ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gandhinagar News:મંત્રી ઋષિકેશ પટેલનો હિતકારી નિર્ણય, આ કર્મચારીઓને થશે લાભ

અગાઉ કર્મચારીઓને પ્રતિમાસ રૂ. ૩૦૦ મેડિકલ અલાઉન્સ અપાતુ કર્મચારીઓને પ્રતિમાસ રૂ.1000નું તબીબી ભથ્થું મળવાપાત્ર થશે આ નિર્ણયથી કુલ 4908 કર્મચારીઓને લાભ થશે Gandhinagar News : ગુજરાતના મંત્રી ઋષિકેશ પટેલે (Education Minister Hrishikesh Patel)X પર પોસ્ટ કરીને માહિતી આપીને રાજ્યની...
08:33 PM Feb 28, 2025 IST | Hiren Dave
અગાઉ કર્મચારીઓને પ્રતિમાસ રૂ. ૩૦૦ મેડિકલ અલાઉન્સ અપાતુ કર્મચારીઓને પ્રતિમાસ રૂ.1000નું તબીબી ભથ્થું મળવાપાત્ર થશે આ નિર્ણયથી કુલ 4908 કર્મચારીઓને લાભ થશે Gandhinagar News : ગુજરાતના મંત્રી ઋષિકેશ પટેલે (Education Minister Hrishikesh Patel)X પર પોસ્ટ કરીને માહિતી આપીને રાજ્યની...
Education Minister Hrishikesh Patel

Gandhinagar News : ગુજરાતના મંત્રી ઋષિકેશ પટેલે (Education Minister Hrishikesh Patel)X પર પોસ્ટ કરીને માહિતી આપીને રાજ્યની બિન-અનુદાનિત કોલેજોમાં કાર્યરત શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક કર્મચારી(Employees)ઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણય અનુસાર, રાજ્યની બિન-સરકારી અનુદાનિત કોલેજોના કર્મચારીઓને મળતા મેડિકલ(Medical allowance increased) ભથ્થામાં ₹700નો નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. આ વધારા સાથે, આ કર્મચારીઓને હવે પ્રતિમાસ ₹1 હજારનું તબીબી ભથ્થું પ્રાપ્ત થશે. આ નિર્ણયથી રાજ્યભરના કુલ 4908 કર્મચારીઓને સીધો લાભ મળશે, જેઓ લાંબા સમયથી આ વધારાની રાહ જોઈ રહ્યા હતા.

એપ્રિલથી  ભથ્થાનો મળશે લાભ

આ નિર્ણયનો અમલ તારીખ 1-04-2025થી શરૂ થશે જેનો અર્થ એ છે કે, કર્મચારીઓને એપ્રિલ 2025થી વધેલા ભથ્થાનો લાભ મળવાનો શરૂ થશે. આ વધારો કર્મચારીઓના સ્વાસ્થ્ય અને સુખાકારીને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે, જે તેમને મોંઘવારીના આ સમયમાં રાહત આપશે.

આ પણ  વાંચો -Gandhinagar: તોલમાપ તંત્રના રાજ્યવ્યાપી દરોડા: હાઇ-વે પર આવેલી 183 હોટલોને ફટકાર્યો મોટો દંડ, જાણો શું છે કારણ?

રાજ્યના ૪૯૦૮ કર્મચારીઓને લાભ મળશે

ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા રાજ્યની બિન અનુદાનિત કૉલેજના કર્મચારીઓને મળતા મેડિકલ ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યની બિન અનુદાનિત કૉલેજના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓના મેડિકલ ભથ્થામાં રૂપિયા 700નો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ તમામ કર્મચારીઓને પ્રતિમાસ ₹. 300 લેખે મેડિકલ અલાઉન્સ આપવામાં આવતું હતું. આ નિર્ણય બાદ તારીખ 01-04-2025 ના ઠરાવથી પ્રતિમાસ કુલ રૂપિયા 1000નું મેડિકલ ભથ્થું મળવાપાત્ર બનશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી શૈક્ષણિક 3703 અને બિનશૈક્ષણિક 1205 મળીને કુલ 4908 કર્મચારીઓને લાભ થશે.

આ પણ  વાંચો -PM Modi in Gujarat : માર્ચના પ્રથમ પખવાડિયામાં બે વખત ગુજરાત આવશે PM મોદી! વાંચો વિગત

રાજ્ય સરકાર કર્મચારીઓના કલ્યાણ માટે પ્રતિબદ્ધ

ઋષિકેશ પટેલે (Hrishikesh Patel)જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર કર્મચારીઓના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે અને આ નિર્ણય એ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. અમે માનીએ છીએ કે, આ વધારો કર્મચારીઓને તેમના સ્વાસ્થ્યની વધુ સારી રીતે કાળજી લેવામાં મદદ કરશે. આ નિર્ણયથી રાજ્યની બિન-અનુદાનિત કોલેજોના કર્મચારીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે, અને તેઓએ સરકારના આ પગલાને આવકાર્યું છે.

Tags :
Education MinisterEmployeesGandhinagarGood newsgovernmentGujaratGujarat FirstHRISHIKESH PATELMedical allowance increasedMedicalAllowancestate-run unaided colleges
Next Article