ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gandhinagar : રાજ્ય સરકારના મંત્રીઓને બંગલાની ફાળવણી, 26 નંબરનો બંગલો લકી હોવાની માન્યતા! જાણો પૂરી વિગત

રાજ્ય સરકારના મંત્રીઓને ગાંધીનગર સ્થિત મંત્રીમંડળ નિવાસસ્થાનમાં બંગલાઓની નવી ફાળવણી કરવામાં આવી છે. રિપીટ થયેલા મંત્રીઓને તેમના જુના બંગલાઓ યથાવત રાખવામાં આવ્યા છે, જ્યારે નવા મંત્રીઓને નવા બંગલાઓ ફાળવાયા છે. આ દરમિયાન મંત્રીમંડળ નિવાસસ્થાન સાથે જોડાયેલી અનેક રસપ્રદ માન્યતાઓ ફરી ચર્ચામાં આવી છે.
02:21 PM Nov 03, 2025 IST | Hardik Shah
રાજ્ય સરકારના મંત્રીઓને ગાંધીનગર સ્થિત મંત્રીમંડળ નિવાસસ્થાનમાં બંગલાઓની નવી ફાળવણી કરવામાં આવી છે. રિપીટ થયેલા મંત્રીઓને તેમના જુના બંગલાઓ યથાવત રાખવામાં આવ્યા છે, જ્યારે નવા મંત્રીઓને નવા બંગલાઓ ફાળવાયા છે. આ દરમિયાન મંત્રીમંડળ નિવાસસ્થાન સાથે જોડાયેલી અનેક રસપ્રદ માન્યતાઓ ફરી ચર્ચામાં આવી છે.
Gandhinagar_Minister_Residence_Gujarat_First

Gandhinagar : રાજ્યમાં નવી મંત્રીમંડળની રચના બાદ હવે મંત્રીઓને નિવાસસ્થાન તરીકે બંગલાઓની ફાળવણી પૂર્ણ થઈ ગઈ છે. મંત્રીમંડળ નિવાસસ્થાનમાં કુલ 43 બંગલાઓ આવેલા છે, જેમાંથી ઘણા બંગલાઓ જુના મંત્રીઓને યથાવત રાખવામાં આવ્યા છે, જ્યારે નવા મંત્રીઓને ખાલી પડેલા અથવા નવા ફાળવાયેલા બંગલાઓ આપવામાં આવ્યા છે. આ ફાળવણી બાદ ગાંધીનગરના મંત્રીમંડળ નિવાસસ્થાનમાં ફરી રાજકીય ચહલપહલ શરૂ થઈ છે.

રિપીટ મંત્રીઓને યથાવત બંગલા, નવા મંત્રીઓને નવી ફાળવણી

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીને તેમનો અગાઉનો ગાંધીનગર (Gandhinagar) સ્થિત બંગલા નંબર 43 યથાવત રાખવામાં આવ્યો છે. કૃષિ મંત્રી જીતુભાઇ વાઘાણીને ગાંધીનગરમાં બંગલા નંબર 5 ફાળવાયો છે, જ્યારે નરેશભાઈ પટેલને ગાંધીનગરના મંત્રીમંડળ નિવાસસ્થાનમાં બંગલો નંબર 20 આપવામાં આવ્યો છે. નવા મંત્રીઓમાં કાંતિભાઇ અમૃતિયાને પૂર્વ મંત્રી બચુભાઇ ખાબડનો બંગલો ફાળવવામાં આવ્યો છે. અર્જુનભાઇ મોઢવાડીયાને બંગલો નંબર 12 અને ડો. પ્રદ્યુમન વાઝાને બંગલો નંબર 3 આપવામાં આવ્યો છે.

મંત્રીઓને કયા નંબરના બંગલા મળ્યા?

મંત્રીબંગલા નંબર
હર્ષભાઈ સંઘવી43
કનુભાઈ દેસાઈ22
ઋષિકેશ પટેલ21
કુંવરજી બાવળિયા18
જીતુભાઈ વાઘાણી5
નરેશભાઈ પટેલ20
અર્જુનભાઈ મોઢવાડિયા12
ડૉ. પ્રદ્યુમન વાજા3
રમણભાઈ સોલંકી36
ઇશ્વરસિંહ પટેલ6
પ્રફુલભાઈ પાનસેરીયા31
ડૉ. મનિષા વકીલ7
પરસોત્તમભાઈ સોલંકી14
કાંતિલાલ અમૃતિયા33

મુખ્યમંત્રી નિવાસની રસપ્રદ માન્યતા

ગાંધીનગરમાં આવેલ 1 નંબરનો મુખ્યમંત્રી બંગલો રાજકારણીઓમાં ચર્ચાનો વિષય રહ્યો છે. એવી માન્યતા છે કે જે કોઈ આ બંગલામાં રહે છે, તે પોતાનો 5 વર્ષનો કાર્યકાળ પૂરો કરી શકતો નથી. ઇતિહાસમાં માધવસિંહ સોલંકીથી લઈને કેશુભાઈ પટેલ સુધીના અનેક મુખ્યમંત્રીઓ આ બંગલામાં રહ્યા બાદ તેમનો કાર્યકાળ મધ્યમાં જ પૂર્ણ થયો હતો. આ કારણે 1 નંબરના બંગલાને “અપશુકન” ગણવાની માન્યતા આજે પણ જીવંત છે, અને નવી સરકારોમાં પણ આ બાબત ચર્ચાનો વિષય બને છે.

મંત્રીઓને કયા નંબરના બંગલા મળ્યા?

મંત્રીબંગલા નંબર
રમેશભાઈ કટારા10
દર્શનાબેન વાઘેલા35
કૌશિકભાઈ વેકરીયા42
પ્રવિણભાઈ માળી23
ડૉ. જયરામ ગામીત15
ત્રિકમભાઈ છાંગા16
કમલેશભાઈ પટેલ30
સંજયસિંહ મહીડા11
પી.સી.બરંડા32
સ્વરૂપજી ઠાકોર38
રિવાબા જાડેજા12A

મંત્રીઓના બંગલાઓ સાથે જોડાયેલી રસપ્રદ માન્યતાઓ (Gandhinagar)

ગાંધીનગર (Gandhinagar) ના મંત્રી નિવાસસ્થાન વિશે અનેક માન્યતાઓ અને ગેરમાન્યતાઓ પ્રચલિત છે. અહીં “13 નંબર”નો બંગલો જ નથી, કારણ કે તેને અપશુકન માનવામાં આવે છે. એટલે જ 12 નંબર પછીનો બંગલો “12A” તરીકે ઓળખાય છે. કહેવામાં આવે છે કે 13 નંબરનો બંગલો બનાવવામાં ક્યારેય મંજૂરી આપવામાં આવી નહોતી. બીજી રસપ્રદ માન્યતા એ છે કે જે મંત્રી “26 નંબર”ના બંગલામાં રહે, તે ભવિષ્યમાં મુખ્યમંત્રી બની શકે છે. આ માન્યતા રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે.

આ પણ વાંચો :   Vadodara : મહિલાઓએ ગૌ છાણમાંથી બનાવેલા દીવા કાશી ઘાટે પ્રજ્વલિત થશે

Tags :
Bungalow Number 13 SuperstitionBungalow Number 26 MythGandhinagarGandhinagar Minister ResidenceGujarat Cabinet FormationGujarat Cabinet MinistersGujarat FirstGujarat Government HousingGujarat Ministers Bungalow AllocationGujarat PoliticsGujarat Secretariat AreaMinister Bungalow BeliefsMinister Residence ControversyMinisterial Residence AllotmentPolitical Traditions in GujaratState Government Allocation
Next Article