Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Gandhinagar NEWS :અદભુત નિર્ણય: આદિવાસી વિદ્યાર્થીઓ માટે સીએમ ભૂપેન્દ્ર પટેલનું મોટું પગલું

આદિવાસી વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા એક અત્યંત સકારાત્મક અને સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે.અરવલ્લી જિલ્લાના આદિવાસી ક્ષેત્રોમાં શિક્ષણ અને રાહેણાક સુવિધાઓ આધુનિક બનાવાશે. 
gandhinagar news  અદભુત નિર્ણય  આદિવાસી વિદ્યાર્થીઓ માટે સીએમ ભૂપેન્દ્ર પટેલનું મોટું પગલું
Advertisement
Aravalli Tribal Students Facilities, New Gujarat Pattern Scheme.
Gandhinagar NEWS : આદિવાસી વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર(દ્વારા એક અત્યંત સકારાત્મક અને સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે.અરવલ્લી જિલ્લાના આદિવાસી ક્ષેત્રોમાં શિક્ષણ અને વિધ્યાર્થીઓની રહેણાક સુવિધાઓ આધુનિક બનાવાશે. 
Gandhinagar NEWS : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel)ના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે(Gujarat Government ) અરવલ્લી જિલ્લાના આદિવાસી ક્ષેત્રોમાં શિક્ષણ અને રહેણાંક સુવિધાઓને વધુ આધુનિક બનાવવા માટે રૂપિયા 1.50 કરોડની મંજૂરી આપી છે. 'ન્યુ ગુજરાત પેટર્ન' New Gujarat Pattern Scheme અંતર્ગત લેવાયેલા આ મહત્વપૂર્ણ પગલાથી જિલ્લાની 29 આશ્રમશાળાઓ, ગ્રાન્ટ-ઇન-એઇડ હોસ્ટેલો અને માધ્યમિક શાળાઓ કાયાકલ્પ પામશે, જેનાથી આશરે 4922 જેટલા આદિવાસી વિદ્યાર્થીઓને સીધો લાભ મળશે.

Gandhinagar NEWS : આધુનિક સગવડોથી સજ્જ થશે શાળાઓ અને છાત્રાલયો

આ ફંડ દ્વારા વિદ્યાર્થીઓની પાયાની અને દૈનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અદ્યતન સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે.
  • રહેણાંક સુવિધા સુદ્રઢ કરવા માટે ગાદલા સાથેના બન્ક બેડ્સ (ડબલ બેડ) પૂરા પાડવામાં આવશે.
  • વર્ગખંડોમાં બેસવા માટે આરામદાયક સ્ટુડન્ટ બેન્ચોની વ્યવસ્થા કરવામાં આવશે.
  • હોસ્ટેલના દૈનિક સંચાલન માટે વોશિંગ મશીન વસાવવામાં આવશે.
  • વિદ્યાર્થીઓને શુદ્ધ અને પીવાલાયક પાણી મળી રહે તે માટે આર.ઓ. (RO) સિસ્ટમ લગાવવામાં આવશે.
  • પર્યાવરણ જાગૃતિ અને ઉર્જા બચત માટે સોલાર રૂફટોપની સ્થાપના કરવામાં આવશે.

 ગુણવત્તા અને પારદર્શિતા સાથે ઉત્તમ અમલીકરણ

આ તમામ વિકાસ કાર્યો રાજ્ય સરકારની પ્રવર્તમાન નાણાકીય નિયમો અને પારદર્શક ખરીદી નીતિ મુજબ પાર પાડવામાં આવશે. સાધનોની ખરીદીથી લઈને તેની સ્થાપના અને વપરાશ સુધીના દરેક તબક્કે ગુણવત્તાનું વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. મશીનરીના સંચાલન માટે સ્ટાફને યોગ્ય તાલીમ, વોરંટી-ગેરંટીની સુનિશ્ચિતતા અને સ્ટોક રજીસ્ટરમાં નિયમિત નોંધણી દ્વારા સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવામાં આવે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ(Naresh Patel) અને રાજ્ય મંત્રી  પૂનમચંદ બરંડા ના માર્ગદર્શન હેઠળ લેવાયેલું આ પગલું માત્ર ભંડોળ ફાળવણી પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે આદિવાસી યુવાનોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાની સરકારની દ્રઢ પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ આધુનિક સુવિધાઓથી સજ્જ વાતાવરણ આદિવાસી વિદ્યાર્થીઓને આગળ વધવા માટે નવી પ્રેરણા અને સમાન તકો પૂરી પાડશે.
Tags :
Advertisement

.

×