Gandhinagar : CM ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મેરેથોન બેઠક, 'મેગા' રાહત પેકેજની થઈ શકે જાહેરાત!
- ઈતિહાસનું સૌથી મોટું કૃષિ રાહત પેકેજ થશે જાહેર! (Gandhinagar)
- મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મેરેથોન બેઠક યોજાઈ
- 5 કલાક સુધી ચાલેલી બેઠકમાં પેકેજ અંગે સર્વાંગી ચર્ચા
- માવઠાથી નુકસાન સામે સરકાર આપી શકે છે 'મેગા' પેકેજ!
Gandhinagar : રાજ્યમાં કમોસમી વરસાદના (Unseasonal Rain) કારણે કપાસ, તુવેર, ડાંગર સહિતનાં અનેક પાકોને ભારે નુકસાન થયું છે. પાક નુકસાન થતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેડૂતો દ્વારા સરકાર પાસે આર્થિક સહાયની માગ કરાઈ રહી છે. ત્યારે, રાજ્ય સરકારે પણ ખેડૂતોની પડખે રહી સરવેની કામગીરી ઝડપથી પૂર્ણ કરાવી છે અને હવે ખેડૂતો માટે રાહત પેકેજ (Relief Package for Farmers) ગમે તે ઘડીએ જાહેર થઈ શકે છે. રાજ્ય સરકાર ઈતિહાસનું સૌથી મોટું કૃષિ રાહત પેકેજ જાહેર કરી શકે છે, એવા અહેવાલ છે. આ અંગે ચર્ચા કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની (CM Bhupendrabhai Patel) અધ્યક્ષતામાં મેરેથોન બેઠક યોજાઈ હતી.
આ પણ વાંચો - Ahmedabad : AAP યોજશે 'કિસાન મહાપંચાયત', પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આપી માહિતી
પ્રતિ હેક્ટર સહાય અને વિસ્તાર પ્રમાણે સહાય માટે તૈયારીઓ
પ્રાપ્ત માહિતી અનુસાર, માવઠાનો માર સહન કરનારા ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરવાની અંતિમ તૈયારીઓ પૂરજોરમાં ચાલી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મેરેથોન બેઠક યોજાઈ હતી. આ બેઠક 5 કલાક સુધી ચાલી હતી, જેમાં પેકેજ અંગે સર્વાંગી ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, માવઠાથી નુકસાન સામે સરકાર 'મેગા' પેકેજ આપી શકે છે. અંદાજિત 10 હજાર કરોડનું નુકસાન થયું હોવાની ચર્ચા છે. પ્રતિ હેક્ટર સહાય અને વિસ્તાર પ્રમાણે સહાય માટે તૈયારીઓ કરાઈ રહી છે.
આ પણ વાંચો - Vadodara : વડોદરા જિલ્લા ભાજપમાં ભડકો! બેઠકમાં ધારાસભ્યો નારાજ થયાની ચર્ચા
Gandhinagar , ગમે ત્યારે 'મેગા' રાહત પેકેજની જાહેરાત થઈ શકે
અહેવાલ મુજબ, તમામ સંબંધિત વિભાગો સાથે સંકલન માટે સૂચના અપાઈ છે. હવે, ગમે ત્યારે 'મેગા' રાહત પેકેજની જાહેરાત થઈ શકે છે. નુકસાનીનો તાગ મેળવવા પંચ રોજકામ (Panch Rojkam) કરી રિપોર્ટ મોકલાયો છે. ગામેગામથી પંચ રોજકામ સાથે ખેડૂત ખાતેદારોની સંખ્યા મોકલાઇ છે. આ સાથે ગામેગામથી કેટલાં હેક્ટરમાં નુકસાન સહિતની વિગત પણ મોકલાઈ છે. ધારાધોરણથી ઉપર જઇને ઉદારતમ રાહત પેકેજ મળવાની ચર્ચાઓ વેગવંતી થઈ છે.
આ પણ વાંચો - Bharuch : જિલ્લામાં 654 ગામમાં સરવેની કામગીરી પૂર્ણ, કપાસ, તુવેર, ડાંગર સહિતનાં પાકોને નુકસાનનું તારણ!


