ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gandhinagar : ડબલ મર્ડર કેસમાં નવો વળાંક, પોલીસની તપાસમાં થયો ચોંકાવનારો ઘટસ્ફોટ!

પતિ હરેશ વાઘેલાએ પત્ની આશાબેન વાઘેલા, 5 વર્ષીય પુત્ર ધ્રૂવને મોતને ઘાટ ઉતાર્યા હતા અને પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
08:51 PM Mar 10, 2025 IST | Vipul Sen
પતિ હરેશ વાઘેલાએ પત્ની આશાબેન વાઘેલા, 5 વર્ષીય પુત્ર ધ્રૂવને મોતને ઘાટ ઉતાર્યા હતા અને પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
Gandhinagar_Gujarat_first
  1. Gandhinagar નાં સરઘાસણમાં ડબલ મર્ડર કેસમાં નવો વળાંક
  2. શેરબજારમાં નહીં પણ ઓનલાઈન ગેમમાં દેવું થઈ જતા કરી હત્યા
  3. આરોપી હરેશ વાઘેલા ઓનલાઈન ગેમનાં લતે ચડ્યો હતો
  4. આરોપીએ પત્ની અને 5 વર્ષીય બાળકની કરી હતી ક્રૂર હત્યા

ગાંધીનગરનાં (Gandhinagar) સરઘાસણમાં ડબલ મર્ડર કેસમાં નવો વળાંક આવ્યો છે. શેરબજારમાં નહીં પણ ઓનલાઈન ગેમમાં દેવું થઈ જતા હત્યારાએ પત્ની અને 5 વર્ષીય બાળકની ક્રૂર હત્યા કરી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. હત્યારાને ઓનલાઈન ગેમિંગમાં 12 લાખ કરતા વધુનું દેણું થયું હતું. હત્યા બાદ સુસાઇડ નોટમાં શેરબજારની ખોટી સ્ટોરી ઊભી કરી હોવાનો ખુલાસો તપાસમાં થયો છે. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Ahmedabad : કોર્ટે જામીન ફગાવ્યા, કહ્યું -જેમ એક ખરાબ માછલી આખા તળાવને ગંદુ કરે છે..!

પત્ની અને 5 વર્ષીય પુત્રની હત્યા કરી આત્મહત્યાનો પ્રયાસ કર્યો

ગાંધીનગરનાં (Gandhinagar) સરઘાસણમાં આવેલી શ્રી રંગ નેનો સિટીમાં ડબલ મર્ડરની ઘટના બની હતી. પતિ હરેશ વાઘેલાએ પત્ની આશાબેન વાઘેલા, 5 વર્ષીય પુત્ર ધ્રૂવને મોતને ઘાટ ઉતાર્યા હતો અને પોતે પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન, પોલીસને એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી, જેમાં શેરબજારમાં દેવું થઈ જતાં આર્થિક સંકળામણમાં પત્ની અને પુત્રની હત્યા કરી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનો ઉલ્લેખ કરાયો હતો. જો કે, આ મામલે પોલીસે ઝીણવટભરી તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયો છે.

આ પણ વાંચો - Gondal : પોલીસનો મોટો ખુલાસો! પૂર્વ MLA જયરાજસિંહ જાડેજાના ઘરના CCTV ફૂટેજ કર્યા જાહેર

શેરબજારમાં નહીં પણ ઓનલાઈન ગેમમાં દેવું થઈ જતા કરી હત્યા!

ડબલ મર્ડર કેસમાં પોલીસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. હત્યારા પતિને શેરબજાર નહીં પણ ઓનલાઇન ગેમિંગની (જંગલી રમી, લુડો) લતમાં 12 લાખથી વધુ રૂપિયાનું દેવું થયું હતું. જે બાબતે હત્યારા પતિ હરેશ વાઘેલા અને પત્ની આશાબેન વાઘેલા વચ્ચે મોટો ઝઘડો થયો હતો. ઉશ્કેરાઈને હરેશ વાઘેલાએ પત્નીને માથામાં લોખડની પાઇપ મારી હત્યા નીપજાવી હતી. દરમિયાન, 5 વર્ષનો પુત્ર જાગી જતા તેની પણ આરોપી હરેશે હત્યા કરી હતી. પત્ની અને પુત્રની હત્યા કર્યા બાદ આરોપી હરેશે સુસાઇડ નોટમાં શેરબજારમાં દેણું થવાની ખોટી કહાણી ઊભી કરી હતી. આ મામલે પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Dahod : ધો. 10 ની પરીક્ષા આપતો હતો વિદ્યાર્થી, અચાનક છાતીમાં ઉપડ્યો દુ:ખાવો અને..!

Tags :
Crime NewsDouble Slaughter CaseGandhinagarGandhinagar PoliceGUJARAT FIRST NEWSOnline GamingSarghasanSri Rang Nano CityTop Gujarati News
Next Article