Gandhinagar NEWS :અદ્ભુત પહેલ: ટેકનોલોજીથી બદલાયું દીકરીઓનું ભવિષ્ય!
ભરૂચની મનુબર પ્રાથમિક કન્યા શાળાના શિક્ષિકા શ્રી હેતલબહેન રાણાની AI અને ગ્રીન સ્ક્રીન ટેકનોલોજી દ્વારા દીકરીઓનો અંગ્રેજીનો ડર દૂર કરવા બદલ ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક-2026’ માટે પસંદગી થઈ છે.
Advertisement
Gandhinagar NEWS : ભરૂચની મનુબર પ્રાથમિક કન્યા શાળાના શિક્ષિકા શ્રી હેતલબહેન રાણાની AI અને ગ્રીન સ્ક્રીન ટેકનોલોજી દ્વારા દીકરીઓનો અંગ્રેજીનો ડર દૂર કરવા બદલ ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક-2026’ માટે પસંદગી થઈ છે.
Gandhinagar NEWS : શિક્ષણ ક્ષેત્રે ટેકનોલોજી અને માનવીય સંવેદનાનો અનોખો સમન્વય કરીને દીકરીઓનું ભવિષ્ય ઉજ્જવળ બનાવનાર ભરૂચની મનુબર પ્રાથમિક કન્યા શાળાના ભાષા-શિક્ષિકા હેતલબહેન રાણાની ગુજરાત સરકાર(Gujarat Govt.)ના પ્રતિષ્ઠિત ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક-2026’ માટે પસંદગી કરવામાં આવી છે. તેમની આ સિદ્ધિ માત્ર એક પુરસ્કાર નથી, પરંતુ સરકારી શાળા(Govt School)ઓમાં થઈ રહેલા ક્રાંતિકારી અને સકારાત્મક પરિવર્તનની જીવંત ઝાંખી છે.
Gandhinagar NEWS : હેતલબહેનના પ્રમુખ પ્રયોગો અને યોગદાન
- ગ્રીન સ્ક્રીન અને AI દ્વારા અંગ્રેજીનો ડર દૂર:વર્ગખંડના એક ભાગને સ્ટુડિયોમાં ફેરવીને ગ્રીન સ્ક્રીન અને Plotagon તથા Arloopa જેવી AI એપ્લિકેશન્સનો ઉપયોગ કરવામાં આવે છે. આનાથી દીકરીઓ કાર્ટૂન પાત્રો અને આકર્ષક દૃશ્યો સાથે અંગ્રેજીમાં મુક્તપણે સંવાદ અને અભિનય કરી શકે છે, જેનાથી તેમનામાં રહેલો સંકોચ દૂર થાય છે.
- ડિજિટલ શૈક્ષણિક રમતોનું સર્જન: Wordwall અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી માત્ર એક મિનિટમાં વિષય આધારિત રમતો તૈયાર કરવામાં આવે છે. ‘ક’ થી ‘જ્ઞ’ સુધીના મૂળાક્ષરો આધારિત FLNડિજિટલ ગેમ્સ અને ‘લીડર બોર્ડ’ની સુવિધા દ્વારા વિદ્યાર્થીઓમાં તંદુરસ્ત સ્પર્ધાને પ્રોત્સાહન મળ્યું છે.
- રાજ્ય કક્ષાએ શૈક્ષણિક અને સાહિત્યિક પ્રદાન:GCERTના સામયિક “જીવન શિક્ષણ”માં શિક્ષણમાં નવીનતા વિશે પ્રેરણાદાયી લેખોનું લેખન, NCERTના મોડ્યુલ “MOTHERS OF DEMOCRACY”નું ભાવાનુવાદ તેમજ ‘દીક્ષા’ એપ પર ભરૂચ જિલ્લાની સ્થાનિક લોકબોલી આધારિત કોર્સ તૈયાર કરવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે.
- શાળા વિકાસ અને સામાજિક ઉત્થાન: વર્ગખંડ પૂરતા મર્યાદિત ન રહેતા, ગ્રામજનો અને વિદેશમાં વસતા દાતાઓના સહયોગથી શાળામાં વોટર ફિલ્ટર પ્લાન્ટ, બ્લોક અને શેડનું નિર્માણ તેમજ પરિસરમાં ફળાઉ વૃક્ષોનું વાવેતર કરીને પર્યાવરણ જાળવણીમાં પણ ઉત્કૃષ્ટ યોગદાન આપ્યું છે.
શિક્ષણ પ્રત્યેનો દ્રષ્ટિકોણ
હેતલબહેન સ્પષ્ટપણે માને છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્યારેય સાચા શિક્ષકનું સ્થાન ન લઈ શકે, પરંતુ તે શિક્ષણને વધુ સરળ, રસપ્રદ અને બાળકેન્દ્રી બનાવવાનું એક શક્તિશાળી માધ્યમ છે. બદલાતા સમય સાથે શિક્ષકોએ પણ સતત અપડેટ થઈને નવી પેઢીને ભવિષ્ય માટે સક્ષમ બનાવવી જોઈએ.
બાળપણમાં માતાની પ્રેરણાથી શરૂ થયેલી બે દાયકાની આ દીર્ઘ શિક્ષણયાત્રા આજે અનેક દીકરીઓ માટે આત્મવિશ્વાસનું નવું પ્રકરણ બની ગઈ છે. હેતલબહેન રાણાના આ નવતર પ્રયોગોએ સાબિત કરી દીધું છે કે સાચી લગન, સકારાત્મક વિચારસરણી અને ટેકનોલોજીના યોગ્ય ઉપયોગથી સરકારી શાળાઓની દીકરીઓ પણ વૈશ્વિક સ્તરે ડંકો વગાડી શકે છે. તેમનું આ સન્માન સમગ્ર શિક્ષણ જગત માટે અત્યંત ગૌરવવંતુ છે.

