ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gandhinagar : કુદરતી આફતો સમયે કરાતા રેસ્ક્યુ ઓપરેશનની યોજાઈ મોકડ્રિલ

આજે ગાંધીનગર પાસેથી પસાર થતી નર્મદા કેનાલ પર કુદરતી આફતો સમયે બચાવ અને રાહત કાર્ય અંગેની મોકડ્રિલ (Mockdrill) યોજાઈ હતી. જેમાં NDRF, SDRF, પોલીસ, NCC, આર્મી અને સિવિલ ડિફેન્સ જેવા વિભાગના જવાનો જોડાયા હતા. વાંચો વિગતવાર.
05:20 PM May 31, 2025 IST | Hardik Prajapati
આજે ગાંધીનગર પાસેથી પસાર થતી નર્મદા કેનાલ પર કુદરતી આફતો સમયે બચાવ અને રાહત કાર્ય અંગેની મોકડ્રિલ (Mockdrill) યોજાઈ હતી. જેમાં NDRF, SDRF, પોલીસ, NCC, આર્મી અને સિવિલ ડિફેન્સ જેવા વિભાગના જવાનો જોડાયા હતા. વાંચો વિગતવાર.
a mock drill Gujarat First--

Gandhinagar : આજે ગુજરાતના પાટનગર ગાંધીનગર પાસેથી પસાર થતી નર્મદા કેનાલ ખાતે એક મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ Mockdrill ખાસ કુદરતી આફતો સમયે કરાતા રેસ્ક્યુ ઓપરેશન સંદર્ભે યોજાઈ હતી. જેમાં કુદરતી આફતો સમયે નાગરિકોનો બચાવ કરતા NDRF, SDRF, પોલીસ, NCC, આર્મી અને સિવિલ ડિફેન્સ જેવા વિભાગના જવાનો જોડાયા હતા.

મોકડ્રિલમાં મલ્ટી એજન્સીઓ જોડાઈ

આજે ગાંધીનગર પાસેથી પસાર થતી નર્મદા કેનાલ ખાતે યોજાયેલ મોકડ્રિલમાં મલ્ટી એજન્સીઓએ ભાગ લીધો હતો. આ મોકડ્રિલનો ઉદ્દેશ્ય કુદરતી આફતો સમયે હાથ ધરાતા રેસ્ક્યુ ઓપરેશન (Rescue Operation) માં પરસ્પર સહયોગ સાધીને કેવી રીતે ઝડપી રાહત કામગીરી હાથ ધરવી તે હતો. જેમકે પૂર જેવા બીજા કુદરતી આપત્તિ ટાળે રાહતકાર્ય સરળ અને ઝડપી બને તેવી કવાયત કરાઈ હતી. સામાન્ય રીતે કુદરતી આફતોમાં બચાવ અને રાહત કામગીરી કરતી એજન્સીઓ જેવી કે NDRF, SDRF, પોલીસ, NCC, આર્મી અને સિવિલ ડિફેન્સ જેવી એજન્સીઓ જોડાઈ હતી.

વિવિધ એજન્સીઓ દ્વારા Rescue Operation નું પ્રદર્શન

પૂર જેવી કુદરતી આફતોમાં બચાવ અને રાહતકાર્ય કરતી એજન્સીઓ કઈ રીતે રેસ્કયુ ઓપરેશન હાથ ધરે છે તેનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રિલમાં દરેક એજન્સીઓ અન્ય એજન્સીઓની કાર્યપદ્ધતિ અને સાધનોથી માહિતગાર કરાઈ હતી. NDRF દ્વારા બચાવ કામગીરી અને ઊંડા પાણીથી બચાવ કામગીરી યોજાઈ હતી. આર્મી દ્વારા દોરડાથી સ્થળાંતર, ડ્રોનથી આવશ્યક ચીજવસ્તુઓ પહોંચાડવી, પીડિતો રાહત શિબિર અને સ્થળાંતરની કવાયત યોજાઈ હતી. આ મોકડ્રિલમાં દોરડાથી સ્થળાંતર, ઊંડા પાણીમાંથી બચાવ કામગીરી, ડ્રોનથી આવશ્યક વસ્તુઓ કેવી રીતે પહોંચાડવી તેનું માર્ગદર્શન પૂરુ પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત રેસ્ક્યુ બોટ, રોપ લોન્ચર, ડાઈવિંગ કિટ અને ડ્રોનનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ  Visavadar By Election : AAP ના ગોપાલ ઈટાલિયાએ નોંધાવી ઉમેદવારી, અરવિંદ કેજરીવાલ રહ્યા ઉપસ્થિત

શું કહ્યું આર્મી બ્રીગેડિયરે ?

આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા આર્મીના બ્રીગેડિયર રાજેશ કુમાર (Rajesh Kumar) એ જણાવ્યું હતું કે, અમે દર વર્ષે ફ્લડ રીલિફ કોલમ્સના ડ્રિલને રીફાઈન્ડ અને ઈમ્પ્રુવમેન્ટ કરીએ છીએ. અમારી સાથે આ મોકડ્રિલમાં NDRF અને SDRFના જવાનો જોડાયા હતા. આ મોકડ્રિલનો હેતુ કુદરતી આફતોમાં બચાવકાર્ય વખતે અમારી વચ્ચે યોગ્ય તાલમેળ રહે તે છે. અમે વડોદરા અને આણંદ જિલ્લામાં યોગ્ય તાલમેળ મેળવીને રાહતકાર્ય કર્યા હતા. આ વખતે મોકડ્રિલમાં અમે ડ્રોનનો પણ ઉપયોગ કર્યો છે.

આ પણ વાંચોઃ  Rajkot: ભાજપના કોર્પોરેટર અને પૂર્વ TP ચેરમેન પર ગંભીર આક્ષેપ, ગેરકાયદે બાંધકામ તોડી પડાયા બાદ કર્યો આક્ષેપ

Tags :
a mock drillArmyArmy Brigadiercivil defensediving kitsDronesGandhinagarGujarat FirstGUJARAT FIRST NEWSnatural disastersNCCNDRFpoliceRajesh KumarRescue and Relief WorkRescue boatsrope launchersSDRFthe Narmada Canal
Next Article