Gandhinagar NEWS : મહાધડાકો: ગુરુ રવિદાસજી જયંતિ પર ગુજરાત સરકારની રૂ.231કરોડની ભેટ!
સંત શિરોમણી ગુરુ રવિદાસજી મહારાજની ૬૫૦મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત રૂ. 231 કરોડથી વધુના પ્રકલ્પોની જાહેરાત કરી છે.
Advertisement
Gandhinagar NEWS : સંત શિરોમણી ગુરુ રવિદાસજી મહારાજની 650 મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel)સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત રૂ. ૨૩૧ કરોડથી વધુના પ્રકલ્પોની જાહેરાત કરી છે.
Gandhinagar NEWS : 15 મી ગુજરાત વિધાનસભાના 9 માં સત્રના બીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel) વિધાનસભાના નિયમોના નિયમ-44 અંતર્ગત એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. વિશ્વનેતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)ની પ્રેરણાથી આ વર્ષે સંત શિરોમણી ગુરુ રવિદાસજી મહારાજની 650 મી જન્મજયંતિ સામાજિક એકતા અને સમરસતાના ઐતિહાસિક મહોત્સવ તરીકે ઉજવાઈ રહી છે. આ અવસરે રાજ્યમાં 'સમરસતા સંકલ્પ અભિયાન' અંતર્ગત વિવિધ સુચિત પ્રકલ્પો માટે રૂ. 231 કરોડથી વધુની રકમ ફાળવવાની રાજ્ય સરકારે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
ગુરુ રવિદાસજી મહારાજ સમાનતા, સામાજિક ન્યાય, પ્રેમ અને માનવતાના પ્રણેતા હતા. તેમના વિચારોને જન-જન સુધી પહોંચાડવા અને યુવાનો તથા જરૂરિયાતમંદોને પ્રોત્સાહન આપવા માટે સરકારે વિશેષ આયોજન કર્યું છે.
Gandhinagar NEWS : સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત ફાળવવામાં આવનાર મુખ્ય ગ્રાન્ટ અને પ્રકલ્પો
- રાજ્ય સ્તરે ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકર ભવન: શિક્ષણ, હોસ્ટેલ, લાયબ્રેરી અને સ્પર્ધાત્મક ક્લાસ માટે રૂ. 40 કરોડ.
- સંત શિરોમણી ગુરુ રવિદાસજી મહારાજ વિદ્યાશ્રય યોજના: કૉલેજ વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ અને PG સહાય માટે રૂ. 50 કરોડ.
- ચેર સેન્ટર: જૂનાગઢ સ્થિત ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે સંત શિરોમણી ગુરુ રવિદાસજી મહારાજ ચેર સેન્ટરની સ્થાપના.
- શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રસાર: રાજ્યની 70 યુનિવર્સિટીઓમાં ક્વિઝ કોન્ટેસ્ટ, ઇનામો, હોર્ડિંગ્સ, બેનર્સ તેમજ ગુરુજીના જીવન-કવન પર પુસ્તક અને ઓડિયો બુક તૈયાર કરવા માટે ગ્રાન્ટ.
- સાંસ્કૃતિક કાર્યક્રમો: રાજ્યના તમામ તાલુકાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન માટે રૂ. 5.36 કરોડ.
- સમરસ ભવન નિર્માણ: તાલુકા દીઠ એક સમરસ ભવન તથા લાયબ્રેરીના નિર્માણ માટે રૂ. 93.80 કરોડ.
- સરસઈ આશ્રમનો વિકાસ: જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના સરસઈ ગામે આવેલા આશ્રમના સર્વાંગી વિકાસ માટે રૂ. 10 કરોડ.
- કુટિર/આશ્રમોનું આધુનિકીકરણ: અનુસૂચિત જાતિના વિવિધ સંતોની કુટિર અને આશ્રમની જગ્યાના આધુનિકરણ તથા નવિનીકરણ માટે રૂ. 30 કરોડ.
આ તમામ પ્રકલ્પો થકી સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા વિકાસના કાર્યોને વેગ મળશે. વડાપ્રધાનશ્રીના 'વિકસિત ભારત 2047'ના સંકલ્પને સાકાર કરવામાં આ અભિયાન ગુજરાત માટે એક નવું બળ પૂરું પાડશે.
ગુરુ પૂર્ણિમાથી સંત રવિદાસ મહારાજની જન્મ જયંતિની ઉજવણી મુખ્યમંત્રી દ્વારા આજે 231 કરોડ રુપિયાની સહાયની જાહેરાત કરાઇ. CMની મહત્વની જાહેરાતને લઈ શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ કહ્યું કે, "સંત રવિદાસ મહારાજે સમાજમાં સમરસતા માટે કામ કર્યું""જન્મથી નહીં, કર્મથી વ્યક્તિની ઓળખ થાય તેવો સંદેશ આપ્યો.વિદ્યાર્થી શિષ્યવૃત્તિથી વંચિત ન રહે તે સરકારની પ્રાથમિકતા રહેશે. અનુસૂચિત જાતિના સંતોની કુટીરોનું નવીનીકરણ કરાશે.
Advertisement

