' કન્સ્ટ્રક્શન સાઇટ પર મહાકાય ક્રેન પટકાતાં સ્લેબ ધરાશાયી થયો છે. આ દુર્ઘટનામાં 10 થી 15 જેટલા શ્રમિકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને આરોગ્યમંત્રી પ્રફૂલ પાનસેરિયા ઘટનાસ્થળે પહોંચ્યા છે. ફાયર બ્રિગેડ અને પોલીસે યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું છે.
Advertisement
Gandhinagar Construction Site Accident: પાટનગર ગાંધીનગરના કુડાસણ (Kudasan) વિસ્તારમાંથી એક અત્યંત ગંભીર અને કમકમાટીભરી દુર્ઘટના સામે આવી છે. કુડાસણમાં આવેલી રિલાયન્સ ચોકડી (Reliance Chowkdi) નજીક નિર્માણાધીન કોમર્શિયલ પ્રોજેક્ટ 'બોક્સી ધ એમ્પાયર' (Boxy The Empire) ની સાઇટ પર કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક એક મહાકાય ક્રેન ધડાકાભેર નીચે પટકાઈ હતી. ક્રેનનું ભારેખમ વજન સીધું બિલ્ડિંગના સ્લેબ પર પડતાં જ નિર્માણાધીન સ્લેબ ક્ષણવારમાં ધરાશાયી થઈ ગયો હતો.

