Gandhinagar માં ભવનાથ મહાશિવરાત્રી મેળાની બેઠક, DyCM હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં ચર્ચા
- ગાંધીનગર (Gandhinagar) માં જૂનાગઢ (junagadh) ભવનાથ મહાશિવરાત્રી મેળાને લઈ બેઠક
- નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (DyCM Harshabhai Sanghvi) ની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક
- રાજ્યમંત્રી જયરામ ગામીત પણ બેઠકમાં ઉપસ્થિત
- જૂનાગઢ કલેક્ટર એસપી મેયર ધારાસભ્ય બેઠકમાં ઉપસ્થિત
- સંતો મહંતો અને વિભાગના અધિકારીઓ પણ બેઠકમાં હાજર
ગાંધીનગર (Gandhinagar) માં જૂનાગઢ (Junagadh) ના ભવનાથ મહાશિવરાત્રી મેળાના આયોજનને લઈને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આ બેઠક થઈ, જેમાં રાજ્યમંત્રી જયરામ ગામીત પણ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં જૂનાગઢના કલેક્ટર, પોલીસ અધિક્ષક (એસપી), મેયર, ધારાસભ્ય તેમજ પ્રવાસન, યાત્રાધામ વિકાસ અને સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત ભવનાથ મહાદેવ મંદિર સાથે જોડાયેલા સંતો, મહંતો અને ગિરનાર મંડળના પ્રમુખ સંતો પણ બેઠકમાં ભાગ લીધો હતો.
ગાંધીનગર (Gandhinagar) માં ભવનાથ મહાશિવરાત્રી મેળાને લઈ બેઠક
આ બેઠકમાં આગામી મહાશિવરાત્રી મેળાની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. મેળાને વધુ ભવ્ય, દિવ્ય અને વ્યવસ્થિત બનાવવા માટે વિવિધ પાસાઓ પર મંથન થયું. આ મેળાને 'મિની કુંભ' તરીકે ઉજવવાની તૈયારીઓ અને રાષ્ટ્રીય સ્તરે તેની પ્રમોશન પર પણ વાત થઈ. બેઠક દરમિયાન મહાશિવરાત્રી મેળાનું એક આકર્ષક સોંગ લોન્ચ કરવામાંં આવ્યું. જે મેળાના પ્રચારમાં મહત્વની ભૂમિકા ભજવશે.
મહાશિવરાત્રી મેળા પરામર્શ સમિતિની પણ બેઠક યોજાઈ
મહાશિવરાત્રી મેળા પરામર્શ સમિતિની પણ બેઠક યોજાઈ, જેમાં વધુ વિગતવાર આયોજન અને સમન્વય પર ચર્ચા થઈ.ભવનાથ મહાશિવરાત્રી મેળો ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામોમાંનું એક છે, જે ગિરનાર તળેટીમાં ભવનાથ મહાદેવ મંદિર ખાતે યોજાય છે. આ વખતે 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી, 2026 સુધી પાંચ દિવસ ચાલનારા આ મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી અપેક્ષા છે. રાજ્ય સરકાર દ્વારા તમામ વ્યવસ્થાઓને સુદૃઢ બનાવવા માટે પૂરતી તૈયારીઓ કરવામાં આવી રહી છે.
આ વર્ષે વ્યવસ્થાઓમા વધારો કરવામાં આવશે
આ મામલે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના જણાવ્યા મુજબ અનેક વર્ષોથી ભવનાથ મેળો ભવ્ય રીતે ઉજવાય છે ત્યારે આ વર્ષ ભવનાથ મહાશિવરાત્રી મેળો સૌથી મોટો મેળો તરીકે આયોજન થશે. આ વર્ષે વ્યવસ્થાઓમા વધારો કરવામાં આવશે.આ વર્ષે રવેડી નો રૂટ 500 મીટર વધારવામાં આવ્યો છે.2900 થી વધારે પોલીસ જવાનો બંદોબસ્ત મા હશે.1000 જેટલા લોકલ વોલેન્ટીયર ને પણ જોડવામાં આવશે.300 સામાજિક સંસ્થા દ્વારા રહેવા અને ભડારાની વ્યવસ્થા કરવામાં આવશે. સમગ્ર રૂટ પર ડેકોરેશન કરવામાં આવશે.
ભવનાથ મહાશિવરાત્રીના મેળાના આયોજનને લઈને બેઠક
મહાશિવરાત્રી મેળાના આયોજનને લઈને ગાંધીનગરમાં બેઠક
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતમાં બેઠક
રાજ્યમંત્રી જયરામ ગામીત બેઠકમાં રહ્યા ઉપસ્થિત
પ્રવાસન, યાત્રાધામ સહિતના વિભાગના અધિકારીઓ ઉપસ્થિત
જૂનાગઢના ધારાસભ્ય, કલેક્ટર, SP… pic.twitter.com/Dhc5sWPZ5u— Gujarat First (@GujaratFirst) January 30, 2026
હર્ષભાઈ સંઘવી નગરયાત્રામાં જશે
11મી ફેબ્રુઆરી એ સાંજે સંતોનું નગરમા આગમન થશે ત્યારે ભવ્ય નગરયાત્રા નીકળશે. હર્ષભાઈ સંઘવીએ કહ્યું કે, 11 મી ફેબ્રુઆરીએ હું પોતે નગરયાત્રામાં જઈશ.દેશભરમાંથી સાધુ સંતો આવે તે માટેનું રાજ્ય સરકાર આમંત્રણ આપશે.અદભુત રીતે સૌથી મોટો મેળો આ વર્ષે કરવામાં આવશે.
આ પણ વાંચો: Vadodara: વડોદરા નેશનલ હાઈવે 48 બન્યો રક્તરંજિત ! બસ-ટ્રક અથડામણમાં 2ના જીવ ગયા,10 ઈજાગ્રસ્ત


