Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gandhinagar News : ગુજરાતના તમામ હેલીપૅડ હવેથી ફાસ્ટ અને સુપર-સજ્જ!

ગુજરાતમાં આપત્તિ વ્યવસ્થાપન અને વીઆઈપી મૂવમેન્ટ વધુ મજબૂત: તમામ હેલીપૅડને સતત 'ઑપરેશનલ કન્ડીશન'માં રાખવા સરકારે આપ્યા કડક નિર્દેશો
gandhinagar news   ગુજરાતના તમામ હેલીપૅડ હવેથી ફાસ્ટ અને સુપર સજ્જ
Advertisement
Gandhinagar News : ગુજરાતમાં આપત્તિ વ્યવસ્થાપન અને વીઆઈપી મૂવમેન્ટ વધુ મજબૂત: તમામ હેલીપૅડ-Helipadને સતત 'ઑપરેશનલ કન્ડીશન'માં રાખવા સરકારે આપ્યા કડક નિર્દેશો
Gandhinagar News : આપત્તિ વ્યવસ્થાપન(Disaster Management), તબીબી કટોકટી અને રાહત-બચાવ કામગીરીને વધુ ઝડપી તેમજ પ્રભાવશાળી બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendra Patel)ના માર્ગદર્શન હેઠળ રાજ્યના તમામ હયાત હેલીપૅડને હંમેશા ઉપયોગલાયક અને સજ્જ રાખવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર જાહેર કરીને કડક દિશા-નિર્દેશો જારી કરવામાં આવ્યા છે.

Gandhinagar News : નવા દિશા-નિર્દેશોની મુખ્ય વિશેષતાઓ

1-ફરજિયાત સ્થળ નિરીક્ષણ: રાજ્યના દરેક હેલીપૅડનું ઓછામાં ઓછું દર ત્રણ માસે એકવાર ફરજિયાત સ્થળ નિરીક્ષણ કરવામાં આવશે, જેથી તેની કાર્યક્ષમતાની નિયમિત ચકાસણી થઈ શકે.
2-ત્વરિત મરામત: નિરીક્ષણ દરમિયાન કોઈપણ પ્રકારની ખામી કે મરામતની જરૂરિયાત જણાય તો તેને વિલંબ વગર તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા સૂચના અપાઈ છે.
3-અધિકારીઓની જવાબદારી: હેલીપૅડ હંમેશા સંપૂર્ણ 'ઑપરેશનલ કન્ડીશન'માં રહે તેની મુખ્ય જવાબદારી સંબંધિત કાર્યપાલક ઈજનેરશ્રીને સોંપવામાં આવી છે, જ્યારે અધિક્ષક ઈજનેરશ્રીઓ સમયાંતરે તેની સતત સમીક્ષા કરશે.
4-આનુષંગિક સુવિધાઓની જાળવણી: હેલીપૅડની સપાટી, પેવમેન્ટ, પેઇન્ટેડ માર્કિંગ, ડ્રેનેજ વ્યવસ્થા અને એપ્રોચ વિસ્તાર સહિતની તમામ સુવિધાઓની ગુણવત્તા નિયમિતપણે જાળવવામાં આવશે.
5-અવરોધો અને દબાણો પર પ્રતિબંધ: હેલીપૅડ અથવા તેની આસપાસ અનધિકૃત દબાણો, બાંધકામ, વાહનોનું પાર્કિંગ, કચરો, ઝાડી-ઝાંખરા કે બિન-વપરાશી વાહનોના સંગ્રહ જેવા તમામ અવરોધોને તાત્કાલિક દૂર કરવા માટે સતત દેખરેખ રાખવામાં આવશે.
આ પ્રશંસનીય પગલાથી કટોકટીના સમયે હેલીપૅડનો વિના અવરોધે ઉપયોગ થઈ શકશે તેમજ વડાપ્રધાન અને મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોના પ્રવાસો પણ વધુ સુરક્ષિત અને સુવિધાજનક બનશે. સરકારે લીધેલા આ કડક પગલાંથી રાજ્યનું એવિએશન અને ઈમરજન્સી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધુ મજબૂત અને સજ્જ બનશે તે નિશ્ચિત છે.
Tags :
Advertisement

.

×