ગાંધીનગરમાં ગ્લોબલ ટુરિઝમનો મહાકુંભ: 'ટ્રાવેલ એન્ડ ટુરીઝમ ફેર' નો ભવ્ય પ્રારંભ
Travel and Tourism Fair Gandhinagar: ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે 6 થી 8 ઓગસ્ટ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ (Bhupendra Patel) અને ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવીની (Harsh Sanghavi) હાજરીમાં 'ટ્રાવેલ એન્ડ ટુરીઝમ ફેર' નો પ્રારંભ થયો છે. ભારતના 27 રાજ્યો અને ઇઝરાયેલ, યુ.એસ.એ., ચીન જેવા દેશોના 900 થી વધુ એક્ઝિબિટર્સ અને 1500 થી વધુ પ્રોફેશનલ્સ હાજર રહેશે.
Advertisement
Travel and Tourism Fair Gandhinagar: ગુજરાતની રાજધાની ગાંધીનગર (Gandhinagar) સ્થિત વિશ્વપ્રસિદ્ધ મહાત્મા મંદિર (Mahatma Mandir) ખાતે ગ્લોબલ ટુરિઝમને પ્રોત્સાહન આપવાના હેતુથી 'ટ્રાવેલ એન્ડ ટુરીઝમ ફેર' (Travel and Tourism Fair / TTF) નો ભવ્ય પ્રારંભ થયો છે. પ્રવાસન ક્ષેત્રે નવી તકો અને ભાગીદારી ઉભી કરવા માટે આયોજિત આ આંતરરાષ્ટ્રીય સ્તરના મેળાનો પ્રારંભ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ (Chief Minister Bhupendra Patel) અને રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવીની (Home Minister Harsh Sanghavi) ગૌરવવંત ગરિમામય ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો છે.
પ્રવાસન ક્ષેત્રના આ મહાકુંભમાં વિશાળ સહભાગિતા જોવા મળી રહી છે. દેશના 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના (Union Territories) પ્રવાસન વિભાગો પોતાના સ્ટોલ સાથે જોડાયા છે. ઇઝરાયેલ (Israel), વિયતનામ (Vietnam), શ્રીલંકા (Sri Lanka), નેપાળ (Nepal), યુ.એસ.એ. (USA) અને ચીન (China) સહિતના વિવિધ દેશોમાંથી 900 થી વધારે એક્ઝિબિટર્સ (Exhibitors) ભાગ લઈ રહ્યા છે. આ પ્રદર્શન દ્વારા ગુજરાત સહિત દેશના વિવિધ પર્યટન સ્થળોને વૈશ્વિક સ્તરે મોટું પ્રમોશન મળશે.
1500 થી વધુ ટ્રાવેલ ટ્રેડ પ્રોફેશનલ્સ હાજરી આપશે
ત્રણ દિવસ દરમિયાન આ મેળામાં 1500 થી વધુ વેરિફાઇડ ટ્રાવેલ ટ્રેડ પ્રોફેશનલ્સ હાજરી આપશે અને બિઝનેસ-ટુ-બિઝનેસ (B2B) મીટિંગ્સ યોજશે. આ આયોજનથી ગુજરાત અને ભારતના પર્યટન ઉદ્યોગને નવી ઊંચાઈ મળશે, સાથે જ પ્રવાસન ક્ષેત્રે રોજગારી અને રોકાણની નવી તકોનું પણ સર્જન થશે.

