Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gandhinagar NEWS :ગુજરાતના યાત્રાધામોમાં વિકાસની નવી ઝળહળતી સવાર: 10 પવિત્ર સ્થળોનો થશે કાયાકલ્પ

રાજ્યના પવિત્ર યાત્રાધામો અને પ્રવાસન સ્થળોના સર્વાંગી વિકાસ માટે મોટો નિર્ણય: 10 વિકાસ પ્રોજેક્ટ્સને સૈદ્ધાંતિક મંજૂરી
gandhinagar news  ગુજરાતના યાત્રાધામોમાં વિકાસની નવી ઝળહળતી સવાર  10 પવિત્ર સ્થળોનો થશે કાયાકલ્પ
Advertisement
Gandhinagar NEWS : રાજ્યના પવિત્ર યાત્રાધામો અને પ્રવાસન સ્થળો-Tourist destinations ના સર્વાંગી વિકાસ માટે મોટો નિર્ણય: 10 વિકાસ પ્રોજેક્ટ્સને સૈદ્ધાંતિક મંજૂરી
Gandhinagar NEWS :  ગુજરાતના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધાર્મિક સ્થળોના સુવ્યવસ્થિત અને આધુનિક વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા એક ઉત્સાહજનક અને પ્રશંસનીય પગલું ભરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel)ના માર્ગદર્શન હેઠળ પ્રવાસન ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરવાના હેતુથી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (Deputy CM Harsh Sanghavi)દ્વારા રાજ્યભરના વિવિધ ૧૦ મહત્વના વિકાસ પ્રોજેક્ટ્સ માટે કરોડો રૂપિયાના વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ્સ થકી શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થશે અને સ્થાનિક સ્તરે પ્રવાસન તેમજ રોજગારીની નવી તકોનું નિર્માણ થશે.

Gandhinagar NEWS : મંજૂર કરવામાં આવેલા મુખ્ય વિકાસ કાર્યોની વિગતો

  • શ્રી વરદાયિની માતાજી મંદિર સર્વગ્રાહી વિકાસ, રૂપાલ (જિ. ગાંધીનગર): ગાંધીનગર સ્થિત પ્રસિદ્ધ યાત્રાધામ રૂપાલ ખાતે યાત્રાળુઓની ઉત્કૃષ્ટ સુવિધાઓ અર્થે આ મંદિર પરિસરના સર્વગ્રાહી વિકાસ માટે રૂ. 35 કરોડના અંદાજિત વિકાસ કામોને મંજૂરી અપાઈ છે.
  • આઈકોનિક ડેવલપમેન્ટ ઑફ ગ્રેટર ગીર પ્રોજેક્ટ: ગ્રેટર ગીર-Greater Gir વિસ્તારમાં પ્રવાસનને વિશ્વકક્ષાએ લઈ જવા માટે વિવિધ મહત્વના સ્થળો ખાતે પ્રવાસનલક્ષી વિકાસ કામો હાથ ધરવા રૂ. ૪૬.૯૧ કરોડના અંદાજિત ખર્ચને મંજૂરી આપવામાં આવી છે.
  • શ્રી જોધલપીર મંદિર નવનિર્માણ, કેસરડી (જિ. અમદાવાદ): બાવળા તાલુકાના કેસરડી ગામ ખાતે આવેલા શ્રી જોધલપીર મંદિરના ભવ્ય નવનિર્માણ અને પરિસરના આનુષંગિક વિકાસ કાર્યો માટે રૂ. ૨૧.૭૫ કરોડની માતબર રકમ મંજૂર કરાઈ છે.
  • ગોવર્ધન પર્વત ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, અંજાર (જિ. કચ્છ): કચ્છ જિલ્લામાં પ્રવાસનને વેગ આપવા માટે અંજાર ખાતે ‘ડેવલપમેન્ટ ઓફ ગોવર્ધન પર્વત’ની મહત્વકાંક્ષી કામગીરી અર્થે રૂ. ૧૨.૯૮ કરોડ ફાળવાયા છે.
  • અનલગઢ કિલ્લો અને મહાકાળી માતાજી મંદિર, ગોંડલ (જિ. રાજકોટ): રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે આવેલા ઐતિહાસિક અનલગઢ કિલ્લા અને મહાકાળી માતાજીના મંદિરની આજુબાજુના પરિસરના વિકાસ માટે રૂ. ૫.૦૬ કરોડ મંજૂર થયા છે.
  • શ્રી ઉનાઈ માતાજી મંદિર સંકુલ વિકાસ, વાંસદા (જિ. નવસારી): નવસારીના પ્રસિદ્ધ યાત્રાધામ ઉનાઈ ખાતે મંદિર પરિસરમાં રામચંદ્રજી મંદિર, હનુમાનજી મંદિર, પ્રદક્ષિણા પથ, કલ્ચરલ હોલ, ભોજનાલય અને લાયબ્રેરી સહિતના સર્વાંગી વિકાસ માટે રૂ. 5.03 કરોડ અપાયા છે.
  • મહીસાગર નદી કિનારે ઘાટ વિકાસ, ભાદરવા (જિ. વડોદરા): વડોદરાના સાવલી તાલુકાના ભાદરવા ખાતે ચેહર માતા મંદિર પાસે મહીસાગર નદી કિનારે ઘાટ નિર્માણ, વોક-વે અને લેન્ડસ્કેપિંગ જેવી પાયાની સુવિધાઓ માટે રૂ. 3.13 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.
  • શ્રી વાળીનાથ મહાદેવ મંદિર વીજળીકરણ અને સોલાર પ્રોજેક્ટ, તરભ (જિ. મહેસાણા): પર્યાવરણ અનુકૂળ ઉર્જા વ્યવસ્થા અને સુચારુ વિદ્યુત સુવિધા માટે100 કિલોવોટની સોલાર રૂફટોપ સિસ્ટમ તથા વીજળીકરણ અર્થે રૂ. ૨.૬૮ કરોડ મંજૂર કરાયા છે.
  • શ્રી મહાકાળી માતાજી મંદિર (મીની પાવાગઢ), ઉમરેચા (જિ. મહેસાણા): સતલાસણા તાલુકાના ઉમરેચા ખાતે યાત્રાળુઓની સુવિધા અને સલામતી માટે હાઈ માસ્ટ પોલ, સ્ટ્રીટ લાઈટ અને ઓપન ડ્રેનેજ જેવા પાયાના કામો માટે રૂ. 50 લાખ મંજૂર કરાયા છે.
  • શ્રી ગોરા રામજી મંદિર, ધરમપુર (જિ. વલસાડ): વલસાડના ધરમપુર સ્થિત મંદિરના પ્રથમ માળ અને છતના રિપેરિંગ, પ્લાસ્ટર, કલર કામ તેમજ ફ્લોરિંગ સહિતના સમારકામ માટે રૂ. ૧૮.૯૧ લાખ મંજૂર કરવામાં આવ્યા છે.

આ તમામ વિકાસ કાર્યોના સાકાર થવાથી ગુજરાતના પ્રવાસન નકશા પર શ્રદ્ધા અને સંસ્કૃતિના કેન્દ્રો વધુ ઝળહળી ઉઠશે અને પ્રવાસીઓને અદભુત અનુભવ પ્રાપ્ત થશે.
Advertisement
Tags :
Advertisement

.

×