Gandhinagar: મેડિકલ કોલેજમાં આગની ઘટના, ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે
- ગાંધીનગર પાસે એક ખાનગી મેડિકલ કોલેજમાં લાગી આગ
- મહુડી રોડ પર આવેલ ખાનગી મેડિકલ કોલેજમાં લાગી આગ
- ગાંધીનગર ફાયરની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી
- મુબારખપુર ગામ પાસે આવેલી છે ખાનગી મેડિકલ હોસ્પિટલ
- ફાયરબ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ
Gandhinagar Fire Incident:ગાંધીનગર પાસે આવેલી એક ખાનગી મેડિકલ કોલેજ(Private Medical College )માં આગ લાગવાની ઘટના બનતાં ભાગદોડ મચી ગઈ હતી. મહુડી રોડ પર આવેલ ખાનગી મેડિકલ કોલેજમાં આગ લાગી હતી. ગાંધીનગર ફાયરની એક ગાડી ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો છે.
આગનું કારણ હજુ સ્પષ્ટ
મળતી જાણકારી અનુસાર આજે ગાંધીનગરના મુબારપુર ગામ નજીક મહુડી રોડ પાસે આવેલી ખાનગી હોમિયોપેથીક મેડિકલ કોલેજમાં આગ લાગવાની ઘટના ઘટી હતી. જેની જાણ ગાંધીનગર ફાયર વિભાગને થતાં ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર નથી, પરંતુ કોલેજના મકાનના કેટલાક ભાગને નુકસાન પહોંચ્યું છે. આગનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. જેથી આગ લાગવા પાછળનું કારણ જાણવા તંત્રએ પ્રયાસ હાથ ધર્યા છે.
આ પણ વાંચોઃ Dahod: ગરબાડામાં સર્વર વારંવાર ડાઉન થતાં ખેડૂતોને સહાય મેળવવામાં મુશ્કેલીઓ


