Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

ગાંધીનગર મનપાના પદાધિકારીઓને અંતે આવી સમજણ! ક્રિકેટ છોડી હવે આવ્યા આ મેદાને..!

ગાંધીનગરમાં ટાઈફોઈડના વધતા કેસો વચ્ચે મનપાના પદાધિકારીઓ ક્રિકેટ રમવા મેયર કપમાં ઉતરવા તૈયાર હતા. પરંતુ સોશિયલ મીડિયા પર ભારે વિરોધ અને જનરોષ બાદ આખરે તેમને ‘બ્રહ્મજ્ઞાન’ થયું. પદાધિકારીઓએ મેચમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે અને હવે આરોગ્યલક્ષી કામગીરી તથા સફાઈ અભિયાન પર ધ્યાન કેન્દ્રિત કરવાનો દાવો કર્યો છે.
ગાંધીનગર મનપાના પદાધિકારીઓને અંતે આવી સમજણ  ક્રિકેટ છોડી હવે આવ્યા આ મેદાને
Advertisement
  • Gandhinagar ના મનપા ના પદાધિકારીઓને આખરે બ્રહ્મજ્ઞાન થયું
  • મેયર કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમવા નહીં જાય ગાંધીનગરના પદાધિકારીઓ
  • આજે સાંજે ગાંધીનગર મેયર ઇલેવન અને જૂનાગઢ મેયર ઇલેવનની હતી મેચ
  • અગાઉ ટાઈફોઈડની સ્થિતિ વચ્ચે ક્રિકેટની મજા માણવાના હતા ગાંધીનગરના પદાધિકારીઓ
  • ક્રિકેટ ટુર્નામેન્ટની ઓપનિંગ સેરેમનીમાં જઈ ફજેતી કરાવ્યા બાદ થયું બ્રહ્મજ્ઞાન
  • ટાઈફોડના વધતા કેસ અટકાવવાની કામગીરીમાં જ રહેશે તમામ પદાધિકારીઓ

Gandhinagar : ગાંધીનગરમાં એક તરફ ટાઈફોઈડના કેસોએ માઝા મૂકી છે અને જનતા બીમારીના ખપ્પરમાં હોમાઈ રહી છે, ત્યારે બીજી તરફ જનતાના પ્રતિનિધિઓ ક્રિકેટના મેદાનમાં ચોગ્ગા-છગ્ગા ફટકારવાની તૈયારીમાં હતા. જોકે, ભારે વિરોધ અને ફજેતી થયા બાદ આખરે ગાંધીનગર મહાનગરપાલિકા (Gandhinagar Municipal Corporation) ના પદાધિકારીઓને 'બ્રહ્મજ્ઞાન' થયું છે અને તેમણે મેયર કપમાં રમવાનો નિર્ણય રદ કર્યો છે.

શું હતો સમગ્ર વિવાદ?

ભાવનગરમાં આયોજિત 'મેયર કપ ક્રિકેટ ટુર્નામેન્ટ'માં ભાગ લેવા માટે ગાંધીનગર (Gandhinagar) ના પદાધિકારીઓ પહોંચ્યા હતા. આજે સાંજે ગાંધીનગર મેયર ઇલેવન અને જૂનાગઢ મેયર ઇલેવન વચ્ચે કાંટાની ટક્કર થવાની હતી. આશ્ચર્યની વાત એ હતી કે, જ્યારે ગાંધીનગરમાં ટાઈફોઈડની બીમારી ફેલાયેલી છે અને તંત્રને કામગીરી કરવાની જરૂર છે, ત્યારે પદાધિકારીઓ રમતગમતમાં વ્યસ્ત થવા જઈ રહ્યા હતા.

Advertisement

Advertisement

સૂત્રોના જણાવ્યા અનુસાર, ક્રિકેટ ટુર્નામેન્ટની ઓપનિંગ સેરેમનીમાં પદાધિકારીઓની હાજરી બાદ સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં તેમની આકરી ટીકા થઈ હતી. લોકોમાં એવો રોષ જોવા મળ્યો હતો કે, "શહેરમાં આરોગ્યની સ્થિતિ કથળી રહી છે અને નેતાઓ મેદાનમાં બેટિંગ કરી રહ્યા છે." આ ફજેતી બાદ પદાધિકારીઓએ આજે સાંજે યોજાનારી મેચમાં રમવા ન જવાનો નિર્ણય લીધો છે.

હવે કામગીરી પર ધ્યાન આપવાનો દાવો (Gandhinagar)

પદાધિકારીઓએ હવે એવો દાવો કર્યો છે કે, તેઓ ક્રિકેટ રમવાને બદલે શહેરમાં વધી રહેલા ટાઈફોઈડના કેસોને અટકાવવા અને તંત્રની કામગીરી પર દેખરેખ રાખવામાં જ વ્યસ્ત રહેશે. તમામ પદાધિકારીઓ હવે ક્રિકેટના મેદાનને બદલે પોતાના વિસ્તારની આરોગ્યલક્ષી સુવિધાઓ અને સફાઈ અભિયાન પર ધ્યાન કેન્દ્રિત કરશે.

આ પણ વાંચો :  ટાઈફોઈડથી ગાંધીનગરની જનતા ત્રસ્ત, મનપાના અધિકારીઓ ક્રિકેટમાં મસ્ત?

Tags :
Advertisement

.

×